SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ મહામાભાવિક નવરમરણ. પ્રમાણે ] મેટી મુશ્કેલીમાં પડેલા એવા અમને શું કરવું કે શું ન કરવું તેની કાંઈ સમજણ પડતી નથી. (વળી) અષ્ટમી તથા ચતુર્દશીના દિવસે વિશેષ કરીને પીડા થાય છે, શરીર ભારે થઈ જાય છે, તે દિવસે તે કાંઈ ખાતી નથી, કાંઈ બોલતી નથી અને પૂછીએ તેને પણ કાંઈ ઉત્તર આપતી નથી, તેથી તેની સાથે કોઈ લગ્ન પણ કરતું નથી. માટે હે પ્રિયંકર ! પારકાનું ભલું કરનાર એવો તું મારા પર કૃપા કરીને મારી ચિંતાને દૂર કર અને કઈ પણ ઉપાયે ફાયદો કર. આ બાબતમાં જે કાંઈ ધન વગેરે જોઈએ, તે તું કહે તો હું તને પ્રથમથી જ આપું. પિતાના સંતાન વગેરે માટે નહિ વાપરેલા એવા ઘણા ભેગા કરેલા પણ અસ્થિર ધનથી શું લાભ ? કેમકે – "देवे गुरो च धर्मे च, स्वजने स्वसुतादिषु । __ यद् धनं सफलं न स्यात् , तेन किं दुःखहेतुना ॥१६५॥ દેવ, ગુરૂ, ધર્મ, સ્વજન અને પિતાના પુત્રાદિકના ઉપયોગમાં આવી જે ધન સફળ થતું નથી, તેવા દુઃખના હેતુરૂપ ધનથી શું ? - કુમારે કહ્યું કે અગુરૂ, કપૂર, કરતૂરી વગેરે ધૂપની સામગ્રી લાવો, કે જેથી હું કાંઇક તેને ઉપાય કરું, જે એનું પુણ્ય પ્રબળ હશે, તે માટે કરેલો ઉદ્યમ જરૂર સફળ થશે. કહ્યું છે કે – "उद्यमः प्राणिनां प्रायः, कृतोऽपि सफलस्तदा । यदा प्राचीनपुण्यानि, सबलानि भवन्ति हि ॥१६६।। પ્રાણીઓએ કરેલો ઉદ્યમ પણ પ્રાયે કરીને ત્યારે જ સફળ થાય છે, કે જ્યારે તેઓનાં પૂર્વ પૂ પ્રબળ હોય છે.” મંત્રિએ ધૂપ, ફૂલ વગેરે લાવીને તેને સમર્પણ કર્યા. પછી કુમાર અષ્ટમી તથા ચતુર્દશીના દિવસે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાને પુષ્પાદિકથી પૂજન કરીને તથા તેની સન્મુખ શ્રેષ્ઠ સુગંધવાળે ધૂપ કરીને, પંચામૃતને તેમ કરીને નિરંતર ઉપસહર સ્તોત્ર પાંચ વખત ગણવા લાગે. (અને તેના પ્રભાવથી) પ્રધાન પુત્રીને ધીમે ધીમે ફાયદો થતો ગયો. આ અવસરે કુમારનું શું થયું તે સાંભળે-પ્રિયંકરના ઘેર કોઈક મધ્યમ વયન નિર્ધન બ્રાહ્મણ દેશાંતરથી આવે; અને આશીર્વાદ દઈને તેની સન્મુખ બેઠે. પ્રિયંકર મધુર વચનથી બોલ્યો કે.-“હે દ્વિજોત્તમ ! અહીં આપનું આગમન શા નિમિત્ત થયું છે ?” તે બોલ્યો કે - “હે સતપુરૂષ ! તમારા લાયક કાંઈક કાર્ય છે.”
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy