SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયંકર નૃપ કથા. ૧૫૧ જળમાં, અગ્નિમાં, પર્વતમાં, ચેરના ઉપદ્રવવાળા માર્ગમાં અને ભૂત પ્રેતથી વ્યાપ્ત સ્થાનમાં આ (ઉપસર્ગહર) સ્તોત્રનું સ્મરણ કરવાથી સર્વ પ્રકારના ભયનું નિવારણ થાય છે. આ ઉપસર્ગહર સ્તોત્રનું છ મહિના સુધી ધ્યાન કરનાર માણસને આ લેકમાં શાકિની વગેરેને તથા રાજાને ભય નથી રહેતું. ગ્રંથકાર તેત્રકારને આશીવર્ચન કહે છે– उवसग्गहरं थोत्त, काऊणं जेण संघकल्लाणम् । करुणायरेण विहियं, स भद्दबाहु गुरू जयउ॥ કરૂણાના ભંડાર એવા જેમણે ઉપસર્ગહરસ્તોત્ર રચીને શ્રી સંઘનું કલ્યાણ કર્યું તે શ્રી ભદ્રબાહુ ગુરૂ જય પામે-જયવંતા વર્તો. જે સમયમાં દે, મન્ત્ર અને સિદ્ધિઓ પ્રત્યક્ષ નથી થતી એવા કલિકાળમાં [પણ] આ ઉપસર્ગહર સ્તોત્રને પ્રભાવ સાક્ષાત્ દેખાય છે. [આ સ્તોત્રના સ્મરણના પ્રભાવથી પુત્ર વિનાને પુત્રને પ્રાપ્ત કરે છે, ધન વગરને કુબેર સમાન શ્રીમાન થાય છે, પગપાળે (પદાતિ-સામાન્ય સૈનિક) પણ [રાજાની માફક] શાસન ચલાવે છે અને દુઃખી માણસ સુખી થાય છે. ત્વરૂપ (ઉપસર્ગહર સ્તોત્ર રૂ૫) ચિંતામણિનું ચિંતન કરવાથી શું શું સિદ્ધ થતું નથી? અર્થાત્ ઉપસર્ગહરસ્તોત્ર રૂ૫ ચિંતામણિનું ચિંતન કરવાથી ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. આ સ્તોત્રની મરણમાત્ર કરાએલી એક જ ગાથાથી પણ શાંતિ થાય છે, તે પછી પાંચ ગાથાના પ્રમાણ વાળા આખા (સ્તવન)નું તો કહેવું જ શું ? અર્થાત્ આ તેત્રની એક જ ગાથાના સ્મરણ માત્રથી પણ ઉપદ્રની શાંતિ થાય છે, તે પછી પાંચ ગાથાના પ્રમાણ વાળા આખા સ્તોત્રના સ્મરણથી ઉપદ્રવની શાંતિ થાય એમાં તે નવાઈ જ શી ? જેવી રીતે પ્રિયંકર નામનો રાજા ઉપસર્ગહરસ્તોત્રના ધ્યાનથી માન ભરેલું પદ અને વિશાળ સંપત્તિને પામ્યો તેવી રીતે આ ઉત્તમ અને પવિત્ર સ્તવનું નિરતર ધ્યાન કરવાથી ઉપસર્ગો--આફતોને નાશ થાય છે, વિન્નરૂપી વેલડીઓ છેદાઈ જાય છે અને મન પ્રસન્નતાને પામે છે. [ H] પ્રિયંકર રાજાની કથા આ પ્રમાણે જાણવી – મગધદેશમાં અશેકપુર નામે નગર હતું, જ્યાં મોટા ધનવાના ત્રણ માળનાં મકાને, જ્યાં બધી વસ્તુઓના સમૂહો, અતિથિ જનેને આદર, ભાજનમાં પુષ્કળ
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy