SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ અને જૂઠાભાઈ મોક્ષમાળા છપાઈ નિમિત્તે અમદાવાદમાં શ્રી જૂઠાભાઈને શ્રીમદ્નો મેળાપ મોક્ષમાળાના કામ માટે સંવત્ ૧૯૪૪ના ચૈત્રમાં શ્રીમદ્ અમદાવાદ શેઠ પન્નાલાલના માતુશ્રી ચંચળબેનને ઘેર ટંકશાળામાં બે અઢી મહીના રહ્યા હતા. શ્રી જાડીભાઈને શ્રીમો અહીં સમાગમ થયો હતો. ૮૧ શ્રીમદ્દ્નો શ્રી જૂઠાભાઈના ઘરે ૧૫ દિવસ નિવાસ સંવત્ ૧૯૪૪ના અષાઢમાં મોક્ષમાળા છપાઈ બહાર પડી. ત્યારબાદ સં.૧૯૪૫ના કાર્તિકમાં શ્રીમદ્ અમદાવાદ પથાર્યા ત્યારે શ્રી જૂઠાભાઈ સાથે તેમના છીપાપોળના મકાને ૧૫ દિવસ રહ્યા હતા. બાદ ફાગણમાં શ્રી જૂઠાભાઈ મોરબી આવ્યા. ત્યાં એક મહિનો રહી તેમણે શ્રીમદ્ના સમાગમનો લાભ લીધો હતો. શ્રીમની અપૂર્વ ભક્તિના પ્રતાપે સમ્યક્ત્વ પામ્યા શ્રી જાઠાભાઈનો જન્મ સંવત્ ૧૯૨૩ના કાર્તિક સુદ ૨નો હતો. તેમના દાદા મલ્લીચંદ જેચંદની પેઢીને શ્રીમદ્ ‘પુણ્ય પ્રભાવક' વિશેષણ લગાડતા. જાઠાભાઈના પિતાનું નામ ઊજમશીભાઈ અને માતાનું નામ જમનાબાઈ હતું. તેમનો અભ્યાસ અંગ્રેજી ચોથા ધોરણ સુધીનો હતો. તેઓ શ્રીમથી એક વર્ષે મોટા તા. અને ભક્તિપ્રધાન સંસ્કારી ઘર્માત્મા હતા. તેમજ બુદ્ધિમાન પન્ન હતા. તેમને શ્રીમદ્નો નિકટ પિરચય થવાથી તેમની ભક્તિને નવજીવન મળ્યું. તેમની અપૂર્વ ભક્તિને પ્રતાપે તેમને અલ્પકાળમાં મોક્ષમાર્ગને કે તેવું સમ્યક્ત્વ તેમજ કેટલાક અતિશયો પણ પ્રગટ્યા હતા. બીજીવાર પધારી શ્રીમદ શ્રી જૂઠાભાઈને આપેલો અપૂર્વ લાભ સંવત્ ૧૯૪૫ના જેઠ અષાઢમાં શ્રીમદ્ અમદાવાદ શ્રી જૂઠાભાઈને ત્યાં પધાર્યા. અને થોડા દિવસ રહી અપૂર્વ લાભ આપ્યો. ત્યારે શ્રી રેવાશંકરભાઈ પણ તેમની સાથે ત્રણ દિવસ રહી મુંબઈ ગયા હતા. ત્યારબાદ શ્રીમદ્ વવાણિયા જઈ શ્રાવણમાં મુંબઈ પધાર્યા અને ભાગીદારીમાં વેપાર શરૂ કર્યો. શ્રીમદે જઠાભાઈની બે મહિના પહેલા નોંધેલી મરણતિથિ સંવત્ ૧૯૪૬માં શ્રી જૂઠાભાઈની શરીર પ્રકૃતિ ક્ષીણ થતી ગઈ, અને સંવત્ ૧૯૪૬ના અષાઢ સુદ ૯ને દિવસે માત્ર ૨૩ વર્ષની વયે તેઓ કાળધર્મ પામ્યા. જાઠાભાઈની મરણતિથિ શ્રીમદ્દે બે મહિના અગાઉથી જાણીને નોંધી રાખી હતી. તેમના મરણ-સમાચારથી શ્રીમદ્ન અત્યંત આઘાત અને શોક થયો. તેઓ લખે છે :— શ્રી જૂઠાભાઈના ઉત્તમ ગુણો “એ પાવન આત્માના ગુણોનું શું સ્મરણ કરવું? જ્યાં વિસ્મૃતિને અવકાશ નથી, ત્યાં સ્મૃતિ થઈ ગણાય જ કેમ એનું લૌકિક નામ જ દેવઘારી દાખલ સત્ય હતું—એ આત્મદશારૂપે ખરો વૈરાગ્ય હતો. મિથ્યાવાસના જેની બહુ ક્ષીણ થઈ હતી, વીતરાગનો પરમરાગી હતો, સંસારનો પરમગુપ્તિત હતો. ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરમાં સદાય પ્રકાશિત હતું, સમ્યભાવથી વેદનીય કર્મ વેઠવાની જેની અદ્ભુત સમતા હતી, મોહનીય કર્મનું પ્રબળ જેના અંતરમાં બહુ શૂન્ય થયું હતું, મુમુક્ષુતા જેનામાં ઉત્તમ
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy