SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ મહામાભાવિક નવસ્મરણ. ૧૨ વચનાતિશય–શ્રી તીકરની વાણી દેવ, મનુષ્ય અને તિર્યંચ સર્વે પિત પિતાની ભાષામાં સમજે છે. કેમકે તેઓની વાણ પાંત્રીશ ગુણોએ કરીને યુક્ત છે, તે પાંત્રીશ ગુણ આ પ્રમાણે છે.-૧ સર્વઠેકાણે સમજાય તેવી, રજન પ્રમાણ ભૂમિમાં દરેકને સરખી રીતે સંભળાય તેવી, ૩ પ્રૌઢતાવાળી, ૪ મેઘ જેવી ગંભીર, ૫ સ્પષ્ટ શબ્દવાળી, ૬ સંતોષ ઉપજાવનારી, ૭ દરેક સાંભળનાર મને જ કહે છે એમ સમજે તેવી, ૮પુષ્ટ અર્થવાળી, ૯ પૂર્વાપર વિરેાધ ન આવે તેવી, ૧૦ મહાપુરુષને છાજે તેવી, ૧૧ સંદેહ વિનાની, ૧૨ દૂષણ રહિત અર્થવાળી, ૧૩ કઠણ વિષય પણ સુગમ લાગે તેવી, ૧૪ જ્યાં જેવું છે તેવું બોલાય તેવી, ૧૫ પદ્રવ્ય અને નવતત્ત્વની પુષ્ટિ કરે તેવી, ૧૬ પ્રજનવાળી, ૧૭ પદરચનાવાળી, ૧૮ ષદ્રવ્ય અને નવતત્ત્વની પટુતાવાળી, ૧૯ મધુરતા વાળી, ૨૦ બીજાને મર્મ ન ભેદાય તેવી ચતુરાઈવાળી, ૨૧ ધર્મ અને અર્થ એ બે પુરુષાર્થને સાધનારી, ૨૨ દીપકની જેમ અને પ્રકાશ કરનારી, ૨૩ પરનિંદા અને આત્મશ્લાઘા રહિત, ૨૪ કર્તા, કર્મ, ક્રિયાપદ, કાળ અને વિભક્તિવાળી, ૨૫ સાંભળનારને આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવી, ૨૬ વક્તા સર્વ ગુણ સંપન્ન છે એમ સ્પષ્ટ જણાઈ આવે તેવી, ર૭ વૈર્યતા વાળી, ૨૮ વિલંબતા રહિત, ૨૯ ભ્રાંતિરહિત, ૩૦ સર્વ શ્રોતા પ્રાણી પોતપોતાની ભાષામાં સમજે તેવી, ૩૧ સારી બુદ્ધિ ઉત્પન્ન કરે તેવી, ૩૨ પદના એટલે શબ્દના અર્થને અનેક અર્થપણે બોલે તેવી, ૩૩ સાહસિકપણે બોલે તેવી, ૩૪ પુનરૂક્તિ દોષરહિત, ૩પ તથા સાંભળનારને ખેદ ન ઉપજે તેવી. સિદ્ધ ભગવાનનાં આઠ ગુણ આ પ્રમાણે नाणं च दंसणं चेव, अव्वाबाहं तहेव सम्मत्तं । अक्खयठिइ अरूवी, अगुरुलहु वीरीय हवइ ॥१॥ ૧ અનંતજ્ઞાન-જ્ઞાનાવરણીય કર્મને સર્વથા ક્ષય થવાથી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે, તેનાથી સર્વ કાલોકનું સ્વરૂપ જાણે છે. ૨ અનંતદર્શન-દર્શનાવરણીય કમને સર્વથા ક્ષય થવાથી કેવળદર્શન પ્રાપ્ત થાય છે, તેનાથી સર્વ લોકાલોકના સ્વરૂપને દેખે છે. ૩ અવ્યાબાધ સુખવેદનીયકમને સર્વથા ક્ષય થવાથી સર્વ પ્રકારની પીડા રહિત નિરૂપાધિપણું પ્રાપ્ત થાય છે. તે સુખનું વર્ણન કરતાં કહ્યું છે કે –વ્યવહારીઆનાં સુખ, રાજાનાં સુખ, બલદેવનાં સુખ, વાસુદેવનાં સુખ, ચક્રવતિનાં સુખ, અસંખ્યાતા ભવનપતિ, વ્યંતર તથા જ્યોતિષ દેવોનાં સુખ, બારદેવલોકના દેવતાનાં સુખ, નવ રૈવેયકના દેવતાનાં સુખ, પાંચ અનુત્તર વિમાનવાસી દેવ, એ સર્વનાં
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy