SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ *૦૦ મહાપ્રાભાવિક નવસ્મરણ, "दुष्टा भार्या शठं मित्रं भृत्याश्चान्तरदायकाः । ससर्पगृहवासश्च, मृत्युरेव न संशयः ॥१॥ शशी दिवसधूसरो गलितयौवना कामिनी सरो विगतवारिजं मुखमनक्षरं स्वाकृतेः । प्रभुर्धनपरायणः सततदुर्गतः सज्जनो नृपाङ्गणगतः खलो मनसि सप्त शल्यानि मे ||२||" અર્થાત્—દુષ્ટ સ્ત્રી, લુગ્ગા ભાઇ.'ધ, ફુટી ગયેલા નાકરો અને સવાળા ઘરમાં વાસ આ સઘળા મૃત્યુનું જ કારણ થાય છે એમાં કઇ સશય નથી. દિવસે મેલે ચદ્રમા, યૌવનરહિત સ્ત્રી, પાણી વિનાનું સરેાવર, અનક્ષરખેલતા જ ન આવડે તેવું મુખ, ધન સંચયમાં તત્પર શેઠ, નિરંતર ક‘ગાલ સજ્જન, અને રાજાને આંગણે જતા ખલ આ સાત મારા મનમાં શલ્ય સરખા છે. જ્યારે માતાની અવકૃપા થઈ તેા પછી અહીં રહેવું તે જરા પણ વ્યાજમી નથી, એમ વિચારીને કાઇને પણ કહ્યા વિના એકાએક ઉજયિનીથી ચાલી નીકળી રાજહંસ હસ્તિનાપુર આવી પહેાંચ્યો. ત્યાં પહેાંચી એક મહાલ્લામાં સારૂં સ્થળ શેાધી શાંતિથી રહેવા લાગ્યો. રાજહંસ કુમાર જે સમયે હસ્તિનાપુરમાં રહેતા હતા, તે સમયે ત્યાં માનિગિર નામના રાજા રાજ્ય કરતા હતા, તેને કલાવતી નામની એક સુશીલ, ડાહી અને વિચક્ષણ પુત્રી હતી. તે પુત્રીએ જૈન સાધ્વી પાસે એક દિવસ સાંભળ્યું કે— "श्रीतीर्थेशस्य पूजा गुरुचरणयुगाराधनं जीवरक्षा सत्पात्रे दानवृत्तिर्विषयविरमणं सद्विवेकस्तपश्च । श्रीमत्सङ्घस्य पूजा जिनपतिवचसां लेखनं पुस्तकेषु सोपानश्रेणिरेषा भवतु तनुभृतां सिद्धिसौधाधिरोहे ॥१॥" અર્થાત્:—તીર્થંકરાની પૂજા, ગુરુના ચરણકમળની સેવા, જીવરક્ષા, સત્પાત્રે દાન, વિષયથી વિરમણ, વિવેક, તપ, શ્રી સંઘની સેવા, પરમાત્માની વાણીનુ પુસ્તકોમાં લેખન, આ સઘળા સિદ્ધિરૂપી મહેલમાં ચડવા માટે પ્રાણીઓને પગથીઆ જેવા થાઓ. આ પ્રમાણે સાંભળીને તેણીએ જૈનધર્મના સ્વીકાર કર્યો અને નિરંતર ભક્તામર સ્તેાત્રના શુદ્ધ ઉચ્ચારપૂર્વક જાપ કરવા લાગી. અનુક્રમે તેણી પેાતાના કલાગુરૂ પાસેથી ચાસઠે કલાએના અભ્યાસ કરી તેમાં પ્રવીણ થઈ. એક દિવસે કલાવતી પોતાના પિતાની સાથે રાજસભામાં બેઠી હતી. તેવામાં હસતાં હસતાં રાજાએ કલાવતીને પૂછ્યું કેઃ “હે પુત્રી ! કહે તેા ખરી કે હારૂં સુખ અમારા હાથમાં છે કે કમના હાથમાં ? જે સત્ય હૈાય તે કહે !”
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy