SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ મહામાભાવિક નવસ્મરણ. સુગંધ વગરના ફૂલની જેમ Àાભા નથી, તેમ આયુષ્ય વગરના મંત્રીશ લક્ષણવાળા મનુષ્યની(પુત્રની) શેાભા શા કામની?” એક ( પુત્ર ) તે પહેલાં મરી ગયા. ( અને) ખીજાની આશા કરીએ છીએ; પરંતુ તે આશા દૈવ-ભાગ્યને આધીન છે. પછી બીજી વાર ઝાડમાંથી આકાશવાણી થઇ કેઃ--- એ માલક ચિર જીવસઇ, હાસઇ ધનની કેાડ; સેવા કરસઇ રાયસુઅ, સેવક પર કર જોડ.-પપ આ માલક દીર્ઘાયુષી થશે (અને) તેને કરાડાનું ધન થશે-મળશે; રાજપુત્રો પણ બે હાથ જોડીને તેની સેવા કરશે” [ આ સાંભળીને ] માતા પિતા હર્ષિત થયા. આ દેવવાણી હાવી જોઇએ, તેમ ધારીને ઉંચે જોયું, પણ તેઓએ કાઈ પણ દેવને દીઠા વહે. [ તેથી ] પાસદને કહ્યું કેઃ-“માટે ભાગે પ્રાણીઓને પુણ્ય વગર દેવનું દર્શન થતું નથી–” [ જેવી રીતે ] સેવા કરવામાં તત્પર એવા દેવા તીર્થંકરાના ક્લ્યાણક મહાત્સવ ઉજવવા તેઓના પ્રબળ પુણ્યના યેાગે આવે છે. [ તેવી જ રીતે ] જેએનું પ્રબળ પુણ્ય હોય, તેઓને દેવતાએ પ્રત્યક્ષ થાય છે.”-૫૬ ત્યારપછી શેઠે પુછ્યું કેઃ “આપ કયા દેવ છે, આપનું નામ શું છે ? ( અને) અમારા ઉપર આપને શાથી હેત છે” દેવ આલ્યે!--“તમારા જે પુત્ર મરી ગયા હતા તે હું છું. તમેાએ કહેલા નમસ્કાર મહામંત્રના શ્રવણથી ધરણેના પરિવારમાં દેવ તરીકે ઉત્પન્ન થએલે એવા હું અહીં રહું છું. માતા, પિતા અને ભાઇ ઉપરના સ્નેહને લઇને, મારા ભાઇને જ્યાંસુધી રાજ્ય પ્રાપ્ત થશે ત્યાં સુધી હું મદદ કરીશ. આ મારા ભાઇ બહુ જ ભાગ્યશાળી છે. માટે તમારે હવે કાઇ પણ જાતની ચિંતા કરવી નહિ. પરંતુ આ બાળકનું' મારા નામે નામ પાડો, જેથી એ લાંબા આયુષ્યવાળા થશે.” પિતાએ કહ્યુ કે:“તારૂં શું નામ છે ?” દેવે કહ્યું કે: “મારૂં નામ પ્રિયંકર છે.” તેથી પુત્રનુ એ જ નામ પાડવામાં આવ્યું. પિતાએ કહ્યુ કે:-“દેવના નામથી આ બાળક અમર થાઓ !” ફરીથી દેવે કહ્યું કે કોઇ મુશ્કેલ કાર્ય આવી પડે અથવા સ'કટ આવી પડે, ત્યારે અહીં આવીને, મારા સ્થાનક ઝાડની આગળ ભેગ ( ધૂપાદિક ) કરજો, જેથી તમારી આશાઓ-ઇચ્છાઓ હુ પુરી કરીશ.” કારણ કેઃ“ભેાગથી દેવતાઓ, વ્યંતરદેવતાઓ અને ભૂત-પ્રેતે સંતુષ્ટ-પ્રસન્ન થાય છે. (તેથી) ભાગ સકટના નાશ કરનાર છે.”
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy