SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ અત્રે આપવામાં આવી છે અને તે માટે તેઓશ્રીનો પણ અત્રે આભાર માનું છું. યંત્રો ઉપરાંત શ્રીગુણાકરસૂરિની ટીકામાં આપેલા મન્નાખ્યા તથા તેની વિધિ પણ પ્રસ્તુત ગ્રંથમાં આપવામાં આવેલી છે અને તે મત્રાસ્નાયો માટે શેઠ. દેવચંદ લાલચંદભાઈ જન પુસ્તકોદ્ધાર ગ્રન્થાંક ૭૯ માં છપાયેલી “ભક્તામર-કલ્યાણુમંદિર–નમિણસ્તોત્રત્રય” નામના પુસ્તકમાં ગુણાકરસૂરિની ટીકાનો તથા મારા પિતાના સંગ્રહની એક હસ્તપ્રતનો ઉપયોગ કરવામાં આવેલો છે અને તેની વિધિ માટે આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રભસૂરિજીના સંગ્રહની નવ પાનાની “ભક્તામરવિધિ” નામની હસ્તપ્રતનો ઉપયોગ કરવામાં આવે છે અને તે માટે તેઓ સધળાને હું અત્યંત ઋણી છું. આ મંત્રાસ્નાયો અને યંત્રો ઉપરાંત ભક્તામર સંબંધી બીજું કાંઈ મંત્ર સાહિત્ય મારા જેવામાં આવ્યું નથી, છતાં પણ પ્રસ્તુત પુસ્તકના કેંઈ પણ વાંચક મહાશયને જાણવામાં એવું બીજું સાહિત્ય આવે તો તે તરફ મારું ધ્યાન ખેંચવાની મહેરબાની કરશે તો ભવિષ્યમાં તે છપાવવાનો પણ હું પ્રબંધ કરીશ. ભક્તામર સ્તોત્રની ઉત્પત્તિ– આ સ્તોત્રના રચનાર શ્રી માનતુંગસૂરિજી છે. તે બાબતમાં શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયનાં બધાંયે વિદ્વાને એકમત હતા અને છે. પરંતુ તેઓ કયારે થઈ ગયા તે બાબતમાં મતભેદ હોવાને લીધે તેઓશ્રીના સત્તા સમયને માટે મલી આવતે સૌથી પ્રાચીન પુરાવા પ્રભાવક ચરિત્રના બારમે પ્રબંધમાં છે તેને, તથા “વીરવંશાવલિ'માં આપેલી હકીકતનો ઉલ્લેખ કરવાનું હું યોગ્ય માનું છું અને વિશેષ જાણવાની ઈચ્છાવાળાને શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તકેદ્ધાર ફંડના ગ્રન્થાંક ૭૯ની પ્રસ્તાવના વાંચી જવા ભલામણ કરું છું— માનતુંગસૂરિ ગૃહસ્થ અવસ્થામાં બનારસના રહેવાસી ધનદેવ શેઠના પુત્ર હતા, તેઓએ પ્રથમ ચારકીર્તિ નામના દિગંબર મુનિ પાસે દીક્ષા લીધી હતી, અને તે વખતે તેઓનું નામ મહાકીર્તિ રાખવામાં આવ્યું હતું, પરંતુ પાછળથી તેઓએ પોતાની બહેનના કહેવાથી જિનસિંહસૂરિ નામના શ્વેતાંબરાચાર્ય મુનિ પાસે દીક્ષા ધારણ કરી હતી. આ વખતે બનારસમાં હર્ષદેવ નામનો બ્રહ્મક્ષત્રિય જાતિનો રાજા રાજ્ય કરતો હતો, ત્યારે એજ રાજા હર્ષના માનીતા મયૂર અને બાણુ નામના બે બ્રાહ્મણ પંડિતો ત્યાં રહેતા હતા. આ બંને પંડિતાએ પોતાની વિદ્યા અને કલાથી રાજા હર્ષદેવનું મન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું. એક વખત રાજાએ કહ્યું કે –“આજકાલ બ્રાહ્મણોમાં જેટલી શક્તિ છે તેટલી શક્તિ બીજા દર્શનના વિદ્વાનોમાં જોવામાં આવતી નથી.” આ સાંભળીને મંત્રીએ કહ્યું કે હે સ્વામિન! આપ જે કહો છો તે સત્ય જ હશે, પરંતુ આજકાલ આપના જ નગરમાં માનતુંગસૂાર નામના એક જૈન આચાર્ય છે તેઓ પણ સારા વિદ્વાન અને સમાગમ કરવા યોગ્ય છે, જે આપશ્રીની ઇચ્છા હોય તો તેઓને બેલાવીએ.” રાજાએ આજ્ઞા આપી એટલે મંત્રી પ્રાર્થના કરીને માનતુંગરિને રાજસભામાં લઈ ગયો. રાજાએ આચાર્યને ઉદેશીને કહ્યું કે આજના વખતમાં બ્રાહ્મણો જેવી શક્તિ ધરાવે છે તેવી બીજા
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy