SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૐ ભગવન્! અદ્યાપિ આપનુ આયુષ્ય બાકી છે, તે તે ક્ષીણુ કેમ થઈ શકે ? કારણકે આપશ્રી જેવાની વિદ્યમાનતા ઘણા પ્રાણીઓને ઉપકારરૂપ છે;એમ કહીને ધરણેન્દ્ર તેઓશ્રીને અઢાર અક્ષરના ( ચિંતામણિ મંત્ર) આપ્યા, કે જેના સ્મરણુરૂપી જલથી નવ પ્રકારના રાગેાના નાશ થાય, આ પ્રમાણેના અઢાર અક્ષરને મંત્ર માનતુ ંગસૂરિને અર્પણ કરી ધરણેન્દ્ર પાતના સ્થાનમાં પાતાલક્ષેાકમાં ચાલ્યા ગયા. પછી પરોપકારપરાયણ તે શ્રીમાન માનતુંગસૂરિએ તે મંત્રાક્ષરા ગર્ભિત નવીન ભયહર સ્તવની રચના કરીકે જે અદ્યાપિ પર્યંત વિદ્યમાન છે. તે મઞાક્ષરાના પ્રભાવથી આચાર્ય મહારાજના દેહ હેમંત ઋતુના કમળની શોભા સમાન થઈ ગયા, કારણુ કે અદ્ભુત ગુણાના નિધાન એવા તેને શું દુર્લભ હેાય ? જે ભવ્યપુરૂષ ! આ ભયહર (નમિઊણુ) સ્તવના સવારે અને સાંજે શુભ ભાવથી પાઠ કરે છે તેના વિવિધ ઉપસર્ગો દૂર થાય છે.” અત્યારના જમાનામાં કેટલાક સાધુવ↑ આ ભયહર તેંત્રને પાઠે સવારમાં નહીં કરવાનું કહે છે અને આ સ્તોત્રમાં પાર્શ્વનાથપ્રભુના ઉપસર્યાંનુ વર્ણન આવતું હાવાથી તેને પાઠ કરનારને ઉપસર્ગ થાય છે એવી રીતે શ્રાવકાને સમજાવે છે, તેઓને આ માનતુ ંગસૂરિપ્રબંધ' ના ૧૬૫ મા શ્લાક વાંચીને લક્ષમાં લેવા મારી નમ્ર વિનંતિ છે, પ્રસ્તુત સ્તેાત્રની મ`ત્રમય સંસ્કૃત ટીકા સૌથી પ્રથમ ભારા તરફથી પ્રસિદ્ધ થયેલ ‘મંત્રાધિરાજ ચિંતામણિ' નામના ગ્રંથના પાના ૧૪ થી ૨૯ સુધી છપાવવામાં આવેલ છે, તેના ઉપરથી ગુજરાતી ભાષાંતર કરીને પ્રસ્તુત ગ્રંથમાં તેને લગતી ચિત્રાકૃતિ કે જેની સંખ્યા ૨૧ છે તે પણ આપવામાં આવી છે. આ મંત્રમય ટીકા કયા મહાપુરૂષે રચેલી છે તેના ઉલ્લેખ કાંઈ મલી આવતા નથી, પરંતુ તેની પ્રથમ ગાથાની ટીકામાં દર્શાવેલા ખીજા અને ત્રીજા યંત્રમાં ‘સપ્તતિ શત યંત્ર 'ની રચના મલી આવે છે, તેથી આ મંત્રમય ટીકાના રચિયતા મહાપુરુષ ‘તિયહુત્ત સ્તોત્ર 'ની ઉત્પત્તિ પછી થયા હોય એમ સ્પષ્ટ જણાઈ આવે છે. વળી ખીજા યંત્રની સાથે જ ટીકાકાર ઘટાકર્ણના મંત્રાક્ષરાના ઉલ્લેખ વિસ્ફોટકના નાશને માટે કરે છે, તે ઉપરથી એમ પણ સાખીત થઈ શકે છે કે તેઓશ્રી ટીકાકારના સમયમાં ઘટાકર્ણ મંત્ર ’ વધારે પ્રચલિત હશે, આ ટીકામાં માઁ આવતા મત્રાક્ષરા આ પ્રમાણે છેઃ— ૩૪. ઘટાવને ! મહાવીર ! સર્વિિવજ્ઞારાજ ! વિòોટમયે પ્રાપ્ત રક્ષ રક્ષ મહાવળ સ્વાહા.''-મ’ત્રાધિરાજ ચિંતામણી પાનુ, ૧૫ પ્રસ્તુત મ་ત્રમય ટીકા ઉપરાંત ‘ ચિંતામણિ મંત્ર’ગર્ભિત ખીજા પણ નીચે મુજબના સ્તોત્રના ‘ મંત્રાધિરાજ ચિંતામણિ' નામના પુસ્તકમાં પ્રગટ થયેલાં છેઃ— * ૧ શ્રી માનતુંગસૂરિશિષ્ય શ્રી ધર્માંધાષસૂરિ વિરચિત ‘ ચિંતામણિકલ્પ ' પાનું ૩૦થી ૩૪, ૨ ‘ચિંતામણિ સંપ્રદાય,' ૩ ‘ ચિંતામણિ કલ્પેસાર,' ૪ શ્રીતરૂણપ્રભસૂરિ વિરચિત ‘ શ્રીપાશ્વ જિન સ્તોત્ર ' । શ્રીકમલપ્રભાચાર્ય વિરચિત ‘શ્રીપાર્શ્વ પ્રભુ સ્તવન ' । શ્રીરત્નકીર્તિસૂરિ વિરચિત શ્રીપા જિન સ્તવન ૭ શ્રીજિનપતિસૂરિ વિરચિત શ્રીચિંતામણિ પાર્શ્વનાથ સ્તાત્ર’ગુજરાતી ભાષાંતર સહિત પાનું ૪૪થી ૪૭.’ પ્રસ્તુત સાતે સ્તા ‘ ચિંતામણિ મંત્ર ગર્ભિત ' છે અને તે ઉપરાંત બીનું સ્તોત્રા પણ મન્ત્રાન્નાયાવાળાં છે જેમાંના કેટલાંકના નામેા આ પ્રમાણે છેઃ
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy