SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ મહામાભાવિક નવમરણ. શકિતને ન જાણતાં સિંહને કોપ જેમ મેઘમાં નિષ્ફળ જાય, તેમ પરાભવ પામતાં મારો ક્રોધ તે તારામાં નિષ્ફળ નિવડ્યો. હે મહાનુભાવ! એ મારો અપરાધ તું ક્ષમા કર.” આથી નંદનકુમારે પ્રસન્ન થઈને તેને એગ્ય સત્કાર કર્યો. પછી મેઘરાજાએ સૂરસેનને પિતાની ભાણેજ પરણાવી અને વસ્ત્રાલંકારથી તેને સત્કાર કરી વિસર્જન કરતાં તે પિતાની નગરીમાં ગયે. મેઘરાજાએ કેટલાક દિવસ ત્યાં નંદનકુમારને આગ્રહથી રાખીને હસ્તી, અધે, દ્રવ્ય અને આભરણાદિક આપી તેને ભારે સત્કાર કર્યો. એમ ત્યાં કેટલેક વખત નિર્ગમન કરી, મેઘરાજાની અનુજ્ઞા મેળવી હસ્તી, અધે, રથ અને પદાતિઓ સહિત નંદનકુમાર મુક્તાવલીને લઈને પુન: તે અયોધ્યામાં આવ્યા. ત્યાં સામવર્મ રાજાએ અત્યંત પ્રમોદ પામીને તેને રાજ્યગાદી પર બેસાર્યો અને પોતે સંયમ લઈ તીવ્ર તપ તપીને સ્વર્ગે ગયો. અહીં જિનપૂજા આચરતાં, સાધુઓની ભક્તિ કરતાં ન્યાય અને કૃપાથી પૃથ્વીનું પાલન કરતાં અને મુક્તાવલી સાથે સંસાર–સુખ ભેગવતાં નંદનરાજા રાજ્ય ચલાવવા લાગ્યા. ત્યાં જે રાજાઓ તેના પૂર્વજોના તાબે ન હતા, તે પણ નમસ્કારના પ્રભાવથી વિના યત્ન નંદનનૃપને વશ થયા. એવામાં એકદા ત્યાં ચંદન નામના અવધિજ્ઞાની ગુરૂ આવ્યા. એટલે નંદનરાજા રાણે મુક્તાવલીને સાથે લઈને તેમને ભક્તિથી વંદન કરવા ગયે. ત્યાં ગુરૂને વંદન કરીને પૂર્વના અભ્યાસથી રાજાએ કહ્યું કે:-“હે ભગવન્! તમારાપર અમને અધિક ભક્તિ અને પ્રેમ કેમ આવે છે?” ત્યારે ગુરૂ મહારાજ બોલ્યા અહીં જ નગરના ઉપવનમાં એક શુકમિથુન (શુક પક્ષીનું જોડલું) રહેતું હતું. એક વખતે ત્યાં પ્રતિમાએ રહેલ મુનિને જોતાં તે પ્રમોદ પામ્યું. એટલે કૃપાળુ મુનિએ તે બંનેનું ચિત્ત જાણીને તેમને પરમેષ્ટિ નમસ્કાર મંત્ર શીખવાડ્યો. પછી તે બંને એ મંત્રને નિરંતર સંભારવા લાગ્યા. હે રાજન ! તે શુક મરણ પામીને તું રાજા થયે, શુકી તે મરણ પામીને આ તારી રાણી થઈ અને હું તે મુનિ છું.” એમ સાંભળતાં તેઓને પિતાને પૂર્વભવ યાદ આવ્યો, એટલે નંદન રાજાએ પિતાની રાણી સહિત, ચંદનાચાર્ય પાસે સમ્યકત્વ આદર્યું, અને અનુક્રમે તેમણે શ્રાવકના બાર વ્રત સ્વીકાર્યા. એ પ્રમાણે ઉભય ભવમાં સુખકારી નમસ્કાર મંત્રનું ફળ જાણવામાં આવતાં પોતાની પ્રિયા સહિત રાજા નિરંતર તેનું સ્મરણ કરી સ્વર્ગના સુખ અને અનુક્રમે મોક્ષપદને પણ પામ્યો.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy