SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો પ્રકારે દીપી નીકળી હતી, એવો એ ઠાભાઈનો પવિત્રાત્મા આજે જગતનો, આ ભાગનો ત્યાગ કરીને ચાલ્યો ગયો. આ સચારીઓથી મુક્ત થયો. ધર્મના પૂર્ણાહ્લાદમાં આયુષ્ય અર્ચિનું પૂર્ણ કર્યું.'' (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૧૧૭) શ્રીમના શરૂઆતના કેટલાક અપૂર્વ બોધપત્રો શ્રી જાઠાભાઈ ઉપર લખાયેલા છે. શ્રીમદ્ અને શ્રી સોભાગભાઈ લલ્લુભાઈ ૮૨ સાયલા શ્રીમની દેહની પાર આત્મા જોવાની જ્ઞાનવૃષ્ટિ શ્રીમદ્ રાજચંદ્ર ગૃહસ્થ વૈષે યોગી હતા; જ્ઞાની હતા. ભૂતભાવિને જાણી શકે એવી તેમની વિશાળ પ્રજ્ઞા હતી. દેહના પર્યાયની પાર એક આત્મા જોવાની તેમની જ્ઞાન વૃષ્ટિ હતી. તેમની બાહ્ય પ્રવૃત્તિ અને અત્યંતર દશાનો ખ્યાલ મુખ્યપણે શ્રીમદે શ્રી સોભાગભાઈ પર લખેલા પત્રોમાંથી મળી આવે છે. આત્માના કલ્યાણ અર્થે મળેલ બીજજ્ઞાન “અવધાનથી શ્રીમદ્ની કીર્તિ ગુજરાત, કાઠિયાવાડ અને અંગ્રેજી પત્રો દ્વારા હિંદુસ્તાનમાં પ્રસરી હતી. તે વખતે કાઠિયાવાડનું સાયલા ગામ જે ‘ભગતના ગામ' તરીકે પ્રસિદ્ધ છે ત્યાં લલ્લુભાઈ નામે એક નામાંકિત શેઠ રહેતા હતા. તેમની લક્ષ્મી સંબંઘી પ્રથમ સ્થિતિ બહુ સારી હતી, પણ પુણ્યનો ઉદય પૂરો થતાં ચંચળ લક્ષ્મી ચાલી ગઈ; ત્યારે તેમણે વિચાર કર્યો કે મારવાડના સાધુઓ મંત્રવિદ્યા વગેરેમાં કુશળ કહેવાય છે, તેમાંના કોઈની કૃપાથી લક્ષ્મી ફરી પ્રાપ્ત થાય તેવી તજવીજ કરવી. એમ વિચારી તે મારવાડમાં ગયા અને કોઈ પ્રખ્યાત સાથેનો પરિચય કરી તેમને પ્રસન્ન કરી એકાંતમાં પોતાની સ્થિતિ જણાવી કંઈ સ્થિતિ સુધરે તેવો ઉપાય બતાવવા વિનંતી કરી. પરંતુ તે અઘ્યાત્મપ્રેમી સાધુએ શેઠ લલ્લુભાઈને ઘણો ઠપકો આપ્યો; અને કહ્યું કે આવા વિચક્ષણ થઈ તમે ત્યાગી પાસેથી આત્માની વાત પામવાનું પડી મૂકી કે માયાની વાત કરો છો એ તમને ઘટે નહીં. તે સાધુના અભિપ્રાયને સમજી જવાથી લલ્લુભાઈએ કહ્યું : “બાપજી, મારી ભૂલ થઈ. મારા આત્માનું કલ્યાણ થાય તેવું કંઈ મને બતાવો.'' તેમના ઉપર કૃપા કરીને તે સાધુએ “બીજજ્ઞાન” બતાવ્યું; સાથે જણાવ્યું કે તમારી યોગ્યતા નથી પણ કોઈ યોગ્ય પુરુષને તમે આપશો તો તેને જ્ઞાનપ્રાપ્તિ થશે. 'બીજજ્ઞાન'નું સાધન હરતા ફરતા પણ કરવા લાગ્યા એ સાધનનું આરાધન કરવા લાગ્યા અને સામાયિક આદિ ક્રિયા માટે અપાસરે જવાનું તેમણે છોડી દીધું; અને હરતાં ફરતાં અમારે સામાયિક છે એમ કહેતા. એટલે સ્થાનકવાસી સાધુઓને લાગ્યું કે તે કંઈ મારવાડથી શીખી લાવ્યા છે તે આપણે શીખવું. એક સાધુએ તેમને ઘણો આગ્રહ કર્યો અને કહ્યું : “તમે કહેશો તે હું કરીશ, પણ તમે જે સાઘન કરો છો તે મને બતાવો.’ લલ્લુભાઈ કહે : ‘“હું કહીશ તેમ નહીં બને.” સાધુએ કહ્યું : “બનશે.' પછી લલ્લુભાઈએ કહ્યું : “સાધુનો વેશ ઉતારી, મુમતી છોડી નાખી અપાસરે જાઓ.’’ સાધુ છે : “એ તો કેમ બને ?'' લલ્લુભાઈએ કહ્યું : “તો આવ્યા હતા તેમ પાછા પધારો."
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy