SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) શ્રી સુતેજ જિન સ્તવન ૧૩૩ હોવાથી તે સર્વ શક્તિ સર્વ સમયે અનુભવયુક્ત છે. પણ પરપુગલાદિકના પરગુણમાં તે શક્તિ રમતી નથી. માટે પ્રભુમાં સ્વગુણભોગ અસ્તિપણે છે અને પરગુણનો ભોગ નાસ્તિપણે છે. સ્વઆત્મગુણોમાં જ રમનારી એવી પ્રભુની સ્થિરતા અતિ રૂડી છે, અતિ રૂડી છે. [૧] ઉત્પાદ વ્યયે પલટૅતી, ધ્રુવ શક્તિ ત્રિપદીસતી લાલ; અને ઉત્પાદે ઉતમતમતી, પૂરવ પરિણતિ વ્યયવંતી લાલ. અ૦૨ સંક્ષેપાર્થ :- પ્રભુની જ્ઞાનદર્શનાદિ અનંતશક્તિ તે ઉત્પાદ વ્યયપણે પલટાય છે. છતાં પણ તેનું ધ્રુવ સ્વરૂપે રહેવાપણું છે. પ્રભુની શક્તિ અથવા સત્તા; ઉત્પાદ, વ્યય, ધ્રુવ એમ ત્રિપદી સહિત હોય છે. માટે જ ગ્રંથોમાં કહ્યું છે કે ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય યુક્ત સલક્ષણે દ્રવ્ય” એટલે ઉત્પાદ, વ્યય અને ધ્રુવ તે જ દ્રવ્યનું સતુ લક્ષણ છે. સતુ લક્ષણ વિના દ્રવ્યની સત્તા હોઈ શકે નહીં. જેમકે સોનાની સત્તા વડે તેમાંથી ગળાનો હાર બનાવવારૂપ પર્યાયનો ઉત્પાદ થાય છે. અને તે પહેલાં સોનું કડારૂપે હતું તો પૂર્વ પર્યાયનો વ્યય થાય છે. એમ ગળાનો હાર કે કંડારૂપ પર્યાયની સત્તા સુવર્ણ દ્રવ્યમાં ધ્રુવપણે સદા રહે છે. એમ દ્રવ્યનું ઉત્પાદ વ્યય ધ્રુવપણું જાણવું. જો એમ ન હોય તો દ્રવ્યનું દ્રવ્યપણું રહે નહીં. ઉત્પાદ એટલે દ્રવ્યમાં રહેલી અનંત છતી પર્યાય ઉત્પાદ ધર્મે સમયે સમયે ઉતમતમતી એટલે ઉત્પન્ન થાય છે અને પૂર્વ પરિણતિ એટલે પર્યાયનો વ્યય થાય છે. એમ પંતી એટલે એક પછી એક પંક્તિબદ્ધ થયા જ કરે છે. એવી દ્રવ્યની પરિણતિ છે અર્થાત્ દ્રવ્યનો પરિણમનશીલ એવો સ્વભાવ છે. એમ ત્રિપદી લક્ષણયુક્ત પ્રભુની સ્થિરતા અતિરૂડી છે, અતિરૂડી છે. રા. નવનવ ઉપયોગે નવલી, ગુણછતિથી તે નિત અચલી લાલ; અo પદ્રવ્ય જે નવિ ગમણી, ક્ષેત્રમંતરમાંહિ ન રમણી લાલ. અ૩ સંક્ષેપાર્થ :- પ્રભુની સ્થિરતા પણ પૂર્વ પરિણતિરૂપથી એટલે પૂર્વ પર્યાયથી પલટી નવી પરિણતિરૂપ ઊપજે છે. તેથી નવા સમયે નવા નવા ઉપયોગ નવલી એટલે નવીન ભાસે, છતાં પણ પ્રભુની સ્થિરતા ગુણછતિથી એટલે સત્તામાં રહેલા ગુણો વડે જોતાં તો નિત્ય અને અચળ જ છે. પ્રભુની એ સ્થિર સત્તા પોતાનું આત્મક્ષેત્ર છોડી પરક્ષેત્રે કદી ગમન કરે નહીં. અને ક્ષેત્રમંતર એટલે પોતાનું સ્વક્ષેત્ર અસંખ્યાત પ્રદેશ છે તે મૂકીને પરગુણ ૧૩૪ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ પર્યાયમાં કદી રમણતા કરે નહીં. એવી પ્રભુની આશ્ચર્યકારી સ્થિરતા તે અતિ રૂડી છે, અતિ રૂડી છે. II3II અતિશય યોગે નવિ દીપે, પરભાવ ભણી નવિ છીપે લાલ; અડ નિજ તત્ત્વ રસે જે લીની, બીજે કિણહી નવિ કીની લાલ. અ૦૪ સંક્ષેપાર્થ:- હે સુતેજ પ્રભુ! આપની શુદ્ધ અને સ્થિર સત્તા તે આપના પ્રભાવે દેદીપ્યમાન છે. તે કંઈ પર પુદગલાદિકના અતિશય યોગથી દીપતી નથી. તેમજ પરભાવ એટલે પરપદાર્થોના સ્વભાવે પણ તે સ્થિરસત્તા કંઈ છૂપી રહેતી નથી. જેમ શાકમાં ઘણી જાતના મસાલા નાખીએ તો પણ મીઠાની ખારાશ પરયોગે પણ છાની રહેતી નથી તેમ પ્રભુની સ્થિરતા પરયોગ એટલે સમવસરણાદિ યોગે પણ છૂપી રહેતી નથી. પ્રભુની સ્થિરતા તો હમેશાં નિજ શુદ્ધ આત્મતત્ત્વમાં લયલીન છે; તે શુદ્ધ આત્મતત્ત્વથી અભેદ છે, કદી જુદી પડતી નથી. તે સ્થિરતાને કોઈ બીજા બ્રહ્માદિએ કરી નથી, કે શંકરાદિ તેનો વિનાશ કરી શકે એમ નથી કે વિષ્ણુ આદિ કોઈ તે સ્થિરતાને રાખી શકે એમ નથી. પણ આપની સ્થિરસત્તાના તો આપ જ રક્ષક, ગ્રાહક, વ્યાપક કે કર્તા, ભોક્તા આદિ છો. તેમ સર્વ દ્રવ્ય પણ પોતપોતાની જ સત્તાના રક્ષક, ગ્રાહક, વ્યાપક કે કર્તા, ભોક્તા આદિ છે; પર દ્રવ્યના નથી. એમ નિજ આત્મદ્રવ્યમાં તલ્લીન એવી પ્રભુની સ્થિરતા તે રૂડી છે, રૂડી છે. [૪] સંગ્રહનયથી જે અનાદિ, પણ એવંભૂતે સાદિ લાલ; અ૦ જેહને બહુ માને પ્રાણી, પામે નિજ ગુણ સહનાણી લાલ. અ૦૫ સંક્ષેપાર્થ – સંગ્રહનય વસ્તુના મૂળગુણને લક્ષમાં લે છે. તે અપેક્ષાએ જોતાં પ્રભુમાં શક્તિરૂપે રહેલી સત્તા અનાદિથી શુદ્ધ અને સ્થિર છે. પણ જ્યારે તે શુદ્ધ સત્તા સ્થિરતારૂપે પ્રગટ થાય ત્યારે જ તેની એવંભૂત નયની અપેક્ષાએ સાદિ કહેવાય. એવંભૂત નય શબ્દ પ્રમાણે વાસ્તવિક ક્રિયા કરનારને જ લક્ષમાં લે છે. એ સ્થિર શુદ્ધ આત્મસત્તાનું જે ભવ્યાત્મા ભાવભક્તિથી બહુમાન કરશે અર્થાત્ તે મેળવવા પુરુષાર્થ કરશે, તે પણ પોતાના આત્મગુણોને પામશે તથા સહનાણી એટલે સાથે કેવળજ્ઞાનને પણ પામશે. પ્રભુની એવી પ્રગટ શુદ્ધ આત્મસત્તા તે અતિ રૂડી છે, અતિ રૂડી છે. આપણા થિરતાથી થિરતા વાધે, સાધક નિજ પ્રભુતા સાથે લાલ;
SR No.009112
Book TitleChaityavandan Chovisi 02
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy