SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર સ્તોત્ર, ૩૨૯ કાપાલિકના આ પ્રમાણેના મોહક શબ્દો સાંભળી કેશવ કાંઈ પણ વિચાર કર્યા સિવાય તે રસકૂપિકામાં ઉતરવા તૈયાર થયો. તેને પિલા કાપાલિકને પૂછયું કે – ભાઈ ! તે રસકૂપિકામાં કેવી રીતે ઉતરી શકાય” જવાબમાં કાપાલિકે કહ્યું કે “તે બાબતની ચિંતા કરવા જેવું નથી, કારણ કે મારી પાસે એક મજબૂત દોરડું છે તે હું તમારી કેડે બાંધું અને તમે હાથમાં તુંબડી લઈ કૂપિકામાં ઉતર; રસ તુંબડીમાં ભરી લેશે એટલે હું તમને ઉપર ખેંચી લઈશ.” આ પ્રમાણે નક્કી કરી કેશવ દ્રવ્યના લોભે સાહસ કરવા તૈયાર થયો અને કે દેરડું બંધાવી હાથમાં તુંબડી લઈ કૂપિકામાં ઉતર્યો. કુપમાંથી રસની તુંબડી ભરી દેરડું હલાવ્યું એટલે ઠગે કેશવને ઉપર ખેંચી લીધો. કૂપના કાંઠે કેશવ આવ્યા એટલે કાપાલિકા કેશવને કહેવા લાગ્યો કે;–“તું પહેલાં મને તુંબડી આપી દે, પછી હું તને ઉપર ખેંચી લઉં, કારણ કે વખતે તુંબડીમાંથી રસ ઢળાઈ જાય તે વળી ફરી મહેનત પડે.” વિશ્વાસુ કેશવે તેના કહેવા પ્રમાણે પ્રથમ તુંબડી આપી દીધી. કાપાલિકના હાથમાં તુંબડી આવી એટલે તેને એક બાજુએ મૂકીને દોરડું હતું તે કાપી નાંખ્યું એટલે કેશવ બિચારે કૂવાના તળીએ જઈ પડ્યો. ભાગ્યયોગે ક્યાંય પણ અથડાયા વિના કૂવાના મધ્યભાગમાં જ તે પડ્યો, એટલે તેને બહુ વાગ્યું તે નહિ પણ તે મુંઝાવા લાગ્યા. કૂવાના મધ્યમાં રહ્યા રહ્યા આ દુખથી છૂટવા માટે તે ભકતામર સ્તોત્રનું એકાગ્ર ચિત્તે સ્મરણ કરવા લાગ્યો, થોડી જ વારમાં સ્તોત્ર સ્મરણના પ્રભાવથી તત્કાળ ચકેશ્વરી દેવી હાજર થયાં અને કેશવને આશ્વાસન આપી કૂપિકામાંથી બહાર કાઢો અને સારાં સારાં વસ્ત્રાભૂષણે તથા તેની નિર્ધનતાના નિવારણાર્થે મહામૂલ્યવાન આઠ રને આપી દેવી સ્વસ્થાનકે ચાલી ગઈ. કેશવની ભવૃત્તિ હજુ નષ્ટ થઈ ન હતી તેથી વિદેશમાં જવા માટે તેને આગળ મુસાફરી લંબાવી. આગળ ચાલતાં ચાલતાં તેને ઠગ લોકોનું એક ટોળું મળ્યું કે જેઓ શાહુકાર અને વ્યાપારી તરીકે સાર્થવાહ બનીને જતા હતા, તેઓની સાથે કેશવ ચાલવા લાગ્યો. ચાલતાં ચાલતાં એક મોટું વન આવ્યું. સાર્થવાહની દાનત કેશવ પાસેથી દેવીએ આપેલાં રત્ન પડાવી લેવાની થઈ અને તે કેશવને પકડી દુઃખ દેવા લાગ્યો. તે વખતે પણ અનન્ય શ્રદ્ધાથી કેશવે “એકાશન કરી ભક્તામર સ્તોત્રને પાઠ કરે શરૂ કર્યો, એટલે તેના પ્રભાવથી ચકેશ્વરી દેવી પ્રગટ
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy