SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ મહામાભાવિક નવરસ્મરણ. સમશ્લોકી એવી જિનૅ થઈ જે વિભૂતિ તમોને, ધર્મોપદેશ સમયે, નહી તે બીજાને; જેવી પ્રભા તિમિરહારી રવિ તણી છે, તેવી પ્રકાશિત ગ્રહોની કદી બની છે?-૩૭ શ્લેકાર્થ –હે જિનેન્દ્ર ! ઉપરોક્ત પ્રકારની વિભૂતિ ધર્મોપદેશ કરતી વખતે આપને જે પ્રકારે થઈ તેવી બીજા દેવોની થઈ નથી. અંધકારને નાશ કરનારા સૂર્યની જેવી પ્રભા હોય છે, તેવી પ્રભા પ્રકાશિત થએલા ગ્રહોના સમુદાયની ક્યાંથી હોય?–૩૭ વાર્તા ૨૦ મી ક ૩૭ મે ભારતવર્ષના સુરમ્ય ગુજરદેશમાં શ્રી ઘવલપુર (ધોળકા) નામના શહેરમાં શ્રીમાલવંશમાં શિરોમણિ પાહા નામના શ્રેષ્ઠિને પુત્ર જિણહાક નામને શ્રાવક વસતો હતો, કર્મસંગે તે પિતાની નિર્ધાવસ્થાને લીધે ઘીના ગાડવા, કપાસ તથા અનાજ વગેરેની મજુરી કરીને પિતાનું ગુજરાન ચલાવતા હતા, એક વખતે તે પોતાના ધર્મગુરૂ શ્રી અભયદેવસૂરિ મહારાજને વંદન કરવા માટે ઉપાશ્રયમાં ગયે, ત્યાં ગુરૂને વંદન કરીને તેઓની સન્મુખ બેઠે. ગુરૂમહારાજે ધર્મલાભ પૂર્વક કહ્યું કે – “धर्म सनातनो येषां, दर्शनप्रतिभूरभूत् ।। परित्यजति किं नाम, तेषां मन्दिरमिन्दिरा ॥१॥" અર્થાતઃ—જેઓની ધમપરની શ્રદ્ધા સનાતન–પ્રાચીન–ઘણા વખતની અને અત્યંત આદરણીય હોય તેઓના ઘરને લક્ષમી કેમ છેડે ? આ પ્રમાણે ધર્મોપદેશ આપ્યો. આ સાંભળીને તેણે કહ્યું કે –“ભગવાન ! જ્યાં પિતાના ઉદરનિવહનું જ પુરૂં સાધન નથી ત્યાં ધર્મક્રિયા શી રીતે થાય?” કહ્યું છે કે – ધણવંતહ સુણહિ સયણ બંધજણઆણવડિઓ, કજકાલિ સયમેવ લોઉ તસુ હોઇ બિઈજજઓ-૧ રાઉલદેઉલ ગણઈ ભણઈ ઈસર ! વઈ તુહે સિરિં દારિદિય માનધિ કામું તુÉ બાહિરિ નીસરી–૨ આ પ્રમાણે છે. ગુરૂમહારાજે પણ ભંડારમાં રહેલી એવી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા, શ્રી ચકેશ્વરી દેવીની તથા કષભદેવ ભગવાનની પ્રતિમા ૧ માં ગામનું નામ “વસંતપુર છે. જ્યારે ન માં ગામનું નામ “શ્રીપુર છે, ૨ ૪ અને ૫માં શ્રેષિના પુત્રનું નામ “જિનદાસ” છે.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy