SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ “૧ થીપાર્થઃ વ4 વો નિર્ચ થી શરૂ થતું “મંત્રાધિરાજ સ્તોત્ર' પાના ૪૧ થી ૪૪ સુધી મૂળ તથા પાના ૩૩૨ થી ૩૩૮ સુધી તેનું ગુજરાતી ભાષાંતર અને તે સ્તોત્ર ઉપરથી શ્રીજયસિંહસૂરિજી મહરાજ સાહેબે તૈયાર કરેલો ‘ચિંતામણિયંત્ર” તથા ૨. શ્રીમેરૂતુંગસૂરિ વિરચિત ‘ઝ નમો વવાય.” થી શરૂ થતું મંત્રગભિતસ્તોત્ર, ૩ શ્રીપૂર્ણકલશગણિ વિરચિત મન્નયન્ટાદિ તથા ઔષધ ભેષજાદિ ગર્ભિત પજ્ઞ ટીકા તથા પ્રાચીન ગુજરાતી ભાષામાં તેઓએ જ કરેલા ભાષાંતર સહિત શ્રી સ્તંભનપાર્શ્વજિનસ્તવ” પાનાં ૫૦ થી ૬૯ સુધી, ૪ મહાશ્રાવક શિવનાગ કે જેઓએ કેટિધ્વજ હોવા ઉપરાંત નાગરાજ ધરણેન્દ્રને આરાધીને સર્વ સિદ્ધિ કરનાર તથા જાપ કે હોમાદિક વિના તુરત જ વિષનો નાશ કરનાર એ મંત્ર ધરણેન્દ્રની પાસેથી મેળવ્યા હતા. કે જે મન્ત્રના પ્રભાવથી તેઓ ફૂક અને પિતાના હાથના સ્પર્શમાત્રથી આઠે નાગકુળાના વિષને નાશ કરતા હતા. અને તેથી જ ભવ્ય જનોના કલ્યાણને માટે તે મત્રની રચના અને પ્રભાવયુક્ત “ધરણેન્દ્ર' શબ્દથી શરૂ થતુ મહામાભાવિક “શ્રી પાર્શ્વનાથસ્તોત્ર બનાવેલું હતું તે પણ તેઓની પિતાની જ ટીકા સહિત પાના ૭૦ થી ૮૭ સુધી અને તેને લગતી ઓગણીશ મંત્રાકૃતિઓ પણ આપેલી છે વળી મહામત્ર ગર્ભિત “શ્રી મદ્ર' થી શરૂ થતું “શ્રી કલિકુડપાર્શ્વજિન સ્તવન” શ્રી અજિતસિંહાચાર્ય વિરચિત અરે મઢ મ– ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તોત્ર” શ્રી સંધવિજયગણિ વિરચિત મંત્રમય શ્રી પાર્થસપ્તતીથી સ્તવન” વગેરે સ્તવને પણ વાંચકોને એક વાર જોઈ જવા મારી નમ્ર વિનંતિ છે.” ૬ અજિતશાંતિ સ્તવન– આ સ્તવનનું નામ પણ તેની અંદર કરવામાં આવેલી શ્રી અજિતનાથ તથા શાંતિનાથની સ્વતિ ઉપરથી પડેલું છે. આ સ્તવનના કર્તા તરીકે શ્રીનંદિષેણ મુનિ છે તે બાબતમાં તે બધા પૂર્વાચાર્યો એક મત છે, પરંતુ તેઓની પરંપરા માટે બે મત છે. શ્રી જૈન શ્રેયસ્કર મંડળ મહેસાણા તથા શ્રી જૈનઆત્માનંદ સભા ભાવનગર તરફથી પ્રસિદ્ધ થએલ “પંચપ્રતિક્રમણ સૂત્ર માં તેના રચયિતા સંબંધી નીચે મુજબ ઉલ્લેખ કરેલો છે – “પૂર્વે વદ્ધમાન જિન શિષ્ય શ્રી નંદિણજી શ્રી શત્રુંજયતીર્થે યાત્રા માટે ગએલા ત્યાં મૂળપ્રાસાદ માં પ્રથમ તીર્થકર શ્રી આદિનાથને નમસ્કાર કરીને પછી બે પ્રાસાદમાં રહેલા અજિતનાથ અને શાંતિનાથને નમસ્કાર કરી તે બંને પ્રાસાદની વચ્ચે કાયોત્સર્ગ રહ્યા. યથાશક્તિ કાયોત્સર્ગ પૂર્ણ કરીને શ્રી અજિતનાથ અને શાંતિનાથ જિનની એક સાથે રસ્તુતિ કરી. આ વિષે કઈ આચાર્ય એમ કહે છે કે–આ શ્રીનંદિષેણુગણિ શ્રી નેમિનાથ ભગવંતના શિષ્ય હતા, અને તેઓ જ્યારે શ્રી શત્રુંજ્ય તીર્થે યાત્રાર્થે આવેલા ત્યારે ઉત્તર અને દક્ષિણ દિશામાં રહેલા શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથના બે પ્રાસાદના અંતરાળે રહીને શ્રી અજિતનાથ અને શાંતિનાથની સ્તુતિ એક સાથે કરી. શ્રી શત્રુંજય મહાકલ્પને વિષે કહ્યું છે કે " नेमिवयणेण जत्तागएण जहिं नंदिसेणगणिवणा । विहिओ अजिअसंतिथओ जयउ तयं पुडरियं तित्थं ॥ આ પ્રમાણે શ્રી અજિતશાંતિ સ્તવનના કર્તા શ્રી નંદિષણને કાઈ શ્રી મહાવીર જિનના શિષ્ય અને કઈ શ્રી નેમિનિના શિષ્ય કહે છે.”
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy