SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયંકર નૃ૫ કથા ગમન કરતાં જે કુતરો કાન ખંજવાળે તો જાણવું કે ધનને લાભ તથા મહત્વની પ્રાપ્તિ થશે.” પછી શેઠ શુકનની ગાંઠ વાળીને, પોતાના પરિવાર સહિત આગળ ચાલ્યા. અનુક્રમે અશેકપુરની નજીકમાં આવી પહોંચ્યા. એટલે શેઠે કહ્યું–અહીં વાડીમાં ભજન કરીને આપણે નગરમાં પ્રવેશ કરીએ. કારણકે કહ્યું છે કે – "अभुक्त्वा न विशेद् ग्रामं, न गच्छेदेककोऽध्वनि। ग्राह्यो मार्गे न विश्रामः, पञ्चोक्तं कार्यमाचरेत् ॥५०॥" ભોજન કર્યા સિવાય ગામમાં પ્રવેશ કરે નહિ, માર્ગે જતાં એકલા જવું નહિ, રસ્તે જતાં (વચમાં) વિસામો લેવે નહિ અને પંચ-પાંચ માણસ જે કહે તે કાર્યનું આચરણ કરવું.” પછી એક આંબાના ઝાડ નીચે વિસામો લઈ, દેવપૂજા કરીને શેઠે પિતાના પરિવાર સહિત ભોજન કર્યું, પછી ત્યાં ક્ષણભર વિશ્રાંતિ લઈને શેઠ વિચાર કરવા લાગ્યા કે શહેરમાં વ્યાપાર કેવી રીતે થશે ? મુડી વગર લાભ ન થાય. કારણ કે કહ્યું છે કે "दुग्धं देयानुसारेण, कृषिर्मेधानुसारतः।। लाभो द्रव्यानुसारेण, पुण्यं भावानुसारतः ॥५१॥ [ઢોરને] દીધા પ્રમાણે-ખેરાક ખવરાવ્યા પ્રમાણે-દુધ, વરસાદના પ્રમાણે ખેતી, મુડી પ્રમાણે લાભ અને ભાવના પ્રમાણે પુણ્યની પ્રાપ્તિ થાય છે. વસ્ત્ર વગેરેના આડંબર વિના ધનવાનોના નગરમાં ધનની પ્રાપ્તિ શી રીતે થાય? (અને) ઉધાર પણ કોઈ આપે નહિ. કારણ કે –“સ્ત્રીઓમાં, રાજદરબારમાં, સભામાં, વ્યવહારમાં, શત્રુઓમાં અને સાસરામાં પણ આડંબરની જ પૂજા થાય છે.' એવામાં અકસ્માતું આકાશવાણી થઈ કે - એ બાલક એ નગરનું, રાજા હસિ જાણિ; પનરે વરસે પુષ્ય બલઇ ચિંતા હાઈમ આણિ-૫૩ આ બાળક પંદર વરસની ઉંમર થતાં જ આ નગરને રાજા થશે, માટે મનમાં (4) કશી ચિંતા ન કરીશ.” (આ સાંભળીને) માતા પિતા બોલ્યા કે–આ બાળકના રાજ્યની સાથે અમારે કાંઈ પ્રયોજન નથી, પરંતુ અમારે તેનું આયુષ્ય દીર્ઘ હોય તેટલું જ પ્રયોજન છે. અર્થાત તે જીવતો રહે એટલે બસ. કારણ કે –“પાણી વિનાનું સરોવર અને
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy