SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ મહામાભાવિક નવસ્મરણ. અમે બે વર્ષ સુધી સર્વત્ર એની તપાસ કરી, પરંતુ તેને કાંઈ પત્તો ન લાગ્યો.” હમણાં આ અપુરથી ત્યાં આવેલા કોઈએક માણસે અમને કહ્યું કે –“પ્રિયંકર નામના વ્યાપારીને પુત્ર, અમુક ઉમરને, અમુક પ્રકારના રૂપવાળે, [અને] પરોપકાર પરાયણ છે. આ પ્રમાણે તેને બરાબર પત્તો મળવાથી અમે અહીં આવેલ છીએ. પહેલાં જિનમંદિરે જઈને પ્રભુજીને અમે વંદન કર્યું. કેમકે – “આગલિ જાતાં કેટ, જેહિં ન નામી દેવગુરૂ; માથઈ વહાંસિ પિટ, ભેઅણ સાંસઈ સાંપડઇ.-ર૧૭ કાર્ય માટે આગળ વધતા [અર્થાત્ કાર્ય કરવા માટે જતા એવા જે માણસે દેવ, ગુરૂની આગળ પિતાનું મસ્તક ઝુકાવતા નથી; તેઓને માથે પિટલા ઉંચકતા પણ ખાવાનું મુશ્કેલીથી મળે છે.” અહીં આવીને અમે એક જણને પૂછયું કે-“પ્રિયંકર યાં રહે છે?” તેણે કહ્યું કે “તે રાજમાર્યો હોવા છતાં પણ સાચા કે બેટા ચેરીના કલંકથી આજે જ રાજાએ તેનો નિગ્રહ કર્યો છે.” એમ સાંભળીને અમે અહીં આવ્યા છીએ. વળી હે રાજન ! તમારા દશનથી અમારો આજનો દિવસ સફળ થવે છે. પછી રાજાએ પ્રિયંકરને આગળ બોલાવ્યો. વૃદ્ધા બોલી કે આ જ મારો પુત્ર છે. એમ કહીને તે ભેટી પડી અને કહેવા લાગી કે-“હે વત્સ ! તું શા કારણથી રીસાઈ ગયો હતો? જે તને રસ ન હતી ચડી તે તું કુટુંબને મૂકીને અહીં કેમ આવતો રહ્યો છું ? બીજી સ્ત્રી બોલી કે-આ જ મારો ભાઈ છે, તેણે પણ તે જ પ્રમાણે આલિંગન વગેરે કર્યું. ત્રિીજી સ્ત્રી બોલી કે-આ જ મારો દિયર છે. ચોથી સ્ત્રી બોલી કે–આ જ મારો પતિ છે. એમ કહી તેનું મુખ જોઈને શરમથી નીચું મુખ કરીને તે ઊભી રહી. સભામાં બેઠેલા બધાને આશ્ચર્ય થયું. લોકો બોલવા લાગ્યા કે–પ્રિયંકરની લુચ્ચાઈ ઉઘાડી પડી ગઈ. કેમકે – વિદ્યામઃ સથાય, જ્ઞાનરો નિત્રયમ્ | સમસ્ત vમાસાન, મોનમઃ પુસ્તક પર૧૮” વિદ્યાનો ઢોંગ ક્ષણભર માટે ટકે છે, જ્ઞાનને ઢંગ ત્રણ દિવસ ટકે છે; રસ (પ્રેમ) ને દંભ છ મહિના નભે છે, (પરંતુ) મૌન દંભ તે પારખવો મુશ્કેલ છે.” કોઈક કહેવા લાગ્યા કે આ પુણ્યશાળી પુરૂષરત્નને ચોરીનું કલંક લાગી ગયું. કારણ કે --- શfફાનિ હૂંજુ વાદ વદાર પાના जलधिजलमपेय पण्डिते निर्धनत्वम् । स्वजनजनवियोगो दुर्भगत्वं सुरूपे धनवति कृपणत्वं रत्नदोषी कृतान्तः ॥२१९॥
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy