SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તુત ગ્રંથમાં આપેલી કથાઓ માટે મેં જે જે પુસ્તકો નો ઉપયોગ કર્યો છે. તેની સંજ્ઞા આ પ્રમાણે છે – શ્રીભક્તામર સ્તોત્ર સાર્થ” પ્રકાશક અમૃતલાલ સુખલાલ વોરા, અમદાવાદ @ શ્રીભક્તામર–મંત્ર–માહામ્ય પ્રકાશક ચુનીલાલ વર્ધમાન શાહ. અમદાવાદ આ “ભક્તામર કથા” પ્રકાશક હિન્દી–જૈનસાહિત્ય પ્રસારક કાર્યાલય, મુંબાઈ ભકતામર સ્તોત્રના મંત્રો તથા યંત્રો– ભક્તામર સ્તોત્ર નું બીજું નામ મંત્રશાસ્ત્ર પણ છે. મંત્રશાસ્ત્રના વિદ્વાનોનો મત છે કે ભક્તામરના દરેક લોકોમાં ભારે ખુબીની સાથે મંત્રનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ તે સમાવેશ કેવી રીતે કરવામાં આવ્યું છે, તેનું જ્ઞાન નહિ હોવાથી તે બતાવી શકવા હું અસમર્થ છું. પરંતુ એટલું તો નિર્વિવાદ કહી શકું છું કે ગુજરાતના દરેકે દરેક વેતાંબર જન ભંડારામાં તેના યંત્રની હસ્તલિખિત પ્રતિઓ મલી આવે છે જેની સંખ્યા સે ઉપરની છે, વળી અજાયબીની વાત તે એ છે કે તે બધી પ્રતિઓમાં ૪૮ કાવ્યો અને તેના ઉપર એકેક યંત્ર આપેલો છે. આ બધી હસ્તપ્રતો એક જ જાતના યંત્રોની છે અને તે યંત્રો બીજા નહિ પણ ઉપરોક્ત ભકતામર કથા' નામના હિંદી પુસ્તકમાં તથા “શ્રીભક્તામર-મંત્ર-માહા” નામના ગુજરાતી પુસ્તકમાં છપાએલા છે તે જ છે. પરંતુ તે યંત્રો શિલા છાપમાં છપાએલા છે અને મલી આવતી હસ્તપ્રતો સાથે મેળવતાં તેમાંના યંત્રોમાં મોટા ભાગે ભૂલો રહી ગએલી છે એવું માલુમ પડવાથી તે અડતાલીસે યંત્રોની આકૃતિઓ મંત્રશાસ્ત્રના જાણકાર વિદ્યમાન આચાર્ય મહારાજ શ્રીજયસિંહસૂરિજી પાસે ફરીથી નવી તૈયાર કરાવીને પ્રસ્તુત ગ્રંથમાં છપાવવામાં આવી છે. આ યંત્રો માટે નીચે મુજબની પ્રતને મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવેલ છે અને તે માટે તે તે પ્રતોના માલિકાનો અને હું આભાર માનું છું ૧ મૂળ પાઠ આચાર્ય મહારાજ શ્રીજયસિંહસૂરિજીના સંગ્રહની બે બે યંત્રોવાલી હસ્તપ્રત. ૨ સંશાવળી આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રભસૂરિજીના સંગ્રહની બે બે યંત્રોવાલી હસ્તપ્રત ૩ ૪ સંજ્ઞાવાળી આચાર્ય મહારાજ શ્રીવિજયપ્રભસૂરિજીના સંગ્રહની એકેક યંત્રવાલી હસ્તપ્રત. ૩ + સંજ્ઞાવાળી વડેદરા વાલા વૈદ્ય જમનાદાસ ચુનીલાલના સંગ્રહની એકેક યંત્રવાલી હસ્તપ્રત. ૪ સંજ્ઞાવાળી ચુનીલાલ વર્ધમાન શાહ છપાવેલી શ્રીભકતામર-મંત્ર-મહાભ્ય’વાળી પુસ્તિકો - ઉપરોક્ત મંત્રો સિવાય શ્રીહરિભદ્રસૂરિ કત ૪૮ યંત્રોવાળી આચાર્ય મહારાજ શ્રીસિંહસૂરિજીના સંગ્રહની અને આચાર્ય મહારાજ શ્રીવિજયપ્રભસૂરિજીના સંગ્રહની મલીને બે હસ્તપ્રતો ઉપરથી બીજા ૪૮ યંત્રો પ્રથમ જ વાર પ્રસ્તુત ગ્રંથમાં છપાવવામાં આવેલાં છે. આ યંત્રોની ચિત્રાકૃતિઓ પણ આચાર્ય મહારાજ શ્રીજયસિંહસૂરિજી એ તૈયાર કરી આપેલી છે. અને તે માટે તેઓશ્રીનો અને ફરીથી આભાર માનવાની તક લઉં છું. આચાર્ય મહારાજ શ્રીજયસિંહસૂરિજીની હસ્તપ્રતમાં હરિભદ્રસૂરિકૃત ૪૩ મા યંત્રની આકૃતિ ન હતી અને આચાર્ય મહારાજ શ્રીવિજયપ્રભસૂરિજીના સંગ્રહની હસ્તપ્રતમાં તો ૪૩ મા યંત્ર ઉપરાંત ૪૬ મા ૪૭મા અને ૪૮ મા યંત્રની પણ ચિત્રાકૃતિઓ નહિ હોવાથી શ્રીહરિભદ્રસૂરિકૃત ૪૩ મા યંત્રની આકૃતિ મુંબઈના રહીશ મુરબ્બી શ્રી મોહનલાલ ભગવાનદાસ સોલિસીટર ના સંગ્રહની હસ્તપ્રત ઉપરથી
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy