SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ શ્રીદેવતાધિછિત તે વિદ્યા અને પુરૂષદેવતાધિષ્ઠિત તે મન્ન, અથવા જેને પાઠ કરવા માત્રથી જ કાર્યની સિદ્ધિ થાય તે માત્ર અને જ૫ હોમાદિ વિધિ સાધ્ય તે વિદ્યા, એમ બે પ્રકારે મંત્ર અને વિદ્યાનો ભેદ જૈન ગ્રંથકાએ બતાવ્યો છે. જૈનોની માન્યતા પ્રમાણે હજારો વિદ્યાઓ છે, જેમાં નીચે લખેલી સેલી વિદ્યાઓ મુખ્ય છે, ૧ રહિણી, ૨ પ્રજ્ઞપ્તિ, ૩ વજેશંખલા, ૪ વજોશી, ૫ અપ્રતિચક્રા, ૬ નરદત્તા, ૭ કાલી, ૮ મહાકાલી, ૯ ગૌરી, ૧૦ ગાંધારી, ૧૧ મહાજવાલા, ૧૨ માનવી, ૧૩ વૈટિયા, ૧૪ અછુપ્તા, ૧૫ માનસી અને ૧૬ મહામાનસી. આ સેળ વિઘાઓના અધિષ્ઠાયક સેળ દેવીઓ પણ એ જ નામની માનેલી છે, જે વિદ્યાદેવીઓના નામથી ઓળખાય છે. એ વિદ્યાદેવીઓની પ્રાચીન તાડપત્રની પ્રતિકૃતિઓ માટે જુઓ જિનચિત્રકલ્પદ્રમ નામના ગ્રંથમાં ચિત્ર નં. ૧૬ થી ૩૧ સુધી. આમ્નાય ગ્રન્થા– શું એ અફસોસનો વિષય નથી કે આ રત્નપ્રસૂતા ભારતભૂમિમાં ઉત્પન્ન થવા છતાં પણ પૂર્વાચાર્યો વિરચિત અને સંગ્રહિત ઉત્તમોત્તમ મંત્રાસ્નાયના ગ્રન્થની કાંઈ પણ દરકાર નહિ રાખતાં પ્રમાદજન્ય ઘોર નિદ્રામાં સૂતાં સૂતાં તે રત્નોને આપણે હાથમાંથી ગુમાવી રહ્યા છીએ જો આપણામાં પ્રમાદ ન હોત તો “વિદ્યાપ્રવાદ' આદિ મહાગ્રન્થ આપણા હાથમાંથી નાશ પામ્યા હોત? જે આ વિષય પરત્વે આપણી ઉપેક્ષાવૃત્તિ ન હોત તો હજારો વિદ્યાઓમાંથી આજે આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ આમ્નાયના ગ્રન્થો મળતા હોત? આપણને વારસામાં મળેલા આ વિષયના બધા યે ગ્રન્થ સાચવી રાખ્યા હતા તો શું એવો સંભવ પણ હતું કે આપણું પ્રકારે અધઃપતન થાત? એક બાજુ આપણે પિતાની પાસેના આ વિષયના અમૂલ્ય ગ્રન્થને ના શ થવા દીધો અને બીજી બાજુ આપણામાં આ વિષયનું જ્ઞાન જે અવિચ્છિન્ન પરંપરાએ ગુગમથી ઉતરી આવતું હતું તેનો હાસ થતો ગયો તથા તે તરફના અજ્ઞાનને લીધે ત્રીજી બાજુ મંત્રવિદ્યાને પ્રચાર એ પાપ છે એવા અવાજ ઉઠાવનાર કેટલીક વ્યક્તિઓએ જન સમાજને ભડકાવી મૂકે. આવા સમયમાં આ વિષયના નવીન ગ્રન્થરોની શોધ અને સંચય થઈ શકે એમ આશા તે કયાંથી જ રાખી શકાય? જેનો વીતરાગ ભગવાનના ઉપાસક હોવાથી એમનું મુખ્ય ધ્યેય મોક્ષ છે અને મોક્ષાભિલાષી ખરા જેને રાગદ્વેષાદિ દોષ રહિત શ્રી જિનેશ્વર દેવ સિવાય અન્યની કદી પણ ઉપાસના કરે નહિ. તથાપિ જેઓ તેટલી હદે પહોંચ્યા નથી એવા ઐહિક સુખના અભિલાષી ભવામિનંદો વાને પણ સ્વાર્થ સાથે પરમાર્થ સધાય તેવા હેતુથી જ ભયાપહારક, રોગોપશામક, સંપ વિજયાદિ પ્રાપક અને સર્વ મનઃકામનાદાયક એવા મંત્રો, યંત્રોની પૂર્વાચાર્યોએ યોજના કરેલી છે. પરિવર્તન શીલ સંસારમાં એવી એક પણ વસ્તુ નથી કે જે દરેકે દરેક બાબતમાં દેશ-કાળ આદિના પરિવર્તાને સાથે નવો અવતાર ધારણ ન કરે. આ અટલ નિયમથી અપણું મંત્ર-યંત્રાદિક સાહિત્ય પણ વંચિત નથી રહી શકયું, અર્થાત જગતની અનન્ય વિભૂતિનું પોતામાં દર્શન કરનાર અને તે જ વસ્તુનો બીજાને સાક્ષાત્કાર કરાવનાર તીર્થંકર દેવ આદિ જેવી મહાવિભૂતિઓને લગતં મંત્ર–ચંદ્રાદિક સાહિત્ય ઉપરોક્ત શાશ્વત નિયમથી અસ્કૃષ્ટ નથી રહી શકયું, એ આપણે
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy