SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપ્રાભાવિક નવસ્મરણ. એ પ્રમાણે કેટલેાક કાળ જતાં એક વખતે જિનદાસ શ્રાવકના વારા આવ્યેા. એટલે ત્યાં નમસ્કારમત્ર ખેલતાં તે નદીમાં પડયા. તે સાંભળીને પૂર્વભવે કરેલ વ્રતની વિરાધના ચાદ કરતાં તે વનના અધિષ્ઠાયક વ્યંતર પ્રતિખેાધ પામ્યા. જેથી પ્રત્યક્ષ થઇ, તે શ્રાવકને નમન કરીને વ્યંતર હપૂર્વક કહેવા લાગ્યા કે: “તારા પોતાના સ્થાન પર રહેતાં જ તને દરરાજ હું એક એક ફળ આપતા રહીશ.” એટલે તે શ્રાવકે નિવૃત્ત થઇને એ વૃત્તાંત રાજાને નિવેદન કર્યાં. પછી તે દરરાજ વ્યંતર થકી એક એક ફળ એશીકા પાસે પામતે અને રાજાને અર્પણ કરતા. આથી રાજાએ સતુષ્ટ થઈને તેના ભારે સત્કાર કર્યાં. હું કુમાર ? એમ અકાળ મરણની નિવૃત્તિથી રાજાએ નગરમાં મહાત્સવ કરાવ્યેા છે.” .. એ રીતે મહાત્સવનુ કારણ સાંભળીને રાજકુમાર કહેવા લાન્યા કે:--“અહા ! આ ભવમાં પણ પરાભવને પરાસ્ત કરનાર એવા નમસ્કારમત્રના મહિમા જગતમાં પ્રગટ છે.” પછી કુમારે મુનિ પાસે જઇને વિધિપૂર્વક મંત્રની જેમ પચનમસ્કાર મંત્રના અભ્યાસ કર્યાં અને તે ત્રિકાળ તેનું સ્મરણ કરવા લાગ્યા. એકદા કાઇ પુરુષે આવીને રાજકુમારને વિનંતિ કરી કે:“એક સિદ્ધપુરૂષ મને ચેટક મંત્ર આપેલ છે. તેની છ માસ પર્યંત મેં પૂર્વ સેવા સાધી અને હવે ઉત્તર સેવા સાધવાની મારે માકી છે, તે સ લક્ષણયુક્ત ઉત્તરસાધક વિના થઈ શકે તેમ નથી, અને તે તે તું એક જ છે. માટે મંત્ર સિદ્ધિમાં હું કુમાર! તું મને મદદ કર.” એટલે અન્યના ઉપરાધને માનવાના પ્રધાન ગુણથી કુમારે તેનું વચન કબુલ રાખ્યું. કારણ કે મહાપુરૂષા સ્વભાવથી જ પરોપકાર કરવામાં સાવધાન હાય છે. પછી કૃષ્ણ ચતુર્દશીની રાત્રે રાજકુમાર સાથે તે સાધક પુરૂષ, પૂજાના સાધના લઈને સ્મશાનમાં આવ્યેા. જે સ્મશાન ક્યાંક શરદઋતુનાં વાદળાં સમાન શ્વેત અને ઘણાં હાડકાંથી વ્યાપ્ત હતું, ક્યાંક ચિતાનળની જ્વાળાઓના સમૂહથી આકાશને જાણે પવિત બનાવતું હતું, ક્યાંક હાડપિંજરા અને યમ સમાન ભાસતા વેતાલાથી ભીષણ હતું, ક્યાંક શકા વિના ક્રીડા કરતી શાકિનીએથી વ્યાપ્ત હતું, ક્યાંક ઘુવડાના ધુત્કારયુક્ત અને ક્યાંક શીયાળના ધાર અવાજથી ગાજતુ હતું, ત્યાં પુષ્પ, દીપ અને નૈવેદ્યયુક્ત મંડળ રચીને તે સાધક, મંત્રપૂર્વક અગ્નિકુંડમાં આહુતિ નાંખવા લાગ્યા અને ઉત્તરસાધક કુમાર નમસ્કારનું મરણુ કરતા ઉભે રહ્યો. ત્યાં ત્રાસ ઉપજાવે તેવા ઘણા ભયંકર બનાવા પ્રગટ થવા લાગ્યા. એવામાં આ તરવારથી પદ્મની જેમ તારૂં મસ્તક કાપી નાંખીશ' એમ ખેલતા અને અટ્ટહાસ્ય કરતા રાક્ષસ તે સાધક તરફ દોડયા. ત્યાં કુમાર તરત વચમાં પડીને કહેવા
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy