SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પ્રિયંકર નૃપ કથા. जलदो भास्करो वृक्षो, दातारो धर्मदेशकाः । एतेषामुपकाराणां, नास्ति सीमा महोतले ॥१६२॥ નદીઓ પરોપકારના માટે જ વહે છે, પરોપકારના માટે જ વૃક્ષે ફળ આપે છે; ગાયે પરોપકારના માટે જ દૂધ આપે છે, [અને] સજજનોની વિભૂતિઓ પરોપકારના માટે જ હોય છે.”—૧૬૧ વળી-“મેઘ, સૂર્ય, વૃક્ષ, દાતાર અને ધર્મનો ઉપદેશ આપનારા [ગુરૂઓ]ના ઉપકારની દુનિયા પર સીમા (હદ) જ નથી !”—૧દર [માણસો] સ્નેહ પણ સ્વાર્થના કારણે હોય છે કહ્યું છે કે – જન્મથી નિવાસ કરવાને લીધે વિંધ્યાચળ પર હાથીને પ્રીતિ હોય છે, સુગંધ આપવાના ઉપકારથી ભમરાની કમળમાં પ્રીતિ હોય છે, એક બીજાના સંબંધને લીધે સમુદ્ર અને ચંદ્રને પરસ્પર પ્રીતિ દેખાય છે, (અને) પાણીના લોભથી ચાતક પક્ષી મેઘ પર પ્રીતિ રાખે છે–આ પ્રમાણે સર્વત્ર કાંઈકને કાંઈક નિમિત્તને લઈને પ્રાણીઓની પ્રીતિ બંધાય છે; [પરંતુ ] મયૂરને જે સ્નેહ વરસાદના પાણીમાં નિષ્કારણતાથી હોય છે તે જ સાચો નેહ સમજવો અર્થાત્ મયૂર અને મેઘની જેમ નિષ્કારણ અને નિર્દોષ પ્રીતિ તો વિરલ જ જોવામાં આવે છે.”—૧૬૩ [હે મહાનુભાવ! ] તને બધા ઉપર નિઃસ્વાર્થ સ્નેહ છે, તેથી તારા યોગ્ય કાંઈક કાર્ય હું કહું છું. કુમારે કહ્યું કે:-“હે મંત્રિન્ ! હું તો તમારે સેવક છું, જે કાર્ય હોય તે કહો.” પછી મંત્રિએ પિતાની પુત્રીનું સ્વરૂપ આ પ્રમાણે નિવેદન કર્યું–એક દિવસે મારી પુત્રી પિતાની સખીઓ સાથે કીડા કરવાને વાડીમાં ગઈ હતી. ત્યાં કોઈક શાકિની, ડાકિની, ભૂત, પ્રેત, અથવા તો વ્યંતરનો દોષ તેને વળગ્યો છે. તે વાતને એક વર્ષ કરતાં વધારે સમય વીતી ગયો છે. તે સંબંધમાં ઘણું ઉપચારો કરવા છતાં પણ દુર્જનને જેમ સારા વચનોથી ગુણ ન થાય તેમ તે બધા ઉપચાર નિષ્ફળ ગયા છે. વળી તે માટે વાહ દેવદેવીઓની માનતા માની, ઘણા વૈદ્યોની દવાઓ કરી, પરંતુ કોઈ રોગ કહે છે, કઈક ભૂતાદિ દોષ કહે છે અને કેઈક ગ્રહ વગેરેની પીડા છે એમ કહે છે. કહ્યું છે કે – ___ “वैद्या वदन्ति कफपित्तमरुत्याको ज्योतिर्विदो ग्रहकृतं प्रवदन्ति दोषम् । भूतोपसर्गमथ मन्त्रविदो वदन्ति कर्मेति शुद्धमतयो यतयो वदन्ति ॥१६॥ વૈદ્યો વાત, પિત્ત કે કફનો પ્રકોપ કહે છે, જ્યોતિષના જાણકારે ગ્રહનો દોષ કહે છે; માંત્રિકો ભૂતે કરેલા ઉપસર્ગ છે એમ કહે છે અને નિર્મળ બુદ્ધિવાળા સાધુ પુરૂ કમને જ દોષ બતાવે છે.”
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy