SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ અને ઘારશીભાઈ સંઘવી ઘારશીભાઈને મારી નાખવાના વિચાર કરે છે, તો મારે તેમને ત્યાં જઈ આ મોટો ઉપકાર કરવાનો પ્રસંગ ચૂકવો નહીં, તેમને ચેતાવી દેવા જોઈએ. એવો વિચાર કરીને જમ્યા પછી તે મારે ત્યાં આવ્યા. શ્રીમદે મને પૂછ્યું : “ઘારશીભાઈ, તમારે મારા મામાઓ સાથે કંઈ સંબંધ છે?' મેં પૂછ્યું : “કેમ?” શ્રીમદે હ્યું: “હું પૂછું છું.” ત્યારે મેં કહ્યું : “સગપણ સંબંધ નથી, પણ રાજસંબંધી ખટપટ ચાલે છે.” શ્રીમદે કહ્યું : “તેમ છે તો તમારે સાવચેતીમાં રહેવું, કેમકે તમારા માટે તેઓ ઉપાય શોઘતા હતા. લાગ ફાવે તો ઠેકાણે કરી દેવાની વાત કરતા હતા. માટે તે વિષે પ્રસાદી ન થવું.” આ વાત તમે કેમ જાણી મેં પૂછ્યું : “પણ તમે એ કેમ જાણ્યું કે મારે માટે તેઓ આમ કરવા ઘારે છે?” ત્યારે શ્રીમદે ઉત્તર દીઘો : “હું જમતો હતો ત્યારે બહાર હું સાંભળું તેટલા મોટા સાદે તે વાતો કરતા હતા અને હું કોની સાથે આવ્યો તે તેમણે મને પૂછ્યું ત્યારે મેં તમારું નામ આપ્યું હતું. તે ઉપરથી તેમણે તે પ્રસંગે વાત ઉપાડી હતી.” મેં પૂછ્યું : “પણ તમારા દેખતાં તેવી વાતો તે કેમ કરે ?” શ્રીમદે કહ્યું : આ નાનો બાળ છે, આને એ બાબતની શી સમજણ પડવાની છે? એમ જાણી તે વાતો કરતા હતા. એટલે તમને કહેવા-ચેતાવવા માટે આવ્યો છું.” અહો! આ બાળકમાં કેવી ઉપકારબુદ્ધિ મારા મનમાં થયું કે અહો! આ બાળકમાં કેટલી ઉપકારબુદ્ધિ છે? મોટા માણસને પણ ન સૂઝે તેવો મહા ઉપકાર આ બાળક કરે છે! સારું થયું કે હું એમને તેડી લાવ્યો. ઘન્ય છે આ બાળ મહાત્માને! ઘન્ય મારાં ભાગ્ય કે એમનો મને સંગ થયો! એમ વિચારી મને ઘણો આનંદ થયો હતો. તે વખતમાં હું સરકારી અધિકારી હોવાથી અને શ્રીમદુને નાની ઉંમરના બાળક તરીકે ગણી તેમનો હું વિવેક-વિનય કરવામાં યોગ્ય રીતે સાચવતો ન હતો. “આ કામ મને સોંપો થઈ જશે” બીજે દિવસે શ્રીમદ્ અમારા ઉતારે પઘાર્યા હતા, તે વખતે સરકારી રિપોર્ટ લખવાના કામ તથા બીજા લખાણોની ઝડપથી નકલો ઉતારવાનું કામ ઘણું જ હતું. મારા હાથ નીચે દસ કારકુનો હતા. તે કામ એક જ કારકુનને સોંપવામાં આવે તો ઓછામાં ઓછા દસબાર દિવસે તે કામ પૂરું થાય એમ હતું. જેથી દસ કારકુનોને વિભાગ પાડી થોડું થોડું કામ સોંપવાનો વિચાર કરતો હતો. તે વખતે શ્રીમદે મને જણાવ્યું કે કેમ આ લખાણો પરથી નકલ ઉતારવાની છે? મેં કહ્યું કે હા. ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે “આ કામ મને સોંપો, થઈ જશે.” તે વખતે મને હસવું આવ્યું કે આ છોકરો શું બોલે છે? એનાથી તે વળી આ કામ બની શકતું હશે? એવો વિચાર કરી મેં જણાવ્યું કે આ કામ તમારાથી નહીં બની શકે. ત્યારે તેઓશ્રીએ દ્રઢતાથી જણાવ્યું કે બની શકશે. તેથી વિચાર કરી લખાણનો અર્થો ભાગ ઉતારો કરવા માટે શ્રીમદુને સોંપ્યો. અને બાકીનો અર્ધો ભાગ ઉતારા માટે દસે કારકુનોને વહેંચી લેવા જણાવ્યું. ભૂલો સુઘારી અને અક્ષરો તદ્દન ચોખ્ખા લખ્યા શ્રીમદે તે અર્ધા ભાગનો ઉતારો કરવાનું કામ શરૂ કર્યું. તે જ વખતથી દસ કારકુનોએ પણ બીજા
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy