SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ અને અંબાલાલ શ્રી લાલચંદભાઈએ શ્રી અંબાલાલભાઈને દત્તક લીધેલા ખંભાતમાં શ્રી અંબાલાલ કરીને હતા. તેમના પિતાશ્રીનું નામ મગનલાલ હતું. પરંતુ તેમના માતામહ શ્રી લાલચંદભાઈને પુત્ર નહીં અને સ્થિતિ સારી હોવાથી તેમને દત્તક લીધેલા. તેથી તેઓશ્રી લાલચંદભાઈ પાસે ઊછરેલા અને અંબાલાલ લાલચંદ એ નામે ઓળખાતા. તેમની વાતમાં શ્રી માણેકચંદભાઈ કરીને હતા. તેમના પુત્રો છોટાલાલ, સુંદરલાલ અને ત્રિભોવનભાઈ એ અંબાલાલના મિત્ર હતા. શ્રી અંબાલાલભાઈની વિનંતિથી શ્રીમનું ખંભાતમાં આગમન સંવત્ ૧૯૪૫ના વૈશાખમાં અંબાલાલભાઈ તથા છોટાલાલ લગ્ન પ્રસંગે અમદાવાદ આવેલા. ત્યાં જૂઠાભાઈના પરિચયમાં આવ્યા, ત્યારે જૂઠાભાઈએ તેમને શ્રીમદ્ભી વાત કહી તથા પત્રો બતાવ્યા; અને શ્રીમદ્ભી આજ્ઞા મેળવ્યા બાદ મળવા જવાની સલાહ આપી, તે ધ્યાનમાં લઈ તેઓ ખંભાત આવ્યા. આજ્ઞા માટે પત્રવ્યવહાર શરૂ થયો. પાંચ છ પત્ર પછી શ્રીમદે આવવાની હા કહી, ત્યારે ત્રિભોવનભાઈ સાથે અંબાલાલ મુંબઈ ગયા અને શ્રીમન્ને મળ્યા. ફરીથી ત્રિભોવનભાઈ એકલા મુંબઈ ગયેલા ત્યારે “સપુરુષના ચરણનો ઇચ્છક...” (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૧૦૫) એ ૧૦ બોલવાળો બોઘપત્ર લખીને શ્રી અંબાલાલભાઈ માટે આપ્યો. ત્યારબાદ શ્રી અંબાલાલની વિનંતિથી શ્રીમદ્ સં. ૧૯૪૬ના આસોમાં ખંભાત તેમને ઘેર પધાર્યા. શ્રી લાલચંદભાઈ શ્રીમ સ્થાનકવાસી ઉપાશ્રયે લઈ ગયા. શ્રી લલ્લુજીસ્વામી (પ્રભુશ્રીજી)ને તેમનાં પ્રથમ દર્શન થયાં એ વગેરે હકીકત જીવનકળામાં સવિસ્તર વર્ણવેલી છે. શ્રીમન્ની આજ્ઞા અને સેવાથી પ્રગટેલ ઘારણાશક્તિ શ્રી અંબાલાલ શ્રીમથી બે વર્ષ નાના હતા. તેઓ પૂર્વના સંસ્કારી, ઉત્તમ ક્ષયોપશમવાળા, સેવાભાવી અને એકનિષ્ઠ-ભક્તિવાળા હતા. સં.૧૯૪૬ના સમાગમ પછી તેમનું જીવન શ્રીમદ્ભય બન્યું હતું. તેમનો પત્રવ્યવહાર નિરંતર ચાલુ રહ્યો હતો. શ્રીમન્ની આજ્ઞા મુજબ તેમણે પોતાનો સમય ગાળી જીવનને અમૂલ્ય બનાવ્યું હતું. દરેક બાબત તેઓ શ્રીમદ્ પૂછાવીને જેમ આજ્ઞા મળે તેમ કરતા. એ રીતે થોડા જ વખતમાં તેઓ શ્રીમદ્ભા ઘર્મ ઉદ્ધારના કાર્યમાં મુખ્ય સંચાલક બન્યા. શ્રીમદ્ જ્યારે ચરોતરમાં પથારે ત્યારે તેઓ સાથે રહી બઘી વ્યવસ્થા કરતા. શ્રીમની તેમજ અન્ય મુમુક્ષુઓ આવે તેમની તનમનધનથી સેવા કરતા. શ્રીમદ્ જે બોઘ કરે તે તેઓ આઠ દિવસે પણ અક્ષરશઃ લખી શકતા એવી તેમની ઘારણાશક્તિ શ્રીમદે વખાણી હતી. સંવત્ ૧૯૫૨માં કાવિઠા, રાળજ, વડવા, ખંભાત, આણંદ, નડિયાદ સ્થાને થયેલો બોઘ ‘ઉપદેશછાયા'ના મથાળાથી છપાયો છે, એ શ્રી અંબાલાલભાઈની નોંઘને આભારી છે. શ્રીમન્ની આજ્ઞાથી પત્રો એકત્રિત કરી સર્વની નકલો કરી. નડિયાદમાં એક દિવસ સાંજે શ્રીમદે આત્મસિદ્ધિ લખવી શરૂ કરીને એકઘારાએ ૧૪૨ ગાથા દોઢથી બે કલાકમાં પૂરી કરી. તે દરમ્યાન અંબાલાલભાઈ બાજામાં ફાનસ ઘરીને ઊભા રહ્યા હતા. તેની ચાર નકલો કરવામાં આવી અને યોગ્ય જીવોને મોકલવા આજ્ઞા કરી. શ્રીમદ્ભા પત્રો જ્યાં હતા ત્યાંથી મંગાવી તેની નકલ કરવાનું કામ શ્રીમન્ની આજ્ઞાથી શરૂ થયું. તેની નકલો અંબાલાલભાઈ કરી રાખતા
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy