SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર સ્તોત્ર કહ્યું. તે સાંભળીને વૃદ્ધ ભોજરાજાએ આચાર્ય મહારાજને મહામહોત્સવ સહિત શાલાએ મોકલાવ્યા. તે દિવસથી શ્રીભક્તામર સ્તોત્રનો મહિમા પૃથ્વીને વિષે વિસ્તર્યો અને શ્રી જિનશાસની કીર્તિ વધી. આ પ્રમાણે ભક્તામર સ્તોત્રની ઉત્પત્તિ જાણવી. -વીરવંશાવલિ પાનું ૧૮, ૧૯. વીરવંશાવલિ ઉર્ફે તપાગચ્છ વૃદ્ધ પટ્ટાવલિ મૂળ પ્રાચીન ગુજરાતી ભાષમાં જ છપાએલી હોવાથી ઉપરોક્ત ઉલ્લેખ ચાલુ ગુજરાતી ભાષામાં કરેલ છે. પ્રબંધમાં માનતુંગસૂરિના સમયનો નિર્દેશ કર્યો નથી, પણ માનતુંગસૂરિના પ્રશંસક રાજા શ્રીહર્ષને રાજત્વ સમય વિ. સં. ૬૬૩થી વિ. સં. ૬૭૪ સુધી ગણાય છે. તેથી માનતુંગસૂરિને સમય પણ વિક્રમની સાતમી સદીને હોવો જોઈએ. - વીરવંશાવલિમાં તથા બીજી પદાવલિ વગેરેમાં પણ ભક્તામર સ્તોત્રના કર્તા માનતુંગસૂરિને ઉજ્જયિનીના રાજા વૃદ્ધ ભોજના સમકાલીન જણાવ્યા છે, અને કર્નલ ટોડના લખવા પ્રમાણે વૃદ્ધ ભોજનો સમય પણ વિક્રમનો સાતમો સિક (વિ. સં. ૬૩૧) છે. એટલે તેઓશ્રી સાતમી સદીમાંજ વિદ્યમાન હોવાને વધારે સભંવ છે, અને હું પોતે પણ તેઓશ્રીનો સમય સાતમી સદીનો હોય એમ માનું છું. ૮ કલ્યાણ મંદિર સ્તોત્ર આ સ્તોત્રનું નામાભિધાન પણ તેના આદ્યપદ ઉપરથી જ પડેલું છે. પ્રસ્તુત તેત્રમાં પુરિસાંદાણી શ્રી પાર્શ્વનાથની સ્તુતિ છે, અને તે સ્તુતિ કલ્યાણના મંદિરરૂપ જ છે, તે બાબતમાં કોઈ જાતની શંકા નથી. વળી આ સ્તંત્રના ૫દ્યોની સંખ્યા પણ ભક્તામર સ્તોત્રના ૫ઘોની સંખ્યા બરાબર ૪૪ જ છે તેમાં શરૂઆતના ૪૩ કે વસંતતિલકા છંદમાં અને છેવટને એક એક આર્યાવ્રત્તમાં રચાએલો છે. શ્રીભક્તામર સ્તોત્ર તથા પ્રસ્તુત કલ્યાણુમંદિર સ્તોત્ર-યુગલનું તુલનાત્મક પર્યાલોચન દે. લા. પુ. ફંડના ગ્રન્યાંક ૭૧ ની પ્રસ્તાવનાના પાના. ૧થી ૩૧ સુધી વિસ્તારથી કરેલું હોઈ તે ચર્ચા અહીં ઉપસ્થિત કરવી અસ્થાને છે. ઉત્પત્તિ પ્રસ્તુત રસ્તોત્રના રચયિતા થીસિસેનદિવાકરસૂરિ છે, અને તેની ઉત્પત્તિ સંબંધમાં પ્રભાવક ચરિત્રમાં “વૃદ્ધિવાદિ પ્રબંધનામના આઠમા પ્રબંધમાં આ પ્રમાણે ઉલ્લેખ છે – ઉજજયિની નગરીમાં દારિદ્રયરૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્ય સમાન એવો વિક્રમાદિત્ય નામે રાજા રાજ્ય કરતા હતા. ત્યાં કાત્યાયન ગેત્રમાં ઉત્પન્ન થએલ દેવર્ષિ બ્રાહ્મણની સ્ત્રી દેવશ્રી બ્રાહ્મણીની કક્ષિમાંથી ઉત્પન્ન થએલ સિદ્ધસેન નામે એક વિદ્વાન વિપ્ર રહેતું હતું. તે સર્વશાસ્ત્રોમાં પારંગત એ એકવાર માર્ગમાં જૈનાચાર્ય વૃદ્ધવાદીસૂરિને મલ્યો. એટલે તેણે પ્રશ્ન કર્યો કે-હે મુનિનાથ! આજકાલ વૃદ્ધવાદી અહીં વિદ્યમાન છે? ત્યારે આચાર્ય મહારાજે જવાબ આપ્યો કે હું પોતે જ તે વૃદ્ધવાદી છું, એમ સમજી લે.” સિદ્ધસેને કહ્યું કે મારે તેમની સાથે વિદ્દ ગોષ્ટી કરવાની ઈચ્છા છે, માટે અહીં જ આપણે તે કરવા બેસીએ, કે જેથી લાંબા વખતને મારે સંક૯પ સિદ્ધ થાય.'
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy