SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ આપણા સમક્ષ વિદ્યમાન વિવિધ મંત્ર-ચંત્રાદિ વિષયક સાહિત્યનું દિગ્દર્શન કરતાં સહેજે જોઈ શકીએ છીએ. એક સમય એવો પણ હતો કે જ્યારે, અત્યારે આપણી નજર સામે મંત્રોપાસનાને લગતું જે વિવિધ સાહિત્ય વિદ્યમાન છે તે લેશ પણ ન હતું, તેમ છતાં એક-બીજા દર્શન, એકબીજ સંપ્રદાય અને એક બીજી પ્રજા સાથેના સહવાસને લીધે જન સમાજની અભિરૂચિને તે તરફ જળેલી જોઈ ધર્મધુરંધર જૈનાચાર્યોએ એ પ્રકારના સાહિત્ય નિમણુ તરફ પોતાની નજર દોડાવી અને ક્રમે ક્રમે એ જાતિના સાહિત્યનો સાગર રેલાવા લાગ્યો હતો, જે આપણી બેદરકારીથી આજે લગભગ નાની સરિતા જેટલું પણ નથી રહ્યો, તે શું ઓછી દિલગીરિની વાત છે ? મારા આ પુસ્તકના અંગે જે જે કઈ પુસ્તકનાં આધારે લેવામાં આવ્યા છે, તે તે પુસ્તકોના પ્રકાશક તથા સંપાદકને, અગાઉથી ગ્રાહક થઇને મને ઉત્તેજન આપનાર મુનિમહારાજો તથા ગૃહસ્થાને, આભાર માનવાની આ તક લઉં છું, સાથે સાથે વિદ્વાન વાંચકો ને વિનંતિ કરૂં છું કે મારી દ્રષ્ટિ દોષથી યા પ્રેસ દોષથી જે કાંઈ ભૂલો રહી જવા પામી હોય તે મને સુચવવા મહેરબાની કરશે તે હું તેઓનો ઉપકાર માનીશ; વળી આ ગ્રંથમાં જે કોઈ આગમવાક્યથી વિરૂદ્ધ મારાથી અણજાણ પણે લખાઈ ગયું હોય તે માટે મિથ્યા દુષ્કત દઉં છું. વિ. સંવત ૧૯૯૪ આસો સુદી બીજ રવિવાર તા. ૨૫-૯-૧૯૩૮ સારાભાઈ મણિલાલ નવાબ. નવી પત્થરચાલ, કૅલેજ સામે વડોદરા,
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy