SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. તેને માટે તે તે સ્થળની સ્થિતિ વિગેરે ઉપરથી યેાગ્ય વિચાર કરી લેવા. બધા િ તમાં ખાસ વર્ગમૂળ કાઢતાં શીખવાનું છે. બાકી તે સરવાળા, ગુણાકાર ને ભાંગાકાર જ છે. ધાતકીખંડ ને પુષ્કરવરાદ્વીપના પતે તે ક્ષેત્રેની લંબાઇ ! દ્વીપ પ્રમાણે જ છે પરંતુ પહેાળામાં ફેરફાર છે. તેમાં પણ પતે તે। દ્વીપની આખી લંબાઇમાં એક સરખા પહેાળા છે, પરંતુ ક્ષેત્રની પહેાળાઇમાં આદિમાં સંકીર્ણ, મધ્યમાં વધતી અને છેવટે ( અંતમાં ) બહુ વિસ્તૃત છે. તે બન્ને દ્વીપની ત્રણે પ્રકારની પરિધિ જુદા જુદા યંત્રા કરીને બતાવેલી છે. તે વિષય પણ આ ગણતાની સાથે આવસ્યક જણાવાથી દાખલ કરેલ છે. ત્યારપછી ચંદ્ર-સંબંધી વિચાર આપેલ છે. તેમાં પણ ખાસ કરીને જંબૂદ્દીપના ચંદ્ર સૂર્ય સંબંધી મંડળેાનું પ્રમાણ, તેનું અંતર, મંડળના અંતરમાં વૃદ્ધિ, તેની રિધમાં વૃદ્ધિ, ચંદ્ર `ની મુત્ત ગતિમાં વૃદ્ધિ વિગેરે હકીકત ગણિત કરીને આપી છે. પ્રાંતે અઢીદ્વીપ વિગેરેના ચદ્ર સૂર્યાં વિષે પણ કેટલીક હકીકત આપી છે. આ રીતે આ બુક દશ કારમમાં પૂર્ણ કરી છે, પરંતુ તેમાં બુકના પ્રમાણુ કરતાં, પ્રયાસનું પ્રમાણ વિશેષ ગણવાનુ છે. ગુરુણીજી લાભત્રીજીના આ બુક સંબધી પ્રારંભને ઘણા પ્રયાસ છે. તેમણે એક સાધ્વીજી તે વિષયના જ્ઞાતા હતા તેની સાથે તથા શ્રાવિકા બહેન ચંચળ સાથે મળીને આ ગણિતા તૈયાર કર્યા પછી તેને સારા રૂપમાં મૂકવાનું, તેમાં સમજુતી લખવાનું, યત્રા નાખવાનુ તેમજ ધન ગણિતમાં અને ધાતકી ખંડ ને પુષ્કરા સંબંધી વિચારમાં વૃદ્ધિ કરવાનુ કામ મેં મારી બુદ્ધિ અનુસાર કયું છે. ચંદ્ર સૂર્ય સંબધી વિચારમાં પણ ઘણા સુધારાવધારા કરવામાં આવ્યા છે. એકંદર આ મુકના ઉપયાગીપણા માટે બનતું કરીને તેને સુંદર બનાવેલ છે. આર્થિક સહાય ગુરુણીજી લાભશ્રીના ઉપદેશથી શ્રાવિકા સમુદાય તરફથી છુટક છુટક મળેલ છે. તેના નામેાનુ લીસ્ટ આપવામાં આવ્યું નથી. શાસ્ત્રીજી જેઠાલાલ હરિભાઈએ પણ આ ગંણુતાના સુધારાવધારામાં બન્યા તેટલા ભાગ લીધા છે. ખાસ ગણિતાનુયાગના પ્રેમી મુનિરાજ તેમજ શ્રાવક બધુઐને આ બુક ઉપયોગી થઇ પડવા સભવ છે. શ્રાવક ભીમશી માણેક તરફથી બહાર પાડેલી ‘ અઢીદ્વીપના નકશાની હકીકત' નામની યુકનેા આમાં ઘણા આધાર લેવામાં આવ્યા છે. આ બુકનો ખાસ વિશિષ્ટતા એ છે કે આ બુકમાં ગણિતની રીત કે આંકડા જ માત્ર બતાવ્યા નથી પરંતુ તે ગણિત વર્ગમૂળ સાથે અકામાં કરી બતાવેલ છે. આટલા વિસ્તાર અત્યારસુધી આ ગણિતાને અગે છપાયેલ જોવામાં આવ્યા નથી. આશા છે કે–જૈન સાહિત્યમાં આવી ઉપયેગી વૃદ્ધિ થવાને ઇચ્છતા સુજ્ઞે। આ બુક જોઇને પ્રસન્ન થશે એટલે અમે અમારા પ્રયાસ સફળ માનશું. આ બુકમાં આપેલા ગણિત વિગેરેમાં જે કાંઇ સ્ખલના જણાય તે કૃપા કરીને અમને લખી જણાવવા પ્રાર્થના છે. આ બુક હાથમાં લઇને મૂકી ન દેતાં સુનાા તેમા આપેલ ગણતા વિગેરે વાંચવા તસ્દી લેશે તે અમે અમારા પ્રયાસ વિશેષ સફળ માનશું. પ્રારંભમાં વિશેષ ન લખતાં અનુક્રમણિકા વાંચવાની ખાસ ભલામણ કરીને વિરમું છું. જેષ્ઠ શુદિ ૧૫ કુંવરજી આણંદજી Aho ! Shrutgyanam
SR No.009124
Book TitleJain Ganit Vichar
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year1937
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy