SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવકારમંત્રના વિષયમાં આવશ્યક વિચારે. આચારને ઉપદેશ દેવાને કારણે આચાર્યો પરોપકાર તત્પર હોય છે, યુગપ્રધાન કહેવાય છે, સર્વ મનુષ્યના મનને પ્રસન્ન કરવાવાળા હોય છે, તેઓ સંસારમાં રહેલા છમાંથી ભવ્યજીવોને જિનવાણીને ઉપદેશ આપી તેઓને પ્રતિબોધ કરે છે, તેઓના ઉપદેશથી કોઈને સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે, કેઈક જીવે તેઓને ઉપદેશ સાંભળીને ભદ્ર પરિણમી થઈ જાય છે, તેઓ હંમેશાં પ્રમાદ રહિત હવાને લીધે અપ્રમત્ત ધર્મનું કથન કરે છે, તેઓ દેશ, કાલને ઉચિત જુદા જુદા ઉપાયોથી શિષ્ય વગેરેને પ્રવચનને અભ્યાસ કરાવે છે, સાધુજનેને ક્રિયાની ધારણ કરાવે છે તથા કેવલજ્ઞાન રૂપી સૂર્ય સમાન શ્રીતીર્થકર ભગવંતના મુક્તિગમન પછી તેઓના કહેલા ત્રણે લોકમાં વતી રહેલા પદાર્થોને પ્રકાશ આચાર્ય મહારાજ જ કરે છે. - આચાર્યોને આ સ્વાભાવિક સ્વભાવ છે કે ઉપદેશાદિક મારફતે તેઓ કેઈને કેટલે એ સુગ્ય બનાવી દે તે પણ તેને પિતાનાથી નાને જ સમજશે અને એ બરાબર પણ છે કારણ કે નાને સમજ્યા વિના જ્ઞાનદાન, ઉપદેશ આચાર તથા મિયાન પરિપાલન કરાવવું તથા અનેક ઉપાયોથી પ્રતિબોધ કરવો, ઈત્યાદિ કાર્ય નથી થઈ શકતા, તેથી લકમાં રહેલા જીવ સમૂહની તરફ લાઘવ સ્વભાવથી જેનાર આચાયેના ધ્યાનથી લઘિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. ચરકઋષિએ આચાર્યના સંબંધમાં લખ્યું છે કે – 'पर्यवदातश्रुतं परिदृष्टकर्माणं दक्षशुचिं जितहस्तमुपकरणवन्तं सर्वेन्द्रियोपपन्न प्रकृतिझं प्रतिपत्तिशमनुयस्कृतविद्यमनसूयकमकोपनं क्लेशक्षम शिष्यवत्सलमध्यापर्क ज्ञानदानसमर्थमित्येव गुणो ह्याचार्यः सुक्षेत्रमार्तवोमेघ इव शस्यगुणैः सुशिष्यमाशु वैद्यगुणैः सम्पादयति, तमुपसृत्यारिराधयिषुरुपचरेदग्निवच्च देववच्च राजवच्च पितृवच्च भर्तृवच्चाप्रमत्तस्तत्प्रसादात् कृत्स्नं शास्त्रमधिगम्य शास्त्रस्य दृढतायामभिधानसौष्ठवस्यार्थस्य विज्ञाने वचनशक्तौ च भूयः प्रयतेत सम्यक् ॥१॥" અર્થા-વિશુદ્ધ, શાસ્ત્રના જ્ઞાનવાળા, સારા નરસા કાર્યને વિચાર કરનાર, દક્ષ, કુશલ, પવિત્ર, જિતહસ્ત, સર્વ સામગ્રીએ કરીને સહિત, સર્વ ઈન્દ્રિઓથી યુક્ત અને સર્વની પ્રકૃતિઓને જાણનાર, સિદ્ધાન્ત અથવા સિદ્ધિને જાણવા વાળા, ઉપસ્કારથી રહિત વિદ્યાવાળા, અસૂયા નહી કરવાવાળા, કોલરહિત, કલેશ સહન કરવાને સમર્થ, શિષ્ય તરફ વાત્સલ્યતાને ધરનાર, શિષ્યને અધ્યાપન કરાવનાર તથા જ્ઞાનદાન આપવામાં સમર્થ, એ પ્રકારના ગુણેથી યુક્ત આચાર્ય સારા શિષ્ય ને તુરતજ વૈદ્યકના ગુણેથી એવી રીતે સમ્પન્ન કરી દે છે કે જેવી રીતે વર્ષાઋતુને મેઘ સારા
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy