SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ મહામાભાવિક અવસ્મરણ. નથી અને તેને માટે કદાચ “શ8 પ્રતિ શાહ ત' એ નીતિવાક્યને આશરો લેવો પડે તો પણ તેમાં દોષ નથી.” મનમાં આ પ્રમાણે વિચાર કરીને તે કપિલાને કહેવા લાગ્યો કે - હે કપિલા ! હું ઘણે દિલગીર છું કે તારી આ યાચનાને સફલ કરવાનું મારામાં સામર્થ્ય નથી. આવી યૌવનાવસ્થામાં પણ વિષય સુખથી વંચિત રાખવા વિધિએ મને નપુંસક બનાવ્યો છે. ખરેખર ! આ અવસ્થાનું એ જ ફળ છે, છતાં અત્યારે દેવ સિવાય બીજા કોને મારે દોષ દે ? હે કપિલા ! તે યાચક પાસે ધનની અને વંધ્યા પાસે પુત્રની માગણી કરવાનું સાહસ કર્યું છે, નહિ તો તારા જેવી યુવતિનો વેગ હોવા છતાં યે કામિક પુરૂષ રતિવિલાસ માટે આનાકાની કરે? આ પ્રકારના તેના વચનથી તે નિરાશ બની ગઈ, એટલું જ નહિ પણ તે એટલી બધી શરમાઈ ગઈ કે કાંઈ પણ ઉચ્ચાર કર્યા વિના તેને વિદાય કરી દીધો. સુદર્શન પણ પિતાની યુક્તિ સફળ નીવડવાથી તથા શીલની રક્ષા થવાથી અતિ આનંદ પામતો પિતાના ઘેર આવ્યા. એક વખતે દધિવાહન રાજા સુદર્શન અને કપિલને સાથે લઈને ઉપવનમાં ક્રીડા કરવા ગયે. વિવિધ વાર્તા વિદમાં મગ્ન થઈ તે ત્રણે જણા આમતેમ બગીચામાં ફરતા હતા, તે જ વખતે કપિલાને સાથે તેડી અભયારાણી પણ તે જ બાગમાં કીડા કરવા આવી. તે બંને જણીઓ શાંગારરસના સરોવરમાં નાક સુધી નિમગ્ન થઈ અને તે જ વિષયની વાત કરતાં કરતાં પુષ્પિત લતાઓની છાયામાં, તો ઘડીવાર કુવારાના શીતલ સમીરમાં, ક્ષણવાર ચંપાના ચેકમાં, તે ડી વાર માધવીના મેદાનમાં, એ રીતે શ્રમ વિના સ્વેચ્છાથી તે બંને હંસની ગતિને પણ હરાવે તેવી મંદ ગતિથી વિલાસ પૂર્વક પરસ્પર પુના દડા નાખતી ફરતી હતી. આ વખતે તે બાગની બાજુ પરના રસ્તેથી સુદર્શનની પત્નિ મનરમા પિતાને છ પુત્રોની સાથે નીકળી. તેણીની ચાલવાની સુંદર છટા તથા લાવણ્યતા જોઈને કપિલાએ રાણીને પુછયું કે –“હે મહાદેવી ! આ રંભા અને રતિને હરાવે તેવી તથા લાલિત્ય ભરેલી લલિત ગતિથી ગજને પણ શરમાવે એવી આ લલના કોણ છે ?” કપિલાની બોલવાની અને શબ્દ રચનાની શૈલીથી પ્રસન્ન થતી અભયા કહેવા લાગી કે –“હે કપિલા ! લલનાઓમાં લફમીલ્ય અને કળા કૌશલ્યથી સરસ્વતીને પણ શરમાવે તેવી તે સુદર્શન શેઠની ગૃહલક્ષ્મી છે.'
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy