SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ સમાધિમરણ વિદ્યાઘરની પુત્રીમાંથી મળી અને સમળીમાંથી રાજકુમારી બની સિલોનના શ્રીપુર નગરમાં ચંદ્રગુપ્ત રાજાને સાત પુત્રો હતા, પણ પુત્રી ન હતી. રાત્રિએ શાસનદેવીએ પ્રત્યક્ષ થઈને જણાવ્યું કે રાણીને પુત્રી થશે. તેની નિશાની તરીકે આજે રાત્રે સોનાની સમળી ચાંચમાં પુષ્પહાર લઈને રાણીના કંઠમાં આરોપણ કરે છે એવું સ્વપ્ન આવશે.” તે સ્વપ્ન આવ્યા પછી રાણી પોતાનો સમય ધર્મધ્યાનમાં વ્યતીત કરવા લાગી. અમુક દિવસો બાદ ગર્ભના ચિહ્નો દેખાયા અને રાણીએ અમારી પળાવી. સુપાત્રે દાન આપવા લાગી. જિનમંદિરોમાં પ્રભાવનાના અનેક કાર્યો કરવા લાગી. શુભ દિવસે પુત્રીનો જન્મ થયો. રાજાએ પુષ્કળ દાન આપ્યું. પુત્રીનું નામ સુદર્શના રાખવામાં આવ્યું. અભ્યાસ કરી તે બુદ્ધિશાળી બની. મંત્રના નિમિત્તે સુદર્શનાને જાતિસ્મરણશાન ઉપડ્યું એકદા રાજા સભામાં બેઠા છે. ઋષભદત્ત નામના સાર્થવાહ રાજાને નજરાણું કરી સભામાં આવ્યા. રાજાએ કુશળ સમાચાર પૂછ્યા. રાજકુમારી સુદર્શના રાજસભામાં આવી છે. તેવામાં એક આશ્ચર્યકારક બનાવ બન્યો. સાર્થવાહને અચાનક છીંક આવી. હંમેશની ટેવ મુજબ શેઠે “નમો રિહંતા' એ પદનો ઉચ્ચાર કર્યો. આ સાંભળતાની સાથે જ રાજકુમારી ચિંતવવા લાગી કે પૂર્વે મેં આ નામ સાંભળ્યું છે. વિચારમાં ગરકાવ બનતા જ તેને જાતિસ્મરણજ્ઞાન થયું. પોતાનો સમળીનો ભવ જોયો. તરત જ પૃથ્વી ઉપર પડી ગઈ. नमाज I[.
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy