SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયંકર નૃ૫ કથા આવી. ત્યારપછી મસ્તક પર લાકડાને ભારે ઉપાડીને આવતો માણસ મળે. આ શુકન પણ રાજ્યને સૂચવનારું છે. કહ્યું છે કે – "प्रवेशे निर्गमे वापि, पट्टो भवति सन्मुखः। तस्य राज्यं समादेयं, शकुनझेन निश्चितम् ॥१४३॥ (નગરમાં) પિસતાં કે નીકળતાં જે લાકડાને ભારે સામે મળે તો તેને રાજ્યની પ્રાપ્તિ થાય, એમ શકુનના જાણનારાઓએ નિશ્ચિત કરેલું છે.” નગરમાં આગળ જતાં તેમને દારૂ ભરેલો ઘડો મલ્યો. એટલે પંડિત બે કે –“કુમાર ! શુકન તે ઉત્તમ પ્રકારનાં થાય છે.” કુમારે કહ્યું કે –“કેવી રીતે ?” પંડિતે કહ્યું કે-“પહેલાં વધામણું, પછી લાકડાને ભારે અને પછી વળી આ દારૂને ભરેલો ઘડે.” કુમારે કહ્યું કે-“આ ઘડામાં શું છે?” તે બોલ્ય– "मदः प्रमादः कलहश्च निद्रा, द्रव्यक्षयो जीवितनाशनं च । स्वर्गस्य हानिः नरकस्य पन्था, अष्टावनाः करके वसन्ति ॥१४४॥ આ ઘડામાં મદ, પ્રમાદ, કલહ, નિદ્રા, દ્રવ્યને ક્ષય, જીવિતને નાશ, સ્વર્ગની હાની અને નરકની પ્રાપ્તિ, આ આઠ અનર્થો રહેલા છે.” કુમારે કહ્યું કે –“હે પંડિત ! જેમાં અનર્થ હોય તે ઉત્તમ શકુન કેમ ગણાય ?” પંડિતે કહ્યું–આવા પ્રકારની કઈ ચીજ હોય ? તેણે કહ્યું–દારૂ, તો પછી આ દારૂ ભરેલે ઘડે છે અને તેને શકુન શાસ્ત્રના જાણકારોએ ઉત્તમ શકુન તરીકે માને છે. કારણ કે "कन्यासाधुमहीशमित्रमहिषीर्वादिवर्धापनं वीणामृन्मणिचामराक्षतफलं छत्राब्जदीपध्वजाः । वस्त्रालङ्कृतिमद्यमांसकुसुमस्वर्णादिसद्धातवो गोमीना दधिदर्पणाग्निविमलाः श्रेष्ठाः कृता दक्षिणे ॥१४५॥ કન્યા, સાધુ, રાજા, મિત્ર, ભેંશ, દર્ભ વગેરે વધામણીની વસ્તુઓ, વીણા, માટી, મણિ, ચામર, અક્ષત, ફળ, છત્ર, કમલ, દીપક, ધ્વજા, વસ્ત્ર, અલંકાર, દારૂ, માંસ, પુષ્પ, સોનું વગેરે ઉત્તમ ધાતુઓ, ગાય, માછલાં, દહીં, દર્પણ, અગ્નિ આ બધી વસ્તુઓ જમણી બાજુએ મલે તો તે શ્રેષ્ઠ કહેલાં છે.” આ પ્રમાણે સાંભળીને કુમારે પ્રમુદિત થઈને, શકુનની ગાંઠ બાંધી અને તેની સાથે સાથે તેના ઘેર ગયો. ત્યાં પંડિતે બહુમાનપૂર્વક પિતાની સેમવતી નામની પુત્રી આપવા માટે પ્રાર્થના કરી. કુમારે કહ્યું-હું એ વાત પણ જાણતું નથી, મારા પિતા જ તે જાણી શકે, હું ફક્ત સ્વપ્રફળ પૂછવાને માટે જ અહીં આવ્યો
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy