SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ અજિતશાંતિ સ્તવન. ભાવા-દેવા તથા અસુરે શ્રેષ્ટ વિમાન, દિવ્ય સુવર્ણના રથ અને અશ્વના સમૂહ લઇને શીઘ્રપણે આવે છે, તે વખતે સંભ્રમ સહિત એટલે ઉતાવળથી ઉતરતાં ક્ષાભ પામીને ડેાલતા અને ચંચળ એવા કુંડળ, માનુષંધ, મુગટ અને શેાલતી સુગટની માળાએ છે જેમની એવા, તથા વૈરભાવ રહિત એવા, ભક્તિએ કરીને સહિત એવા, તથા આદરથી બાહ્ય અલંકારાથી ભુષિત થએલા અને ઉતાવળથી એકઠા થએલા તથા અત્યંત વિસ્મય પામેલેા સવ ગજ અશ્વાદિક સત્યના સમૂહ છે જેમને એવા, તેઓનાં શરીરે ઉત્તમ સુવર્ણ અને દૈદીપ્યમાન અલકારાથી સુશેાભિત દેખાય છે, તથા તેએ શરીરથી નગ્ન થઇ ભક્તિથી હાથ જોડી મસ્તકવડે શાંતિનાથ પ્રભુને વંદન કરે છે. આ રીતે તે દેવા તથા અસુરા જેઓને વાંદી, સ્તુતિ કરી અને ત્રણ પ્રદક્ષિણા પૂર્વક ફરી વાંદીને હર્ષ પામતા પેાતાને સ્થાને જાય છે, તે જિનેશ્વર મુનિએના મેટાપરવારવાળા છે, રાગ, દ્વેષ, ભય અને મેહને જીતનાર છે, તેને દેવેદ્ર, દાનવેદ્ર અને નરેંદ્રો નિર ંતર નમન કરે છે, તથા તેએ ઉગ્ર તપસ્યા કરનારા છે, તેવા તે શ્રી શાંતિનાથ પ્રભુને હું પણ હાથ જોડીને નમું છું-વંદન કરૂં છું.-૨૨, ૨૩, ૨૪, ૨૫. આ શ્લેાકેાના ભાવ પરથી તૈયાર થએલી પ્રતિકૃતિઓ માટે જુએ ચિત્ર. નં. ૧૬૮ તથા ચિત્ર. નં. ૧૬૯. ચિત્ર. નં. ૧૬૮માં ચિત્રકારે દેરીની અંદર શ્રી શાંતિનાથ પ્રભુની મૂર્તિ અજિતનાથ પ્રભુની મુર્તિ'ના બદલે આંગી સહિત રજી કરેલી છે. કારણ કે પ્રભુની પલાંઠીની નીચે હાથીના બદલે હરણનું લંછન ચીતરેલું છે. પ્રભુની જમણી બાજુ એક ભક્ત પુરુષ જમણા હાથમાં પૂજનની વાટકી રાખીને ડામેા હાથ પ્રભુ તરફ ઉંચા કરીને ઊભેલે છે. ચિત્રકારે તેના માથે મુગટ પહેરાવેલા છે તે ચિત્રકારનું જૈન રીતિરિવાજનું અજ્ઞાન સુચવે છે. કારણ કે મંદિરમાં દાખલ થયાં પછી મુગટધારીએ માથેથી પ્રભુના વિનયની ખાતર મુગટ ઉતારીને મદરમાં દાખલ થવાનું જૈન શાસ્ત્રકારાનું વિધાન છે, વળી તેના જમણા હાથમાં પૂજનની વાટકી આપીને તથા ડાભેા હાથ ઉંચા બતાવીને પણ પેાતાની અજ્ઞતા ચિત્રકારે બતાવેલી છે; કારણ કે પૂજન હમેશાં જમણા હાથથી જ કરવાનું અને પૂજનની સામગ્રી ડાબા હાથમાં પકડી રાખવાનું વિધાન છે; પ્રભુની ડાખી માજુએ એક ભક્ત શ્રી પાતાના જમણા હાથમાં ફૂલના ભરેલા થાળ અને ડાબા હાથમાં એક ફૂલ પકડીને પ્રભુના મસ્તક પર ચઢાવવાની તૈયારી કરતી હાય તેવા ભાવ ચિત્રકારે તેણીના જમણા હાથ ફૂલ સાથે ઉંચે ચીતરીને રજુ કર્યાં છે. પ્રભુની એકની નીચે અને ગભદ્વારની બહારના રંગ-મંડપના ભાગમાં ચાર હાથવાળા એક દેવની આસન પર બેઠેલી આકૃતિ ચીતરેલી છે, દેવના ઉપ ૩૦૧.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy