________________
(૧૧) શ્રી વજંધર જિન સ્તવન
૧૫ પ્રભુગુણને રંગે રમતા, તે પામે અવિચલ સમતા લાલ. અ૬
સંક્ષેપાર્થ :- પ્રભુની શુદ્ધ આત્મસત્તામાં આપણા ઉપયોગને સ્થિર કરવાથી વિશેષ સ્થિરતાનો અભ્યાસ થાય છે. જેમકે ઘઉંના બીજથી ઘઉંની વૃદ્ધિ થાય. અગ્નિના અંશથી મહાઅગ્નિ પ્રગટ થાય, રાગરૂપબીજથી રાગની વૃદ્ધિ થાય, જ્ઞાનના અંશથી જ્ઞાનની વૃદ્ધિ થાય તેમ સ્થિરતાના અંશથી પરમ શાશ્વત સ્થિરતાની પ્રાપ્તિ થાય. એમ કરતાં કરતાં સાધક જીવ પોતાની આત્મપ્રભુતાને સાધે છે.
મોક્ષાભિલાષી જીવ પ્રભુના શુદ્ધ આત્મગુણોમાં પોતાની આત્મશક્તિ વડે અશુદ્ધતાના અંશનો નાશ કરતો થકો અવિચલ એટલે સ્થિર ગુણવાળી એવી સમતાને પામી શાશ્વત સુખસ્વરૂપ એવા મોક્ષને મેળવી લે છે. સર્વકાળમાં સુખસ્વરૂપ એવી પ્રભુની સ્થિરતા તે અતિ રૂડી છે, અતિ રૂડી છે. કા.
નિજ તેજે જેહ સુતેજા, જે સેવે ધરી બહુ હેજા લાલ; અ૦ શુદ્ધાલંબન જે પ્રભુ ધ્યાવે, તે દેવચંદ્ર પદ પાવે લાલ.અ૦૭
સંક્ષેપાર્થ:- પ્રભુ શ્રી સુતેજ જિન તો પોતાના અનંત આત્મતેજ વડે સુતેજવંત છે, અર્થાત્ શોભા પામી રહ્યા છે. એવા પ્રભુની જે જિજ્ઞાસુ ભવ્ય જીવ બહુ હેજા એટલે પરમ ભાવભક્તિથી આજ્ઞા ઉઠાવશે તથા ભક્તિ અને સ્વાધ્યાયરૂપ શુદ્ધ આલંબન વડે એ પ્રભુના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરશે તે ભવ્યાત્મા દેવોમાં ચંદ્રમા સમાન પરમાત્મપદને અવશ્ય પામશે. એવા મોક્ષદાયક પ્રભુની આત્મસ્થિરતા તે અતિ રૂડી છે, અતિ રૂડી છે. તેના
૧૩૬
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સંક્ષેપાર્થ :- હે મહાવિદેહ ક્ષેત્રે વિચરતા વજંધર પ્રભુ! એક મારી વિનંતિને આપ સાંભળો. આપ જગત જીવોના તારક, જગતના નાથ તથા ત્રણ ભુવનના પતિ છો, આપ લોક અલોક સર્વના ભાસક એટલે જાણનાર હોવાથી સર્વ જાણો છો. તો પણ મારામાં વીતેલી વાતને મારું હૃદય ખાલી કરવા, આપની સમક્ષ ભક્તિથી રજૂ કરું છું. /૧૫
હું સ્વરૂપ નિજ છોડી, રમ્યો પર પુદ્ગલે, ઝીલ્યો ઊલટ આણી, વિષય તૃષ્ણાજલે; આસ્રવ બંધ વિભાવ, કરું રુચિ આપણી,
ભૂલ્યો મિથ્યાવાસ, દોષ દઉં પરભણી. ૨ સંક્ષેપાર્થ:- હે પ્રભુ! મારા આત્મસ્વરૂપને અનાદિથી ભૂલીને મેં પર એવા દેહાદિ પુદ્ગલિક વિભાવોમાં જ રમણતા કરી છે. તથા ખૂબ ઊલટભાવ આણી પાંચ ઇન્દ્રિયોના વિષયોને મેળવવા માટે મૃગતૃષ્ણાના જળની જેમ ખૂબ દોટ મૂકી છતાં મારી વિષયતૃષ્ણા શમી નહીં; પણ મારો તે શ્રમ વ્યર્થ કર્મ બંધાવનાર જ થયો, છતાં હજુ કર્મના આસ્રવ કરીને બંધ કરવારૂપ વિભાવ ભાવોમાં જ રુચિ ધરાવું છું. આમ હું પોતે મિથ્યાત્વમાં વાસ કરીને પોતાને ભૂલી ગયો છું. પોતાના દોષોને જોતો નથી અને પરને જ મારા દોષના કારણરૂપ ઠરાવું છું. હે પ્રભુ! મારી એવી મિથ્યા મતિનો હવે નાશ કરો. //રા
અવગુણ ઢાંકણ કાજ, કરું જિનમત ક્રિયા, ન તજું અવગુણ ચાલ, અનાદિની જે પ્રિયા; દ્રષ્ટિરાગનો પોષ, તેહ સમકિત ગણું,
સ્યાદ્વાદની રીત, ન દેખું નિજપણું. ૩ સંક્ષેપાર્થ:- લોકોને મારા અવગુણો એટલે દોષોની ખબર ન પડે, તે ઢંકાયેલા રહે અને ઉપરથી મને ધર્માત્મા કહે તેના માટે જૈન મત પ્રરૂપિત સામાયિક, પ્રતિક્રમણ, પૂજા આદિ ક્રિયાઓ કરું છું. પણ અનાદિની વિષયકષાયવાળી અવગુણ ભરેલી ચાલનો મોહ છોડવા તૈયાર નથી. મારી બુદ્ધિ પ્રમાણે દેવગુરુને માની તેમાં જ દ્રષ્ટિરાગ રાખીને તેને જ પોષણ આપું છું. અને વળી ઉપરથી તેને સમકિત ગણું છું. પણ સ્યાદ્વાદની રીતે દેહથી ભિન્ન એવું નિજપણું એટલે પોતાના આત્માનું સ્વરૂપ જે ભગવંતે જણાવ્યું છે તેને તો હું દેખતો નથી અર્થાત્
(૧૧) શ્રી વજેઘર જિન સ્તવન શ્રી દેવચંદ્રજીકૃત વિહરમાન વીશી
(ની યમુના ને તી......એ દેed) વિહરમાન ભગવાન, સુણો મુજ વિનતિ, જગતારક જગનાથ, અછો ત્રિભુવનપતિ; ભાસકે લોકાલોક તિણે જાણો છતિ, તો પણ વીતક વાત, કહું છું તુજ પ્રતિ. ૧