SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવકારમંત્રના વિષયમાં આવશ્યક વિચારે. ૫૩ ૬ ભામંડલ–શરઋતુના સૂર્યના કિરણોની સમાન અત્યંત તેજસ્વી એવું પ્રકાશ મંડલ એટલે ભામંડલ પ્રભુના મસ્તકની પાછળના ભાગમાં દેવતાઓ રચે છે, તેમાં ભગવાનનું તેજ સંક્રમે છે, તેમ ન કરવામાં આવે તે ભગવાનના મુખ સન્મુખ કોઈનાથી જોઈપણ શકાય નહિ. ૭ દુંદુભિ–પ્રભુના સમવસરણ વખતે દેવતાઓ દુંદુભિ વગાડે છે, તે એમ સૂચવે છે કે-હે ભવ્ય પ્રાણીઓ! તમે શિવપુરના સાર્થવાહ સમાન આ પ્રભુની સેવા કરે, તેમના શરણે જાઓ. ૮ છત્ર-સમવસરણમાં દેવતાઓ ભગવાનના મસ્તક ઉપર શરચંદ્ર જેવા ઉજવળ અને મોતીની માલાઓથી સુશોભિત ઉપરાઉપર ત્રણ ત્રણ ત્રો દરેક દિશાએ રચે છે. ભગવાન પોતે સમવસરણમાં પૂર્વાભિમુખ બેસે છે અને બીજી ત્રણ દિશાઓમાં દેવતાઓ ભગવંતના જ પ્રભાવથી પ્રતિબિંબ રચીને સ્થાપે છે, તેથી કુલ બાર છત્રો તે વખતે હોય છે. અન્ય વખતે ત્રણ જ છત્ર હોય છે. સમવસરણ ન હોય ત્યારે પણ આ આઠ પ્રતિહાર્યો તે પ્રભુની સાથે હોય જ છે. ચાર મૂળ અતિશય આ પ્રમાણે છે -- ૯ અપાયાપગમાતિશય –અપાય એટલે ઉપદ્રવ તેને અપગમ એટલે નાશ. તે સ્વાશ્રયી અને પરાશ્રયી બે પ્રકાર છે. તેમાં પરાશ્રયી અપાયાગમ અતિશય એ કે-જેનાથી અન્યને ઉપદ્રવ નાશ પામે, એટલે કે ભગવાન જ્યાં વિચરતા હોય ત્યાં દરેક દિશામાં પચીશ પચીશ એજન અને ઊર્વ તથા અધે સાડાબાર સાડા બાર જન એમ સર્વ મળી સવાસો જન સુધી રોગ, મરકી, વૈર, અવૃષ્ટિ, અતિવૃષ્ટિ વગેરે થાય નહીં. હવે સ્વાશ્રયી અપાયા પગમાતિશયના દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકાર છે. તેમાં દ્રવ્યથી અપાય એટલે સર્વ પ્રકારના રોગો, તે પિતાને તે સર્વથા ક્ષય થયા હોય છે. તથા ભાવથી અપાય એટલે અઢાર પ્રકારને અત્યંતર દોષો, તે પણ પોતાને સર્વથા નાશ પામેલાજ હોય છે. તે અઢાર દો આ પ્રમાણે જાણવા–૧ દાનાંતરાય, ૨ લાભાંતરાય, ૩ ભોગાંતરાય, ૪ ઉપભગતરાય, ૫ વર્ધીતરાય, ૬ હાસ્ય, ૭ રતિ, ૮ અરતિ, ૯ ભય, ૧૦ શેક, ૧૧ જુગુપ્સા, ૧૨ કામ, ૧૩ મિથ્યાત્વ, ૧૪ અજ્ઞાન, ૧૫ નિદ્રા, ૧૬ અવિરતિ, ૧૭ રાગ અને ૧૮ ઠેષ. ૧૦ જ્ઞાનાતિશય–પ્રભુ કેવળજ્ઞાન વડે સર્વ લોકાલેકનું સંપૂર્ણ સ્વરૂપ જાણે છે. ૧૧ પૂજાતિશય–શ્રીતીર્થકર સર્વને પૂજ્ય છે, એટલે કે રાજા, વાસુદેવ, બળદેવ, ચકવતિ, દેવતાઓ અને ઇદ્રો વગેરે સર્વે તેમને પૂજે છે, અથવા તેમને પૂજવાની અભિલાષા કરે છે.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy