SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર સ્તોત્ર. ૪૨૧ હે ભાઈ ! જે સુખદુઃખ આવે છે તે પૂર્વકૃત કર્માનુસાર આવે છે અને એ દરિદ્રતાને નાશ કરવા માટે ધર્મ પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા રાખી ન્યાયપરાયણ બનવું એ સિવાય અન્ય કોઈ પણ ઉપાય નથી. ધર્મ કરવાથી અનેક જી સુખી થયા છે, માટે ધર્મની શ્રદ્ધા રાખી તેનું શ્રવણ કરે અને હું તમને આ બે શ્લોકો આપે છે તેનો વિધિપૂર્વક પાઠ, અધ્યયન અને જાપ કરવાથી તમે દરેક રીતે એટલું કહી તે દયાળુ મહાત્માએ “ભક્તામરનો ત્રીજો અને ચોથો લેક આપ્યો અને તેને કેવી રીતે જાપ કરે તે પણ સમજાવ્યું. સુમતિ આવી અ મલ્ય પ્રાસાદી મળવાથી ઘણો જ આનંદિત થયો અને મહાત્માના ચરણકમળમાં મસ્તક નમાવી ત્યાંથી સ્વસ્થાને ગયો. મહાત્મા પણ અન્ય સ્થળે વિહાર કરી ગયા. એક વખતે કઈક વણિક પુત્રની સાથે વહાણમાં બેસી સુમતિ ધન ઉપાર્જનાથે પરદેશ જવા નીકળ્યો. તે વડાણમાં અનેક જણે બેઠેલા હતા. વહાણ જલમાર્ગ કાપતું ધીમે ધીમે આગળ વધવા લાગ્યું, એવામાં એકદમ પવન પ્રતિકૂળ થયો અને દરિયો તોફાને ચઢ, આથી વહાણ હાલમડોલ થવા લાગ્યું અને પાણીનાં મોજેની સાથે તે પણ ઉચે ઉછળવા લાગ્યું, તેમ જ વહાણ ડુબવાની તૈયારી હોય તેમ જણાયું. તે વખતે વહાણુમાં બેઠેલા દરેક જણ આફતમાંથી મુક્ત થવાને માટે અનેક જાતની પ્રભુપ્રાર્થના કરવા લાગ્યા, પરંતુ સઘળું વ્યર્થ. હજી તે પુરી એક ઘડી થઈ નથી ત્યાં તે વહાણ ભાંગી ગયું અને નાવિકે જળમાં ડુબવા લાગ્યા. વહાણમાં રહેલા બધા લોકો ભયભીત થઈ ગયા. દરેક સૌ પોતપોતનાં ઈષ્ટદેવનું મરણ કરવા લાગ્યા. આ સમયે સુમતિ વણિકને મહાત્માએ આપેલા ભકતામરના બે શ્લોકેનું સ્મરણ થઈ આવ્યું એટલે શુદ્ધ અવ્યવસાયથી તે તેનું સ્મરણ કરવ લાગ્યો. અને પોતાના બંને બાહથી સમુદ્ર તરવા લાગ્યો. પ્રભુના નામ સ્મરણથી સંસારરૂપી અગાધ સમુદ્રની પાર ઉતરી શકાય છે, તો તે પછી બાહ્ય સમુદ્ર તરી શકાય તેમાં શું આશ્ચય? ડી જ વારમાં શ્લેકના પ્રભાવથી ચકેશ્વરી દેવીએ મેકલાવેલ દેવીએ સુમતિ ને દરીયામાંથી ઉપાડી સમુદ્રના કાંઠે મૂક્યો, એટલું જ નહિ પણ અનેક કિંમતી વસ્ત્રાભૂષણ અને રત્ન તેને અર્પણ કરી અને બોલી કે - ‘જ્યારે કોઈ ખાસ પ્રસંગ હોય અથવા મુશ્કેલી ઉપસ્થિત થઈ હોય ત્યારે તારે મને રયાદ કરવી અને તે વખતે હું હાજર થઈશ.’ આ પ્રમાણે કહી દેવી ચાલી ગઈ સુમતિ વણિક શાંતિથી કેટલાક દીવસે પિતાના ઘેર પહોંચ્યો. અને દેવીએ આપેલાં રત્નનો વ્યય કરી કરોડો નાણાં પ્રાપ્ત કરી મહાન ધનાઢય થયે. કાળે કરી જજયિની નગરીના સઘળા ધનાઢવામાં તે મુખ્ય ગણાવા લાગ્યો. રાજદરબારમાં
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy