SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવકારમંત્રના વિષયમાં આવશ્યક વિચારે. શકે છે, તેથી જે “ત્ર’ શબ્દનો પ્રયોગ ન કરવામાં આવ્યું હતું તો આ શંકા ઉભી થઈ શકત કે –“આ પંચ નમસ્કાર એક પાપને નાશ કરે છે અથવા થોડાં પાપોનો નાશ કરે છે અથવા સઘળાં પાપોનો નાશ કરે છે તેથી આ શંકાનું સર્વથા નિવારણ કરવાને માટે સર્વ સાધારણ બુદ્ધિવાળાઓ પણ સત્ય અર્થ હૃદયમાં સમજી શકે તે માટે “વષ્ય’ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યું છે. પ્રશ્ન—આ મન્નનું આઠમું તથા નવમું પદ “કંટાળે ૨ વર્ષ” “qદ હવ; માટે આ પ્રમાણે છે, એ બંનેને ભેગો અર્થ “[આ પંચ નમસ્કાર સર્વ મંગલેમાં પહેલું મંગલ છે? આ પ્રમાણે થાય છે. હવે આ બાબતમાં પુછવાનું એ છે કે આઠમા પદમાં ‘ ’ એ કથન દ્વારા સર્વ શબ્દ પ્રયોગ કેમ કરવામાં આવ્યા છે, જે તેને પ્રયોગ ન પણ કરવામાં આવ્યો હોત તે પણ “કંટાળ” એ બહુવચનાન્ત પદથી સર્વ શબ્દના અર્થનું જ્ઞાન થઈ શકતું હતું, તેથી “સિ’ એ પદ નકામું હોય તેમ લાગે છે. ઉત્તર–જો કે “ એ બહુવચનાન્ત પ્રયોગથી સર્વ શબ્દના અર્થનું જ્ઞાન થઈ શકતું હતું તે પણ જગત હિતકારી વિષયનું પ્રકાશક જે વચન હોય છે તે સર્વ સાધારણ જનોને સમજણ પડે તેવી રીતે હોય છે, તેથી સર્વ સાધારણ જનને સુખપૂર્વક સ્પણરીતિથી વાચ્યાનું જ્ઞાન થાય, તે માટે “ એ પદને પ્રયોગ કરવામાં આવ્યો છે. બીજું કારણ એ પણ છે કે લેકમાં અનેક સંખ્યાવાલા જે મંગલ છે તેમાંથી થોડાંએક મંગલનો બાધ કરાવવા માટે પણ “મંા” એ બહુવચનાન્ત પદને પ્રયોગ થઈ શકે છે, તેથી “કંટાળ” એ બહુવચનાન્ત પ્રયોગથી પણ ડાં એક મંગલ ન સમજી જવાય પરંતુ સર્વ મંગલનું ગ્રહણ થઈ જાય, તે માટે સર્વ શબ્દ તેના વિશેષણ તરીકે રાખવામાં આવ્યો છે. પ્રશ્ન-બાટા જ ’ એ આઠમું પદ ન કહેતાં જે કેવલ “પઢમં હુવેરૂ મંગાઈ એ નવમા પદનું જ કથન કરવામાં આવ્યું હોત તો પણ અર્થપત્તિ દ્વારા આઠમા પદના અર્થનું જ્ઞાન થઈ શકતું હતું. જુઓ ! જે અમે કહીએ કે-“(આ પંચ નમસ્કાર) પ્રથમ મંગલ છે” તો પ્રથમ પશુની અન્યથા અસિદ્ધિ હોવાથી અર્થપત્તિ પ્રમાણ દ્વારા આ અર્થની પ્રતીતિ સ્વયં થઈ જાય છે કે:-“(આ પંચ નમસ્કાર) સર્વ મંગલેમાં પ્રથમ મંગલ છે” તો “મંાત્રા લલિ’ આ આઠમા પદનું કથન કેમ કરવામાં આવ્યું ? ઉત્તર–આઠમા પદને પ્રયોગ ન કરતાં જે કેવલ નવમા પદનું કથન કરવામાં આવ્યું હોત તો તેના કથનથી પણ અર્થપત્તિ દ્વારા આઠમા પદના અર્થનું
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy