SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૪૨ સંવત ૧૯૨૪ કાર્તિક શુક્લ પૂર્ણિમાએ દેવદિવાળીના પર્વ દિને થયેલ છે, અને સંવતુ. ૧૯૫૭ના ચૈત્ર માસમાં કૃષ્ણપક્ષની પંચમીએ શ્રી રાજકોટ મધ્યે તેઓશ્રીનો દેહોત્સર્ગ થયેલ છે. પરમકૃપાળુ દેવના જન્મથી સૃષ્ટિમાં ઘર્મની ઉજજવલતા જેમ સૂર્યોદય થવાથી આખી સૃષ્ટિ ઉજ્જવલતાને પામે છે. તેમ જ આ પરમપુરુષ પૂર્ણ ઉજ્વલ તિથિએ એટલે કાર્તિક શુક્લ પૂર્ણિમાએ પ્રગટ થવાથી આખી સૃષ્ટિમાં ઘર્મની ઉજ્વલતા વ્યાપી ગઈ. અને સૂર્ય અસ્ત થવાથી આખી સૃષ્ટિમાં જેમ અંધકાર વ્યાપી જાય તેમ આ પરમપુરુષ, કૃષ્ણપક્ષમાં દેહોત્સર્ગ પામવાથી સૃષ્ટિમાં ફરીથી અંધકાર વ્યાપી ગયો. સૂર્ય અસ્ત થયે જેમ દિપકનું તેજ આખી સૃષ્ટિને આધારરૂપ છે તેમ જ આ પરમપુરુષના વિયોગથી હવે તેઓશ્રીના વચનામૃત જગતને આઘારરૂપ છે. તેઓશ્રીના સ્વહસ્તે લખાયેલા પત્રો, તે સર્વ એકત્ર કરી રત્નોના જતનની જેમ સંગ્રહ કરી તેને “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ રૂપે પ્રકાશિત કર્યો, જેથી સર્વ મુમુક્ષુઓ આજે પણ તેનો લાભ મેળવી શકે છે. તે ગ્રંથ સદા વિદ્યમાનપણે વર્તા, જયવંત વર્તો. શ્રીમદ્ દસ વર્ષની વયે ઘણા જ ડાહ્યા અને સમજુ હું પ્રથમ મોરબી સ્વસ્થાન માંહે ફર્સ્ટક્લાસ મેજિસ્ટ્રેટ જગા પર અધિકારી હતો, અને ડિસ્ટ્રીક્ટ ફરવાનું કામ કરતો. તેવામાં શ્રીમદ્ મોરબી પધાર્યા અને પોતાના સગાંઓને ત્યાં ઊતર્યા હતા. તેમના સગાંઓ તરફથી એક ભાઈએ મારી પાસે આવી જણાવ્યું કે આપ રાજકોટ જવાના છો? મેં જણાવ્યું કે આવતી કાલે જવાનું છે. ત્યારે તે ભાઈએ જણાવ્યું કે અમારે ત્યાં રાયચંદભાઈ (શ્રીમ) આવેલ છે, તેમને રાજકોટ તેમના મોસાળે જવા વિચાર છે, તો તમારી સાથે લઈ જશો? મેં જણાવ્યું કે ભલે, લઈ જઈશું. ગાડીમાં જગ્યા છે માટે તેમને અમુક ટાઈમે મારે ત્યાં મોકલજો. જે ટાઈમે આવવા માટે જણાવ્યું હતું તે ટાઈમે શ્રીમદ્ આવી પહોંચ્યા. અને અમો ગાડીમાં બેસી રાજકોટ તરફ રવાના થયા. શી આ છોકરાની બુદ્ધિ! રસ્તામાં વાતચીતના પ્રસંગમાં તેમની વાતો સાંભળી મને આશ્ચર્ય ઊપસ્યું કે આટલી લગભગ દશ વર્ષની વયમાં આ છોકરો ઘણો જ ડાહ્યો છે, સમજુ છે. મોટી ઉંમરના માણસો પણ જે વાતો ન કરી શકે એવી વાતો એ કરે છે. શી આ છોકરાની બુદ્ધિ છે!તેમના ગુણથી આકર્ષાઈને હું બોલ્યો : “રાયચંદભાઈ, રાજકોટમાં અમારી સાથે જ તમે રહેજો.” ત્યારે શ્રીમદે કહ્યું : “ના, મારા મોસાળે રહીશ.” મેં ઘણો આગ્રહ કર્યો ત્યારે તેમણે કહ્યું : “તમારે ત્યાં આવતો જઈશ, પણ રહેવાનું તો મોસાળમાં જ થશે.” ઘારસીભાઈને ઠેકાણે કરી દેવા. શ્રીમદ્ રાજકોટ પહોંચ્યા એટલે મોસાળમાં ગયા ત્યારે તેમના મામાએ પૂછ્યું : “તમે કોની સાથે આવ્યા?” તેમણે કહ્યું : “ઘારશીભાઈ સાથે આવ્યો છું.” બન્ને મામાએ જાણ્યું કે ઘારશીભાઈ અત્રે આવ્યા છે, તો તેમને ઠેકાણે કરી દેવા; એવી પ્રપંચની વાતો માંહોમાંહે તે કરવા લાગ્યા. જમતાં જમતાં શ્રીમદે તે સાંભળ્યું તેથી અનુમાન કર્યું કે આ ભાઈઓ
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy