SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર સ્તોત્ર. ૩૭૧ સમશ્લોકી ઢાંકે પ્રકાશ રવિને શશીતુલ્ય રમ્ય! માતી-સમૂહ-રચનાથી દેદીપ્યમાન; એવા પ્રભુજી તમને ત્રણ છત્ર શોભે, રૈલોકનું અધિપતિપણું તે જણાવે –૩૧ શ્લેકાર્થ –હે પ્રભુ! ચંદ્ર જેવા મનહર-ઉજ્વળ, તમારા મસ્તક પર ઉચે ઉપરાઉપર ધારણ કરાએલા, સૂર્યના કિરણોના પ્રતાપને ઢાંકી દેનાર, મોતીના સમહ વડે કરેલી રચનાથી વિશેષ શોભતા અને તમારૂં ત્રણ જગતનું સ્વામીપણું સૂચવતા તમારાં ત્રણ છત્રે શેભે છે.-૩૧ વાર્તા ૧૯મી શ્લેક ૩૧ મે સિંહપુર નામના નગરમાં ગોપાલ નામને એક સરલ પ્રકૃતિવાળો ક્ષત્રિય રહેતો હતો, તે નિર્ધનાવસ્થાને લીધે લેકોની ગાયો ચરાવીને પિતાનું ગુજરાન ચલાવતે હતો. તે પિતાની ભદ્રપ્રકૃતિને લીધે એક વખત ગામમાં પધારેલા જૈન મુનિને વંદન કરવા માટે ગયે. તે મુનિમહારાજે "लक्ष्मीर्वेश्मनि भारती च वदने शौर्य च दोष्णोर्युगे त्यागः पाणितले सुधीश्च हृदये सौभाग्यशोभा तनौ कीर्तिदिक्षु सपक्षता गुणिजने यस्माद् भवेदङ्गिनां सोऽयं वाञ्छितमङ्गलावलिकृते श्रीधर्मलाभोऽस्तु वः॥१॥" અર્થાત્ –જેના પ્રતાપવડે પ્રાણીઓ ગૃહમાં લકમી, મુખમાં ભારતી, બે બાહુમાં શૌર્ય, હાથમાં ત્યાગ, હૃદયમાં સદ્દબુદ્ધિ, શરીરમાં સૌભાગ્યની શોભા, દિશાઓમાં યશ, ગુણીજનેમાં પક્ષપાત થાય છે તે ઈષ્ટ અને મંગળની પરંપરાને કરનાર ધર્મલાભ તમને હો. આ પ્રમાણે ગોપાલને ધર્માશિષ આપી, અને ધર્મદેશના આપતાં કહ્યું કે – “હે ગોપાલ! તું એક ચિત્ત જૈનધર્મનું આરાધન કર તથા ભક્તામરસ્તોત્ર અને પંચપરમેષ્ઠી મન્ચને હમેશાં જા૫ કર, જેનાથી આ ભવ અને પરભવમાં તું સુખને ભોક્તા થઈશ અને યાવત્ મોક્ષસુખને પામીશ.” ગુરૂ મહારાજના કહેવાથી ગોપાલ હમેશાં ભક્તામર સ્તોત્રને એક ચિત્ત પાઠ કરતો હતો અને જન ધર્મનું આરાધન કરતો હતો, તેવામાં એક રાત્રિએ સ્વમમાં તેને ત્રણ છત્ર વગેરે પ્રતિહાર્યો સહિત શ્રી કષભદેવ ભગવાનના દર્શન ૧ ૪ માં “વીરાગપાળ એવું નામ છે, જ્યારે ૩ અને ૪ માં “નરપાળ' નામ છે.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy