SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર સ્તાત્ર. વત્પાદ્-પદ્મ રજ અમૃત નીજ દેહે ચાળે અને મનુજ કામ સમાન રૂપે.-૪૫ ૩૯૯ લેાકાઃ—જેઓ ઉત્પન્ન થએલા ભયંકર જલેાદરના રાગના ભારે કરીને વાંકા વળી ગયા છે, શાક કરવા લાયક દશાને પ્રાપ્ત થએલા અને જીવવાની આશા જેઓએ છેડી દીધી છે, એવા મનુષ્યા પણ તમારા ચરણકમળની રજરૂપી અમૃતને પોતાના શરીર પર ચાપડવાથી કામદેવ સરખા સ્વરૂપવાળા થએલા જોવામાં આવે છે—૪૫ વાર્તા ૨૭ મી લેાક ૪૫ મા ઉજજયિની નામની નગરીમાં રાજરોખર નામના એક રાજા રાજ્ય કરતા હતા. તેને વિમળા નામની એક પટ્ટરાણી હતી, તેના રાજહંસ નામના એક પરાકમી, વિનયી, સુશીલ અને બુદ્ધિવાન પુત્ર હતેા. દૈવ સંજોગે રાજહ’સની માતા વિમળા પુત્રને નાની ઉંમરને મુકી સ્વર્ગવાસી થઈ. તેના સ્વર્ગવાસ થયા પછી કુમળા નામની બીજી રાણી હતી તે પટ્ટરાણી તરીકે ગણાવા લાગી. કમળાને પણ એક પુત્ર હતા પણ તે રાજહંસ જેવા ચાલાક અને બુદ્ધિમાન ન હતા, તેથી આરમાન માતા કમળાએ એક દિવસ વિચાર કર્યાં કેઃ“રાજહંસ મ્હારા પુત્રથી મેાટે છે, બુદ્ધિમાન તેમજ ભાગ્યશાળી છે, વળી મહા રાજાની તેના પ્રત્યે સપૂર્ણ પ્રીતિ છે, તેથી મ્હારા પુત્રને રાજ્ય મળવું એ તન અસંભવિત છે, અને જો મ્હારા પુત્રને રાજ્ય ન મળે તે મ્હારી અને પુત્રની બંનેની દુર્દશા થાય; એટલા માટે કાઈ પણ ઉપાયે રાજહંસના નાશ કરવેા એ વધારે ઠીક છે. પરંતુ જો હું એને એકાએક મારી નાંખીશ તે લેાકોમાં ખરાબ ખેલાશે અને કદાચ મુશ્કેલીમાં ઉતરવું પડશે, માટે એમ નહિ કરતાં કોઈ એવી વસ્તુ ખારાક વગેરેમાં આપવી કે જેથી તે વ્યાધિગ્રસ્ત અને અને તે વ્યાધિને લીધે અંતે રીબાઈ રીબાઈ ને મરી જાય.” એક વખતે રાજશેખર રાજા શત્રુઓને વશ કરવાને અને દિગ્વિજય કરવા માટે પરદેશ ગયા, તે તના લાભ લઈ રાણીએ રાજહંસ કુમારને વ્યાધિનું મળ કોઈ વિષ લઇને ભેજનમાં ખવરાવી દીધું. ધીમે ધીમે રાજહંસના શરીરમાં વ્યાધિએ ઉત્પન્ન થઇ અને તેમાંએ મુખ્ય વ્યાધિ જ્લાદરની ઉત્પન્ન થઈ. વ્યાધિના કારણ સબંધી તપાસ કરતાં તેને માલુમ પડયું કે મ્હારી સાવકી માતાના કપટને લીધેજ મ્હારે આ વ્યાધિએ ભાગવવી પડે છે; અને જો હું અહીંઆં રહીશ તે જરૂર મરણ પામીશ. કહ્યું છે કે:-- ૧ ૬ માં નગરીનું નામ ‘કૌશાંબી' છે. ૨ TM માં રાજાનું નામ જયશેખર છે, જ્યારે 7 માં ‘નૃપશેખર’ છે. ૩ માં પુત્રનુ નામ વિજયસિહુ’ છે,
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy