SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૮ મહામાભાવિક નવમરણ. મનુષ્ય પોતાના ઘરમાં પૂજન કરે છે, તેના ઘરમાં હમેશાં આઠ મહા સિદ્ધિઓ વાસ કરે છે.-૭૬ भूर्जपत्रे लिखित्वेदं गलके मूनि वा भुजे। धारितं सर्वदा दिव्यं सर्वभीतिविनाशनं ॥७७॥ અર્થાત-આ દિવ્ય યંત્રને ભેજપત્ર પર [અષ્ટગંધથી લખીને, માદળીઆમાંઘાલી] ગળામાં, મસ્તકમાં અથવા ભુજાએ ધારણ કરવાથી નિરંતર સર્વ પ્રકારની ભીતિઓ નાશ થાય છે.-૭૭. भृतैः प्रेतैहैर्यक्षैः पिशाचैर्मुद्गलैस्तथा। वातपित्तकफोद्रेकैर्मुच्यते नात्र संशयः॥७८॥ અર્થાત્~-[ઉપર પ્રમાણે યંત્રને ધારણ કરનાર મનુષ્ય] ભૂત, પ્રેત, નવગ્રહ, યક્ષ, પિશાચ, મુગલ રાક્ષસ અને વાત, પિત્ત તથા કફ જન્ય રોગોના ઉપદ્રવોથી મુક્ત થાય છે, આ બાબતમાં કોઈ પણ જાતની શંકા રાખવી નહિ-૭૮ વાપીવર્તનઃ શાશ્વતા કિનારો तैः स्तुतैर्वदितैर्दृष्टैर्यत्फलं तत्फलं स्मृतेः॥७९॥ અર્થા-પાતાલલોક, મનુષ્યલોક તથા દેવલોક એ ત્રણે લોકમાં રહેલા શાશ્વતા જિનેશ્વરો છે, તેની સ્તવના, વંદના અને દર્શન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે, તેટલા જ ફળની પ્રાપ્તિ આ સ્તોત્રનું સ્મરણ કરવાથી થાય છે.-૭૯ एतद्गोप्यं महास्तोत्रं न देयं यस्य कस्यचित् । मिथ्यात्ववासिनो दत्ते बालहत्या पदेपदे ॥८॥ અર્થાતુ-આ મહાતેત્ર ગોપવી (ખાનગી) રાખવું જોઈએ, જેને તેને આપવું ન જોઈયે, મિથ્યાત્વથી વાસિત પ્રાણીઓને આપવાથી આપનારને પગલે પગલે બાલહત્યાનું પાપ લાગે છે.-૮૦ आचाम्लादि तपः कृत्वा पूजयित्वा जिनावलिम्। अष्टसाहस्रिको जापः कार्यस्तत्सिद्धिहेतवे ॥८॥ અર્થાત–આયંબિલ વગેરે તપ કરીને વશ જિનેશ્વરેની પૂજા કરીને, ઈચ્છિત કાર્યની સિદ્ધિ માટે આ મંત્રના ૮૦૦૦ આઠ હજાર જાપ કરવા જોઈએ-૮૧ शतमष्टोत्तरं प्रातर्ये पठंति दिनेदिने । तेषां न व्याधयो देहे प्रभवंति च संपदः॥८२॥
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy