SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ મહામાભાવિક અવસ્મરણ. સાધુની સેવા કરનારા મનુષ્યને વ્યાધિ પીડા કરતો નથી, દરિદ્રપણું પ્રાપ્ત થતું નથી, ઈષ્ટ વસ્તુને વિયેગ થતો નથી, તથા મનમાં ઉદ્વેગ થતો નથી. સાધુના ધ્યાનરૂપ અમૃતરસના અંજન વડે જેઓનાં મનરુ૫ નેત્રે આંજેલાં હોય છે, તે મનુષ્યને ચાર પ્રકારને દુઃખરૂપ અંધકાર અંધતાનું કારણ થતું નથી. મોક્તા ત્યાગ કરનાર અત્યંતર શત્રુ (રાગાદિકને નાશ કરનાર અને મોક્ષલક્ષ્મીએ કટાક્ષપૂર્વક જેએલા મુનિઓ અત્યંત હર્ષને પામે છે. ઢોલરૂપ વૃક્ષનું ઉમૂલન કરવામાં નદીના વેગ-પૂર સમાન, લેકને વિષે ઉત્તમ ચારિત્રવાળા તથા લેકમાં ઉત્તમતાને પામેલા ત્રીજા સ્થાનવાળા તે સાધુઓ અમારાં પાપને નાશ કરે. પૂજ્ય સાધુજન મૂળ ગુણ તથા ઉત્તર ગુણના સમૂહરૂપી ઉદ્યાનમાં મનરૂપ મૃગની સાથે કાંતમાં ઈચ્છા પ્રમાણે કિડા કરે છે. શ્રતના પારગામી સંવિગ્ન સાધુને વિષે જે આ એકાકીપણું છે તે દક્ષિણાવત અને વિષે રહેલા સિદ્ધસરિતાના જળ જેવું છે. સાધુ એકાકી રહેવાથી કોલવડે વિહળ થતા નથી, એકલા રહેનાર સાધુ માનને કરતા નથી, એકલા રહેનાર સાધુ કપટ (માયા)ને આરંભ કરતા નથી અને એકાકી વિચરતા સાધુને તૃષ્ણા (લેભદશા) લુંટી શકતી નથી. રાજર્ષિઓમાં મુખ્ય શ્રીનમિ વગેરે પ્રત્યેકબુદ્ધ એકત્વ તત્વને વહન કરવાથી જ મોક્ષે ગયા છે. સર્વથા પ્રકારે જીવાદિ તને જાણનાર અને નિરંતર ચિત્તમાં સંવેગને ધારણ કરનાર સાધુઓનું એકાકીપણું જ સમતારૂપી અમૃતની નીક સમાન છે. શ્વ અક્ષરની જેમ બધે સંઘાત -સાથે રહેલા આ યુગના સાધુઓ જે પિતે ઈન્દ્રિયને વશ કરનાર હોય છે તે તેઓ વાર્થને સાધનારા થઈ શકે છે. એવી સંજ્ઞાવડે એમ જણાય છે કે મન, વચન અને કાયાના ગવડે ઇન્દ્રિયને વશ કરનારા સાધુઓ અને સાથે રહીને જ કલ્યાણને પામે છે, એમ ગુરૂ પરંપરાને ઉપદેશ પણ છે. જે ઇન્દ્રિયને વશ રાખનાર હોય તો બે માણસનું પણ એકાકીપણું નિઃશંકપણે સિદ્ધ થાય છે, પરંતુ જેની ઈન્દ્રિયો પિતાને વશ ન હોય એવો એકાકી માણસ પણ હજાર જેવો જ છે. નેત્રની જેમ જેમને સંકેચ, વિસ્તાર, નિદ્રા અને જાગૃતિ સરખા હોય એવા બે મનુષ્ય દર્શનને માટે (સમકિત પ્રાપ્તિને માટે) સમર્થ થાય છે, પરંતુ એક માણસ કેઈપણ કૃત્ય સંપૂર્ણ કરી શકતો નથી. એક માણસ વિડંબનાનું સ્થાન થાય છે, એકલો માણસ પિતાને સ્વાર્થ સાધવા સમર્થ થઈ શકતો નથી. અને એકલા માણસને લેકમાં કે લોકોત્તરમાં પણ વિશ્વાસ આવતું નથી. ભાવના ધ્યાનથી નિશ્ચય કરેલા તત્ત્વમાં જેને આત્મા લીન થયો હોય એવા મમતા રહિત સાધુ કદાચ લાખ માણસોની મધ્યમાં ૧ પહેલું રથાન આચાર્ય, બીજું સ્થાન ઉપાધ્યાય અને ત્રીજું સ્થાન સાધુ.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy