SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૮૮ અને જે મુમુક્ષુને મોકલવાનું શ્રીમદ્ લખી જણાવે તેને મોકલતા. તે ઉપરાંત સંસ્કૃત, માગથી, હિંદી, ગુજરાતીના અગત્યનાં પુસ્તકોની નકલ ઉતારી લેવા માટે શ્રીમદ્ અંબાલાલભાઈને મોકલતા. તે મુજબ અંબાલાલભાઈ તે પુસ્તકો ઉતારી યોગ્ય મુમુક્ષુને આજ્ઞાનુસાર વાંચવા મોકલાવતા. અંબાલાલભાઈ દરરોજ સામાયિક લઈને બેસતા અને લેખનકાર્ય એકચિત્તે કરતા. તે સાથે સંસ્કૃત તથા કર્મગ્રંથ વગેરે શાસ્ત્રોનો અભ્યાસ તેમણે કર્યો હતો. ટૂંકામાં તેઓ ઘણા જ કાર્યદક્ષ, આજ્ઞાંતિ અને આત્મલક્ષી હતા. શ્રીમદ્ ઘણી મુશ્કેલીઓ વચ્ચે ટૂંક વખતમાં ઘર્મ પ્રભાવના કરી ગયા તેમાં અંબાલાલભાઈનો ફાળો સૌથી મોટો છે. “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથની પ્રથમાવૃત્તિ બહાર પાડવામાં મદદ સંવત્ ૧૯૫૭ના મહા ફાગણમાં અંબાલાલભાઈ પોતાના નાનાભાઈ નગીનદાસ મગનલાલ સાથે વઢવાણ શ્રીમદ્ભી સેવામાં એક મહિનો રહ્યા હતા. શ્રીમદે તેમને જવાની આજ્ઞા કરી, તેને માન આપી તેઓ ખંભાત ગયા. શ્રીમન્ના અવસાન પછી શ્રી અંબાલાલે વચનામૃત છપાવવામાં શ્રી મનસુખભાઈને બનતી સહાય કરી. સંવત્ ૧૯૬૧માં “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથની પ્રથમવૃત્તિ બહાર પડી. શ્રી લલ્લુજી મુનિ સાથે શ્રી અંબાલાલને સારો મેળ હતો. તેઓ અન્યોન્ય સલાહ લઈને વર્તતા. સંવત ૧૯૫૮માં શ્રી અંબાલાલ શ્રી લલ્લુજી મુનિનો સમાગમ કરવા દક્ષિણ હિન્દમાં કરમાળા ગયેલા. છેવટે પ્લેગ લાગુ પડવાથી શ્રી અંબાલાલ બીજા બે મુમુક્ષુ સાથે સમાધિ સહિત સં.૧૯૬૩ના ચૈત્ર વદ બારસે ખંભાત મુકામે માત્ર ૩૭ વર્ષની વયે દેવલોક પામ્યા. પોતાની દશાનું સ્વચ્છંદે માપ કાઢવું નહીં “એક વખત અંબાલાલભાઈ મુંબઈ પરમકૃપાળુદેવને મળીને ખંભાત આવ્યા પણ કૃપાળુદેવનો વિરહ અને અતિ વૈરાગ્યને લીધે ખાવું, પીવું, બોલવું, બેસવું, કંઈ ગમે નહીં અને અંતરની વેદનામાં કંઈ ઠરાય નહીં. આવી દશા થઈ ત્યાં શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપાવાળો પત્ર તેમના વાંચવામાં આવ્યો. પોતે બુદ્ધિશાળી હતા, ક્ષયોપશમ સારો હતો. તેથી આ પત્ર વાંચીને શાંત થયા અને પોતાને સમકિત થયાનું માની લીધું. આ વાત તેમણે કૃપાળુદેવને લખી કે આપની પાસેથી ગયા બાદ મારી દશા વિહળ બની ગઈ હતી, પણ આ પત્ર વાંચ્યા પછી શાંતિ થઈ છે ને સમજાયું છે. ત્યારે કૃપાળુદેવે જણાવ્યું કે તમારી પહેલાંની સ્થિતિ હતી, તે જ સારી હતી. તમોએ માની લીધું છે તે અપૂર્ણ દશા છે.” પૂ. બ્રહ્મચારીજીના બોઘની ઉતારેલી નોટ નં.૧ (પૃ.૪૨) આત્માને જાણવાનું કાર્ય સર્વથી વિકટ “આ આત્મા પૂર્વે અનંતકાળ વ્યતીત કર્યું જાણ્યો નથી, તે ઉપરથી એમ લાગે છે કે તે જાણવાનું કાર્ય સર્વથી વિકટ છે; અથવા તો જાણવાના તથારૂપ યોગો પરમ દુર્લભ છે. જીવ અનંતકાળથી એમ જાણ્યા કરે છે કે હું અમુકને જાણું છું, અમુકને નથી જાણતો એમ નથી, એમ છતાં જે રૂપે પોતે છે તે રૂપનું નિરંતર વિસ્મરણ ચાલ્યું આવે છે, એ વાત બહુ બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે, અને તેનો ઉપાય પણ બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૪૩૨)
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy