________________
૧૨૩
(૯) શ્રી સુવિધિ જિન સ્તવન અશ્વ લંછન છે, જે વિજયરાજાના મલ્હાર એટલે લાડલા છે, વિજયાવતી માતાની કુક્ષીથી ઉત્પન્ન થયેલા છે, તથા જે ઉદ્ધ, અધો અને તિર્યંગ એવા ત્રણેય લોકના જીવોના સુખના આપનાર હોવાથી સર્વના આધારરૂપ છે. એવા મારા રંગીલા સાહિબ તે સર્વ ચતુર પુરુષોમાં શિરોમણિ છે. રા.
અલવે જસ સાહમું જાએ, કરુણાભર નયન વિલાસ; મે૦ તે પામે પ્રભુતા જગતણી, એહવો છે પ્રભુ સુખવાસ. મે ૨૩
સંક્ષેપાર્થ:- પ્રભુ, અલવે એટલે લીલા માત્રથી જેની સામે જુએ તે ભવ્યાત્મા પ્રભુના કરુણાભર નયનથી આત્મવિલાસને પામે છે અર્થાત્ તે ત્રણેય જગતની પ્રભુતા કહેતા આત્મ ઐશ્વર્યને પામે છે. શ્રી સુરપ્રભજિનેશ્વર સાથેનો સમાગમ આવી રીતે શાશ્વત સુખને આપનારો થાય છે. એવા મારા મનને આનંદ પમાડનાર સાહિબ તે ચતુર પુરુષોમાં શિરોમણિ અર્થાત્ સર્વોપરી છે. સા.
મુખમટકે જગજન વશ કરે, લોયણ લટકે હરે ચિત્ત; મે. ચારિત્ર ચટકે પાતિક હરે, અટકે નહિ કરતો હિત. મે ચ૦૪
સંક્ષેપાર્થ:- પ્રભુના મુખકમળથી નીકળતી વાણી વડે જગતના જીવો વશ થઈ જાય છે. તેમના લોયણ એટલે લોચનની નજર માત્ર પડવાથી લોકોના ચિત્ત આકર્ષણ પામે છે. તેમજ તેમના ઉત્તમ ચારિત્રનો ચટકો લાગવાથી એટલે તેમના જેવું ચારિત્ર પાળવાની ભાવના થવાથી ભવ્ય જીવોના પાતિક કહેતાં સર્વ પાપોનો નાશ થાય છે, એવા મારા નાથ ભવ્ય જીવોનું હિત કરવામાં કદી અટકતા નથી; તે ચતુર પુરુષોમાં સદા શિરોમણિરૂપ છે. જો
ઉપકારી શિર સેહરો, ગુણનો નહિ આવે પાર; મે
શ્રી નવિજય સુશિષ્યને, હોજો નિત્ય મંગળમાળ. મે ચ૦૫
સંક્ષેપાર્થ:- જે સર્વ જીવોના ઉપકારી છે તથા સેહરો કહેતાં શિરછત્ર છે. એવા પ્રભુના ગુણોનો કદી પાર આવે એમ નથી. શ્રી નવિજયજીના સુશિષ્ય એવા શ્રી યશોવિજયજીને આપ સદા મંગળમાળરૂપ હજો અર્થાત્ સદૈવ આત્મકલ્યાણમાં સહાયરૂપ થજો.
એવા મારા મનરંજન નાથ, તે ચતુર પુરુષોમાં સદા શિરોમણિરૂપે શોભા પામી રહ્યા છે. //પા
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ (૯) શ્રી સુવિધિ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વર્તમાન બીજી ચોવીશી જિમ પ્રીતિ ચંદ્ર ચકોરને, જિમ મોરને મન મેહ રે;
અમને તે તુમશું ઉલ્લસે, તિમ નાહ નવલો નેહ. સુવિધિ જિનેસરુ, સાંભળો ચતુર સુજાણ અતિ અલવેસરુ. ૧
સંક્ષેપાર્થ :- જેમ ચકોર પક્ષીને ચંદ્ર સાથે પ્રીતિ છે, જેમ મોરના મનમાં મેહ એટલે વરસાદ વસેલ છે. તેમ હે સુવિધિ જિનેશ્વર!તમારા જેવા નાહ કહેતા નાથ સાથે નવલો કહેતા નવો નવો સ્નેહ ઉલ્લસે છે, ઉભરાય છે. માટે અતિ અવસરુ એટલે અત્યંત આત્મસ્વરૂપમાં લહેર કરનાર એવા ચતુર અને સારી રીતે સર્વને જાણનાર એવા હે પ્રભુ! આપ મારી એક વાત સાંભળો. |૧|
અણદીઠે અલજો ઘણો, દીઠે તે તૃપ્તિ ન હોઈ રે; મન તોહિ સુખ માની લિયે, વાહલા તણું મુખ જોઈ. સુ૨
સંક્ષેપાર્થ :- આપના દર્શન ન થાય ત્યાં સુધી અલજો ઘણો કહેતા મળવાની ઘણી ઉત્કંઠા રહે છે. અને દર્શન થયા પછી પણ તૃપ્તિ થતી નથી, જાણે જોયા જ કરીએ. છતાં મારા વહાલા પ્રભુના મુખનાં દર્શન કરીને મન સુખ માની લે છે, અર્થાત્ સંતોષ માની લે છે; કેમકે બીજો કોઈ ઉપાય નથી. રા
જિમ વિરહ કહિયે નવિ હુયે, કીજિયે તેહવો સંચ રે;
કર જોડી વાચક યશ કહે, ભાંજો તે ભેદ પ્રપંચ. સુ૦૩
સંક્ષેપાર્થ :- તમારો અમને વિરહ કદી નહીં થાય એવો કોઈ સંચ એટલે ગુપ્ત ઉપાય જે હોય તે કરો. એમ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પ્રભુને કર એટલે હાથ જોડીને કહે છે કે હે સુવિધિનાથ પ્રભુ ! હવે સંસારના માયામપંચને લઈને તમારે અને અમારી વચ્ચે પડેલ ભેદને સર્વથા ભાંગી નાખો.
હે આત્મસ્વરૂપમાં રમણતા કરનાર ચતુર અને સુજાણ પ્રભુ મારી આ વિનંતિને લક્ષમાં લ્યો. lal
(૯) શ્રી દામોદર જિન સ્તવન
શ્રી દેવચંદ્રત ગત પોવીશી