SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ નદનની કથા. ૩. ત્યારે સાધકે કહ્યું -“ખરેખર ! તમે લોકોત્તર (લેક કરતાં વિલક્ષણ) જ બન્યા છો.” એમ કહેતાંની સાથે જ તેણે પોતાનું પુરૂષરૂપે પ્રગટ કર્યું. આથી સૂરસેન વિલક્ષ બનીને કહેવા લાગ્યો કે -“શું તે પુરુષ છે ?” એટલે સાધક સાક્ષાત્ પુરુષ થઈને કહેવા લાગ્યું કે:-“હા, હું પુરુષ છું. ત્યારે સૂરસેન બોલ્યો કે “તું કોણ છે અને આ કામમાં તને કોણે આજ્ઞા કરી છે. ” તે બે કે –“હું નંદન રાજપુત્રને સેવક છું અને તેણે જ મને આ કાર્યમાં નિયુક્ત કર્યો છે.” ત્યારે સૂરસેને કહ્યું કે –“અહો ! એ રાજકન્યાને પણ તે જ પરણ્યો હશે.” સાધક બોલ્યો કે એ બાબતમાં સંદેહ શો છે?” આથી સૂરસેન ગુસ્સે થઈને કહેવા લાગ્યો કે –અરે ! આ દુષ્ટ મારૂ અપમાન કર્યું, માટે સત્વર એનો નિગ્રહ કરે.” એમ આદેશ આપતા સુભટેએ તે સાધકને બાંધી લીધો. એવામાં સાધકે પિતે બંધન તેડી નંદન પાસે આવીને તેણે બધો વૃત્તાત નિવેદન કર્યો. ત્યાં કોપાયમાન થએલ સુરસેન હસ્તી, અશ્વ, રથ અને પાળાઓથી સજજ થઈને નંદનની સાથે યુદ્ધ કરવાનું સામે આવ્યો. એવામાં –કન્યાએ પોતે અન્ય પુરૂષને પરણીને મારું વચન અન્યથા કર્યું. એમ ચિંતવીને તેને પિતાં મેઘ મધ્યસ્થ થઈ રહ્યો. અહીં મનમાં લેશ પણ ક્ષોભ ન પામતાં રાજકુમારી આગળ બેઠેલ નંદન કુમારે સાધકને હુકમ કર્યો કે –“આ ભેગા થઈને કોલાહલ કરતા શીયાળીયાને સત્વર દૂર કરી દે.” એટલે નમસ્કાર મંત્રના પ્રભાવથી અંગ પર આવતા શસ્ત્રઘાતને વિફળ બનાવી ક્ષણવાર રણકીડા કરી, લોકોને વિસ્મય પમાડતા સાધકે સૂરસેનની સમસ્ત સેનાને ચેષ્ટા રહિત બનાવી દીધી. તેમાં કેટલાક સુભટો ધનુષ્ય ખેંચી ઊભા રહેલા, કેટલાક તરવાર ઉપાડી તૈયાર થએલા અને કેટલાક ભાલા ઉંચા કરીને સજજ બનેલા એ બધા જેમના તેમ બળહીન બનીને ખંભિત થઈ રહ્યા. ત્યારે સૂરસેન ચિતવવા લાગે કે –“અહો ! આ તે મહા પ્રભાવશાળી નંદન. કુમાર મારે નમસ્કાર કરવા યોગ્ય છે, કે જેને સેવક પણ આવી દિવ્યશક્તિ ધરાવે છે.” એમ દેવતા પાસેથી તેના નમ્ર વિચારો જાણવામાં આવતાં સાધકે તેને મુક્ત કર્યો. એટલે સૂરસેને નંદનને નમસ્કાર કરી ખેદપૂર્વક જણાવ્યું કે –“પિતાની
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy