SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૩’માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન છું, મારાથી રહેવાતું નથી, હવે મરી જવાશે, છોકરાંનું હવે શું થશે ? મારી ચાકરી કોઈ કરતું નથી, મારું ઘર, ધન, સગાં બધાં મૂકવાં પડશે, આદિ પ્રકારે ફિકરમાં જીવ પડે છે તે આર્ત્તધ્યાન કહેવાય છે, તે પાપરૂપ છે. તેવે વખતે જીવ આયુષ્ય બાંધે તો તિર્યંચગતિ એટલે ઢોર-પશુમાં જવું પડે તેવું આયુષ્ય બાંધે છે એટલે તેનું ફળ દુઃખ જ આવે છે.’” (બો.૩ પૃ.૨૦૯) આર્તધ્યાનથી તિર્યંચગતિનો બંઘ જિનધર્મ અને સાગરદત્તનું દૃષ્ટાંત– “જિનધર્મનો જીવ આ ભવે શ્રી મુનિસુવ્રત ભગવાન બન્યા. અને સાગરદત્ત જે પૂર્વભવમાં એમનો મિત્ર હતો તે આ ભવમાં રાજાનો પટ્ટ અશ્વ એટલે ઘોડો બન્યો છે. તેનું ભગવાને આ ભવમાં સમાધિમરણ કરાવ્યું તેની આ કથા છે. પદ્મિની નગરમાં જિનધર્મ નામનો એક શ્રાવક હતો અને સાગરદત્ત નામનો શિવધર્મી એક શેઠ હતો. તે બન્નેને મિત્રાચારી હતી. સાગરદત્તે ઉપદેશમાં સાંભળ્યું કે જે જિન પ્રતિમા કરાવે તે સહેલાઈથી ધર્મ પામે. એ વાત એના કુમળા હૃદયમાં હાડોહાડ ઊતરી ગઈ. અને મિત્ર જિનધર્મના અનુમોદનથી તેણે જિનમંદિર કરાવ્યું અને પ્રતિષ્ઠા કરાવી. ૧૭૩ પણ સાગરદત્ત શિવધર્મી હોવાથી તેણે શિવ મંદિર પણ બંધાવેલું હતું. તેથી હજી કુળધર્મ ત્યાગ્યો નહોતો. તે શિવ મંદિરમાં ઉત્સવ હોવાથી એને આમંત્રણ આવ્યું તેથી ત્યાં ગયો. ત્યાં પુજારીઓ ઘીના ઘડા નીચે થયેલ સેંકડો ઘીમેલોને મારી નાખતા હતા. તે સાગરદત્તથી જોવાયું નહીં. તેથી પૂજારીઓને કહ્યું કે તમે જયણાથી કામ કરો. તે સાંભળી પૂજારીઓએ અને શૈવાચાર્યે પણ શેઠનું અપમાન કર્યું. તેથી ઘરે આવી વિચારવા લાગ્યો કે શિવધર્મ સાચો હશે કે જૈનધર્મ સાચો હશે, એવી શંકામાં ગળકા ખાતો આર્તધ્યાનથી અકાળે મૃત્યુ પામી તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થયો અનેક પ્રકારના ભવો કરી, પૂર્વ પુણ્યના સંચયથી ભરૂચમાં જિતશત્રુ રાજાનો પટઅશ્વ થયો. જિનધર્મનો જીવ આરાધના કરી બનેલ મુનિસુવ્રત ભગવાન સાગરદત્તના અકાળ મૃત્યુથી વૈરાગ્ય પામી જિનધર્મ શ્રાવકને પણ વૈરાગ થયો અને તેણે દીક્ષા ગ્રહણ કરી. સમાધિપૂર્વક દેહ ત્યાગ કરી તે દેવ થયો. ત્યાંથી ચ્યવી સુરશ્રેષ્ઠ નામનો રાજા થયો. રાજાના ભવમાં વૈરાગ્ય પામી દીક્ષા લઈ વીસસ્થાનકની આરાધના કરી પ્રાણત દેવલોકે જઈ ત્યાંથી ચ્યવી મુનિસુવ્રત ભગવાન થયા. એકદા પોતાના પૂર્વભવના મિત્ર સાગરદત્તને પટ્ટ અશ્વ તરીકે જોયો. તેનું આયુષ્ય અતિ અલ્પ જણાયું. તીર્થંકર ભગવાન જગતભરના જીવોના નિષ્કારણબંધુ બની તેમનો ઉપકાર કરી જીવોને સન્માર્ગે ચઢાવે છે. તેમ પોતાના પૂર્વભવના મિત્રના ઉદ્ધાર માટે સાઠ યોજન જેટલો દીર્ઘ વિહાર કરીને તેઓ ભરૂચ પહોંચ્યા. દેવોએ સમવસરણ રચ્યું. જિતશત્રુ રાજા પોતાના પટ્ટ અશ્વ ઉપર આરૂઢ થઈને આડંબરપૂર્વક પ્રભુને વંદન કરવા આવ્યો.
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy