SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ સુદર્શન શેઠની કથા. ૧૦૩ - આ સાંભળતાં જ તે ચમકી અને આશ્ચર્ય સહિત ફરીથી પૂછવા લાગી કે – “હે દેવી! એ કમલાક્ષી જે સુદર્શનની જ ધર્મપત્નિ હય, તો તેના આ સંતાને માટે મને અતિશય વહેમ આવે છે.” અભયારે આ વાતમાં મોટે ભેદ જણાય, તેથી તેનું સ્પષ્ટીકરણ કરવા વાતને આગળ લંબાવીને બોલી કે:-“કપિલા ! જગતને સામાન્ય નિયમ નજર સામે મોજુદ છતાં તારે તેમાં શંકા લાવવાનું શું કારણ છે ?” કપિલા બોલી કે –“હે સ્વામિની! એક વખતના પ્રસંગ પરથી મને માલુમ છે કે તે નપુંસક છે, આ પ્રમાણે ભેદ ખોલીને પ્રથમ બનેલી બધી વાત કહી સંભળાવી.” અભયા હસીને કહેવા લાગી કે –“હે કપિલા ! તને તેણે છેતરી છે. સુદર્શન ધર્માત્મા હેવાથી પરદારાઓમાં તે નપુંસક જ છે; પરંતુ સ્વદારામાં તે નપુંસક નથી. અરે મૂર્ણ સ્ત્રી! તેની આકૃતિ અને બોલવા પરથી પણ તું તેને પારખી ન શકી ?” આ પ્રમાણે અભયાએ કરેલી મશ્કરીથી તે એટલી બધી વિલક્ષણ બની ગઈ કે, ઘડી વાર સુધી તો બોલવાને પણ તેની જીભ ન ઉપડી. છેવટે મનમાં એક યુક્તિ રચીને તે કહેવા લાગી કે:-“હે અભયા! અને તે એ સુદર્શન ભલે છેતરી ગયે, પણ તું એની સાથે રતિવિલાસ કરે, તો તારી ચતુરાઈ ખરી.” આ સાંભળીને અભયા બોલી કે –“હે કપિલા ! એ કાંઈ મોટું મહાભારત કાર્ય નથી કે જે ન જ બની શકે. રૂપવાન એવી રાજકન્યાઓમાં પણ મેહ ન પામનાર એવા રાજાને પણ હું મારા નેત્રથી નચાવું છું, વનવાસી તાપસ અને મહર્ષિઓ પણ કામિનીઓના કટાક્ષ દેખી લલચાઈ જાય છે, તો આ બિચારા પારનું શું ગજું કે ભામિનીની ભ્રકુટી પર ભ્રમરની જેમ ભ્રમણ ન કરે.” અરે ! એકેંદ્રિય એવા વૃક્ષો પણ કામિનીઓના કર સ્પર્શથી વિકસ્વર થાય છે, તે પછી પંચેન્દ્રિય મનુષ્યનું તો કહેવું જ શું? કહ્યું છે કે – "सुभाषितेन गीतेन, युवतीनां च लीलया। मनो न भिद्यते यस्य स योगी हथवा पशुः॥१॥ અર્થાત્ સુભાષિત સંગીત અને લલનાઓની લીલાથી જેનું મન ભેદાતું નથી, તે ગી અથવા પશુ સમજવો.” અહા! હું તો એટલે સુધી કહું છું કે, યોગીઓ અને પશુઓ પણ લલનાઓન લાલિત્યમાં લલચાઈ અને લપટાઈ જાય છે, તે હે કપિલા ! હું પ્રતિજ્ઞા
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy