SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૩’માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન ૧૫૯ અચાનક રાજકુમારીને મૂર્છા આવતાં સભામાં વિષાદ છવાઈ ગયો. રાજાએ શીતોપચાર શરૂ કરાવ્યા. કેટલીક વારે સચેત થઈ સુદર્શના વારંવાર ઋષભદત્ત સામું જોવા લાગી. રાજા મનમાં વિકલ્પ કરે છે તેવામાં તો સુદર્શનાએ સાર્થવાહ સાથે વાર્તાલાપ શરૂ કર્યો. “હે ધર્મબંધુ તમે ભરૂચથી આવો છો? તો ત્યાં મુનિવરો સુખશાતામાં છે ને ?’’ સાર્થવાહ આશ્ચર્ય તો પામ્યો, પણ જવાબ આપતા કહ્યું કે “ત્યાં સર્વ મુનિવરો શાતામાં છે. અને વિવિધ શાસન પ્રભાવનાના કાર્યો કરે છે.’’ રાજાને આમાં કંઈ સમજાયું નહિ, એટલે પુત્રીને પૂછ્યું :−‘તું આ સાર્થવાહને ઓળખે છે? આ વાતમાં અમને કશી સમજણ પડતી નથી, માટે તું સર્વ હકીકત વિસ્તારથી જણાવ.’ સુદર્શનાએ પોતાનો પૂર્વભવ કહી બતાવ્યો સુદર્શનાએ પોતાનો પૂર્વભવ સંભળાવ્યો. મુનિવરના પ્રતાપે તિર્યંચપણું ત્યજી રાજકુમા૨ી થઈ તે ઉપકાર યાદ કર્યો અને મુનિવરોને ભાવપૂર્વક ત્યાં જ વંદન કર્યું. હવે તેને ભરૂચ જવાની તાલાવેલી લાગી. પિતા સમક્ષ ઇચ્છા જણાવી. રાજા તથા રાણીએ વિવિધ પ્રકારે મનાવી પણ સુદર્શના મક્કમ રહી. છેવટે મહામુસીબતે ઋષભદત્તને ભલામણ કરી. સર્વ પ્રકારની સગવડપૂર્વક અને ભવ્ય સામગ્રી તથા વિશાળ પરિવાર સાથે સુદર્શનાને પ્રયાણ કરવાની રાજાએ અનુમતિ આપી. સુદર્શનાનું મન મુનિવરોને તેમજ પોતાના સમળીના ભવના નિવાસસ્થાનને નિહાળવા તલપાપડ બન્યું હતું. તરત જ તે નીકળી. પૂર્વના બધાં જ સ્મરણો નજર સમક્ષ ખડા થવા લાગ્યા. સમળીનો માળો, બચ્ચાં, મ્લેચ્છનો પાડો, બાણથી વિંધાઈને પૃથ્વી પર પતન, મુશ્કેલીએ વટવૃક્ષ નજીક આગમન, મુનિરાજોનું આશ્વાસન અને નવકાર મંત્રનું સ્મરણ. સુદર્શના આગળ ચાલતાં મુનિરાજોના આવાસ પાસે આવી. મુનિવરોને વંદન કર્યું. મુનિવરોએ ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. આ ધર્મના સ્વરૂપને સાંભળીને સુદર્શનાએ જિંદગીમાં કદી ન અનુભવેલું સુખ પ્રાપ્ત કર્યું. મુનિવરોના ઉપદેશથી સુદર્શનાએ ભવ્ય જિનાલય બંધાવ્યું સભળી વિવાર જિત મંદિર, ભર મુનિવરોએ આ સ્થાનનો મહિમા સમજાવતા જણાવ્યું કે :–અત્રે વીશમા તીર્થંકર મુનિસુવ્રત- સ્વામીએ પૂર્વ ભવના મિત્ર અશ્વને પ્રતિબોધ પમાડ્યો હતો, તેથી આ ‘અશ્વાવબોધ તીર્થ’ પ્રસિદ્ધ થયું છે. અહીં ભવ્ય જિનાલય હોય તો તેના દર્શન પૂજનથી પ્રાણીઓ પોતાના કર્મ પંકને ધોઈ નિર્મલ બને.
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy