SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ નસરકાર માહાત્મ્ય. રહ્યા હોય તેા પણ તેઓનું એકાકીપણું નાશ પામતું નથી. સામ્ય-સમતારૂપી અમૃતના તરંગાથી ભરપૂર, સાર અસારનું વિવેચન કરનાર અને ભાવસિદ્ધ કહેવાતા સાધુએ ઘણા ભેગા થઈને એકત્ર રહે તે પણ તેઓને કાંઈ પણ હાનિ થતી નથી. મનની સ્થિરતા વડે નિશ્ચળ અને વૃક્ષાદિકની જેમ ક્રિયાને નહીં કરનારા મુનિના જે એકત્ર સહવાસ તે ભાવનારૂપી લતાએના મંડપ સમાન છે. ચિત્રમાં આળેખેલા સૈન્યની જેમ મન, વચન અને કાયા વડે વિકાર રહિત મુનિએ એકઠા રહે તેા પણુ તેઓને અતિ કયાંથી હાય? જેમ ઘણા નિર્જીવ પદાર્થોં એકત્ર કરીએ તે પણ તેમાં ચૈતન્ય આવતું-હાતુ નથી; જેમ ઘણા ખીણ પુરૂષને એકત્ર કરવાથી પણ તેઓનામાં પરાક્રમ આવતું નથી, તેમ ઘણા મુનિએ એકડા થયા છતાં પણ તેએનામાં લેશ પણ કલેશ ઉદ્ભવતા નથી. મૂઢ બુદ્ધિવાળા જે પુરૂષ પાંચ છ સાધુઓની ભેગા રહેવાથી પણ ગ્લાની થાય છે એમ માનતા હેાય તે તે મૂઢ એક ઠેકાણે રહેલા અનંત સિદ્ધેાની સાથે રહેવાની ઈચ્છા કેમ કરી શકશે ? જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ મહારત્નને ધારણ કરનાર સાધુને રાગાદિકના ઉપદ્રવેાથી ભયંકર એવા સન્માર્ગ ઉપર એકલા ચાલવામાં ક્ષેમકુશળતા રહેલી નથી. એકલાને સુકૃતને વિકાસ થતા નથી, એકલાનું ઈચ્છિત પ્રયાજન સિદ્ધ થતું નથી, એકલાને વાંછિત અની પ્રાપ્તિ થતી નથી અને એકલેા માણુસ મેાક્ષ મેળવવાને માટે સમ થતા નથી. જેમ શ્લેષ્મની વ્યાધિવાળાને સાકર આપવી ઉચિત નથી અને તાવવાળાને ધૃતવાળું ભેાજન આપવું ચેાગ્ય નથી તેમ અગીતા મુનિને એકલા રહેવું ઉચિત નથી. પ્રાયે કરીને એમ્લા માણસ ચાર જેવા લાગે છે, એ માણસ સાથે હાય તા પણ તેમના પર ચિંતા ધૃતપણાની શંકા થાય છે, ત્રણ મનુષ્ય સાથે હોય તે તે વિશ્વાસનુ સ્થાન છે અને ઘણાના સમૂહ હાય તા તે રાજા જેવા શાલે છે. તીર્થંકર તથા પ્રત્યેકબુદ્ધ વગેરે એકલાજ વિચરે છે; એવા દૃષ્ટાંતા આપી બીજા મુનિએ એકલા વિચરવુ ચેાગ્ય નથી. કારણ કે જ્ઞાનચક્ષુવાળાની સાથે ચર્મચક્ષુવાળાએ સ્પર્ધા કરવી ચેાગ્ય નથી. ચાર ગતિરૂપ સંસારમાં ભ્રમણ કરનારા સં પ્રાણીઓને પુણ્ય પાપ નિરંતર સાથે હાવાથી તેમાં એકલાપણું ઘટતું જ નથી. જેનામાં આહારસજ્ઞા, ભયસંજ્ઞા વગેરે સત્તાઓ, કૃષ્ણલેશ્યા વગેરે દુષ્ટ લેસ્યાએ અને રાજકથા વગેરે વિકથાઓ માર્મિકાની જેમ ચપળતા ઉત્પન્ન કરે છે, તે એકલા કેમ હાઈ શકે ? અવિરતિરૂપી દુષ્ટ પ્રિયા શાકિનીની જેમ જેને નિરંતર ગળી જવા પ્રયત્ન કરે છે, તે એકલા કેમ હાઈ શકે ? સંતેષને નહીં પામેલું ઇન્દ્રિયારૂપી કુટુંબ જેના શરીરને નિઃશંકપણે પંચાગ્નિની જેમ ખાળ્યા કરે છે, તે એકલેા કેમ હાઇ શકે ? જેમ દૂધની સાથે દૂધ
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy