SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયંકર નૃ૫ કથા. २०७ કાર્યોનું પરિણામ વિપત્તિની પ્રાપ્તિ પર્યત શલ્ય તુલ્ય થઈને હૃદયને બન્યા કરે છે.”—૨૧૪ વળી હે સ્વામિન ! એને વિનયગુણ જ એના કુલીન પણાને અને સદાચારીપણાને પ્રગટ કરે છે. કહ્યું છે કે – "हंसा गतिं पिकयुवा कलकूजितानि નૃત્યે ાિથી ઘરમrs મૃોન્ટ્રા તજી #સ્ટાદિક્ષા જૈઃ શિક્ષિતા વિનચાર્જ તથા યુરીના ? ર” હંસને ગતિ, કોયલને કંઠની મધુરતા, મયૂરને નૃત્ય, સિંહને પરમ શૌર્ય, ચંદનવૃક્ષને સુગંધી અને શીતળતા તથા કુલીનજનેને વિનય યુક્ત કાર્ય કોણે શીખવ્યાં છે? અર્થાત્ આ બધું સ્વાભાવિક જ હોય છે. તેથી હે રાજન ! આ બધી દેવની કરામત સમજવી જોઈએ. રાજાએ કહ્યું કે:-મંઝિશ્વર ! આ તારો જમાઈ હોવાથી ખરેખર તું એને પક્ષ કરતો લાગે છે. પરંતુ ચારનો પક્ષ કર કોઈને પણ શ્રેયકર નથી. કેમકે – ચોર, ચારને સલાહ આપનારો, ચારના ભેદને જાણનાર, ચોરની સાથે ક્રયવિકય કરનારા, ચોરને ભેજન આપનાર, ચોરને રહેવાનું સ્થાન આપનાર તથા ચોરની સાથે મસલત કરનારો–એ સાત પ્રકારે ચોર કહેલા છે.”—૨૧૬ પછી ભય પામેલો એ મંત્રિ મૂંગેજ બેસી રહ્યો. રાજાએ સેવકોને કહ્યું કેઆ હારના ચોર (પ્રિયંકર)ને મજબૂત રીતે બાંધો. એટલે તેઓએ તેજ વખતે બાંધી લીધે. [ પછી ] રાજાએ મંત્રિને કહ્યું કે-“ભૂમિદેવ નિમિત્તિયાએ હારના ચોરને [મારું ] રાજ્ય મળવાનું કહ્યું હતું, પરંતુ [ હવે તે તેને ] મેં કહેલું શૂળીનું રાજ્ય મળશે. મારું રાજ્ય તો મારા પુત્રો અને કુટુંબીઓ જ કરશે.” મંત્રિ બોલ્યો કે-હે રાજન ! આપનું સર્વ કથન સત્ય જ છે. આ વખતે ત્યાં રાજસભામાં દિવ્ય રૂપવાળી, ઉત્તમ આભૂષણવાળી, [અને] દિવ્ય લોચનેવાળી એવી કોઈ ચાર સ્ત્રીઓ આવી પહોંચી. રાજાએ તેમનું સ્વાગત કર્યું અને તેઓનું રૂપ જોઈને સભાજનો અત્યંત વિસ્મય પામ્યા. રાજાએ તેઓને પૂછયું કે-“તમે કયાંથી અને શા હેતુથી અહીંયાં આવ્યાં છે? શું તીર્થયાત્રા માટે આવ્યા છે કે સ્વજને મલવા માટે આવ્યા છે? મારા લાયક જે કાંઈ કામ હોય તે કહો.” તેઓમાંથી એક વૃદ્ધા બોલી કે –“હે રાજેન્દ્ર અમે પાટલીપુત્ર નગરથી અહીં આવીએ છીએ. આ પ્રિયંકર નામને મારો પુત્ર ઘેરથી રીસાઈને ચાલ્યો ગયે હતો,
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy