SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યો ને તરત જ કવિરાજ દૂર બેઠા અને અમને જણાવ્યું કે ‘ટોકરશી મહેતાનો દેહ છૂટી ગયો છે. પણ તમે લગભગ પોણા કલાક સુધી તેમની પાસે ના જશો.' આ વખતે રાત્રિના પોણા આઠ વાગ્યાનો સુમાર હતો. કવિરાજ સ્મશાને પધાર્યા હતા.” શક્તિબળે જીવોની લેફ્યા ફેરવી શકાય “આ વાત સાંભળીને તત્કાળ સાહેબજી (શ્રીમદ્ જી)ની પાસે રેવાશંકર જગજીવનની દુકાને પદમશીભાઈ ગયા અને ત્યાં સાહેબજીના દર્શન કર્યા અને કીધું કે “ટોકરશી મહેતાના સંબંધમાં આપે કાંઈ અજાયબી-આશ્ચર્ય ઉપજાવે તેવું કર્યું છે.'' તે સમજાવશો ? તે સમજવાની ઘણી આકાંક્ષા રહે છે.’ તેઓ બોલ્યા : “હા, એમ બની શકે છે. પ્રાણવાયુ સમાનવાયુના સંબંધથી રહેલ છે. દરેક વખતે શ્વાસને સમાનવાયુ ખેંચે છે, તેને શ્વાસ કહે છે. એ વાયુનો સંબંધ છૂટો પડ્યથી પ્રાણ ચાલ્યો ગયો એમ કહેવાય છે. તે વખતે જીવને જેવી લેશ્યા હોય તેવી ગતિ થાય છે અને શક્તિબળે જીવોની લેશ્યા ફેરવી શકાય છે.” (જીવનકળા પૃ.૧૩૨) * * ‘શ્રીમદ્ રાજચંદ્ર' પત્રાંક ૬૯૨ ‘દુર્લભ એવો મનુષ્યદેહ' (પરમકૃપાળુદેવે પરમકૃપા કરી સમાધિમરણ થવા અર્થે લખેલ આ પત્ર) મરણપર્યંત સત્પુરુષનો આશ્રય ટકાવનાર પત્ર ૭૫ * સમાધિમરણમાં બળ મળે એવો પરમ-કૃપાળુદેવ દ્વારા લખેલ પત્રાંક ૬૯૨ જે આપણે રોજ ભક્તિમાં બોલીએ છીએ. તે પત્રમાં સમાધિમરણનું મુખ્ય કારણ તે સત્પુરુષનો દૃઢ નિશ્ચય અને તે આશ્રય છે. તે આશ્રયને મરણપર્યંત ટકાવનાર આ પત્ર છે. નિશ્ચય એટલે સત્પુરુષમાં દૃઢ શ્રદ્ધા, વિશ્વાસ અથવા નિઃશંકપણુ અને આશ્રય એટલે શરણભાવ. જેમકે આપણને પરમકૃપાળુદેવનો જેટલો નિશ્ચય હશે અર્થાત્ એમનામાં જેટલી શ્રદ્ધા બળવાન હશે તેટલા પ્રમાણમાં તેમનો આશ્રય એટલે શરણ સ્વીકારી તેમની આજ્ઞા ઉઠાવવાનો આપણે પ્રયત્ન કરીશું. આજ્ઞા પ્રમાણે વર્તવાથી જ જીવનું કલ્યાણ છે. કેમકે હજુ સાચા મોક્ષમાર્ગની જીવને ખબર નથી કે જન્મ મરણથી કેમ છૂટાય. માટે જ કહ્યું છે કે ‘બાળાને ધમ્મો બાળાને તો’ આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ છે. પત્રાંક ૬૯૨ આ
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy