SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ નદનની કથા. લાગ્યો કે –“હું ઉત્તરસાધક હાજર હોવા છતાં સાધકને વધ કરવાને એ કે તૈયાર થયે છે ?” ત્યારે રાક્ષસ બોલ્યો કે –“મેં આકાશમાં દિવ્ય રમણી બતાવી, જેને જોતાં એ ક્ષોભ પામ્યો. તેથી એ સાધક દોષિત હોવાથી વધ્ય છે.” એટલે નંદનકુમારે કહ્યું કે –“આ સાધકનું જે ચિત્તથી પણ બુરું ચિંતવશે, તેને હું જાતે પકડીને નિગ્રહ કરીશ.” એમ બોલતો કુમાર જેમ જેમ રાક્ષસની પાસે જવા લાગ્યો, મ તેમ રાક્ષસ પણ ઉતાવળે પગલે પાછળ પાછળ હઠવા લાગ્યો. ત્યારે કુમાર બોલ્યા કે –“જે તારામાં તાકાત હોય, તે સામે આવીને ઊભો રહે. આ પ્રમ ભાગતો કેમ જાય છે ?” રાક્ષસે કહ્યું: “હે ભદ્ર ! તું જે મંત્ર સંભારે છે, તેના પ્રભાવથી અગ્નિની જેમ તારું તેજ સહન કરવાને હું સમર્થ નથી. તેથી હું પાછળ પાછળ હઠત જાઉં છું. હું તને સિદ્ધ થયો છું, માટે મને મુકી દે. હવે તારું દુઃસાધ્ય પશુ ચિતિત અભીષ્ટ સાધી આપીશ.' ત્યાં રાજકુમારે કહ્યું કે:-“તું આ સાધકને સિદ્ધ થા.” ત્યારે રાક્ષસ બોલ્યો કે “એનામાં તેવી યેગ્યતા નથી કે જેથી એવી સિદ્ધિને એ પામી શકે, છતાં એ તારો આશ્રિત થઈને પણ સર્વ અભીષ્ટ પામી શકશે.” એમ કહીને રાક્ષસ અંતર્ધાન થઇ ગયો. એ બનાવ જોઈને સાધક તે મંત્રસાધનાથી નિવૃત્ત થઈને કુમારને કહેવા લાગ્યો કે –“મને ચેટક દેવ સિદ્ધ થયે કે જેણે વિશ્વમાં ચિંતામણી સમાન તમને સેવવાને મને આદેશ કર્યો.” પછી સ્વ ભવને આવીને કુમારે સાધકને મુનિની પાસે નમસ્કાર મંત્ર શીખવાડ્યો એટલે તે નિરંતર મંત્રનું સ્મરણ કરવા લાગ્યો. ચેટકના પ્રભાવથી સાધક સહિત આકાશ માર્ગે જગત જેવાને ભમતાં કુમાર એક વખત મિથિલા નગરીમાં આવી પહોંચ્યો, કે જે તળીયે સ્ફટિકરનથી મઢેલા શ્રેષ્ટ સાત સુવર્ણમય ભવનથી દેદીપ્યમાન થઈને, આકાશમાં રહેલ વિમાનેથી ગાજતા ગીર્વાણ નગરની શોભાને જીતતી હતી. એ નગરીના ઉપવનમાં જાણે જિનપૂજા માટે આવેલ દેવાંગનાઓ હોય તેવી મણિની પૂતળીઓથી અભિરામ એવું શ્રી નમિનાથ ભગવંતનું પવિત્ર મંદિર હતું. ત્યાં પ્રવેશ કરતાં જ શ્રી નમિનાથ પ્રભુની પ્રતિમા જે વિકાસ પામતા મુખથી કુમાર પ્રમોદ પૂર્વક આ પ્રમાણે બોલવા લાગ્યા જ્ઞાનલનિકને દિમ પ્રાધ, વાનમઃ મનોરંજ્ઞgઃા. करयुगमपि धत्ते शस्त्रसंबंधवंध्य, तदति जगति देवो वीतरागस्त्वमेव" ॥१॥ અર્થાત્ –હે નાથ! તમારી દષ્ટિ પ્રશમરસથી ભરપૂર છે, મુખકમળ પ્રસન્ન છે, ઉત્કંગ કામિનીના સંગ રહિત છે તથા હસ્તયુગલ તે શસ્ત્રના સંબંધથી રહિત છે, માટે જગતમાં આપ જ એક વીતરાગ દેવ છે.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy