SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ મહામાભાવિક નવસ્મરણ. ધર્મ જ ભાઈની માફક સ્નેહને આપવાવાળો તથા ક૯૫વૃક્ષની માફક ઈચ્છિતફલને આપવાવાળે છે. એક જ જીવદયારૂપી ધર્મ, કલ્યાણની કોટિને પેિદા કરનાર, અત્યંત ભારે પાપના સમૂહને નાશ કરનાર અને સંસારરૂપી સમુદ્રમાંથી તારવાવાળા છે. આ પ્રમાણેના મુનિ મહારાજના ઉપદેશથી કેશવના મનમાં અહિંસા પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થઈ અને તેને મુનિની પાસેથી ભકતામર સ્તોત્ર શીખી લીધું. બાહ્ય તેમ જ આત્યંતર શાંતિના અર્થે તેણે ભકતામર સ્તોત્રને નિત્ય પાઠ કરવો શરૂ કર્યો. કેશવ વિચારવા લાગ્યું કે જગમાં ધન વિનાનું જીવન તે નિરર્થક છે. કહ્યું પણ છે કે – यस्यास्ति वित्तं स नरः कुलीनः स पण्डितः स श्रुतवान् गुणज्ञः । स एव वक्ता स च दर्शनीयः __ सर्वे गुणाः काञ्चनमाश्रयन्ति ॥१॥ અર્થાતઃ—જેની પાસે પૈસા છે, તે માણસ કુળવાન છે, તે પંડિત છે, તે વિદ્વાન છે, તે ગુણજ્ઞ છે, તે વક્તા છે અને તે જ મનહર છે. સઘળા ગુણે પિતાને અવલંબીને રહેલા છે. આ પ્રમાણે વિચાર કરીને એક દિવસ કેશવ ધનપ્રાપ્તિ માટે પરદેશ જવાને તિયાર થયો. પોતાની પાસે જે કાંઈ હતું તે વેચીને પિસા ભેગા કરી પગ રસ્તે તે પરદેશ ગયો. માર્ગમાં ચાલતાં ચાલતાં તે સાર્થથી ભૂલો પડી ગયા અને રસ્તામાં તેને પિતાની સામે પુછડું ઉછાળતો અને ગર્જના કરતાં એક સિંહ જે, તે ભય પામ્યો અને ભક્તામર સ્તોત્રનો પાઠ કરવા લાગ્યો, સ્તોત્ર પાઠના પ્રભાવથી સિંહ નાસી ગયે. આગળ ચાલતાં ચાલતાં વળી તેને કોઈ એક કાપાલિકને ભેટો થયો. તે કાપાલિક એક રસકૂપિકાની નજીક ફરતો હતો, તેના જેવામાં ધનની આશાવાળો કેશવ આબે, તેને પોતાની મેહક વાજાળમાં ફસાવી પાડવા માટે કેશવને પ્રથમ તો સારો આવકાર આપ્યું અને પછી ઘણા જ મઠ્ઠા શબ્દોમાં કહ્યું કે –“ભાઈ ! આ રસકૂપિકામાં એક જાતને અમૂલ્ય રસ છે અને તેની એવી તો અપૂર્વ શક્તિ છે; કે જે તે રસનું એક બિંદુ લોઢા ઉપર પડે તો તે સુવર્ણ થઈ જાય છે. વળી જેની પાસે એ રસ હોય છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે, માટે હે ભાઈ! જો તમે આ રસકૂપિકામાં જઈ આ તુંબડી ભરી આવે તો તમારું તથા મારૂં બનનું કામ સિદ્ધ થાય અને ગરીબાઈ તથા નિધનાવસ્થા પલાયન કરી જાય.”
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy